હું માસ્ક પહેરીશ પણ નહીં કે દંડ પણ નહીં ભરું! ચાંદખેડામાં શરૂ થયો સવિનય કાનૂન ભંગ
અમદાવાદ: એક તરફ કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે. દિવસે ને દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા કોરોનાના નામે માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન ના કરનાર પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે. ત્યારે ચાંદખેડાના રજનીકાંત ભારતીયએ તંત્ર સામે ચેલેન્જ કરી છે કે તેઓ ચાંદખેડા વિસ્તારમાં માસ્ક વગર ફરશે અને દંડ પણ નહીં ભરે અને સવિનય કાનૂન ભંગ કરશે.
રજનીકાંત ભારતીયએ જણાવ્યું કે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરામાં જે રીતે મેચ દરમિયાન હજારો પ્રેક્ષકોને પ્રવેશ આપી ભીડ ભેગી કરી સરકાર અને આયોજકો દ્વારા અમદાવાદની જનતાના જીવને જોખમમાં મુકવા પ્રયાસ કરવામાં આવ્યો છે એકબાજુ માસ્ક ન પહેરનાર લોકો પાસે દંડ ઉઘરાવવામાં આવે છે બીજી બાજુ નેતાઓની રેલીઓ અને ક્રિકેટના ટાયફાઓમાં બેરોકટોક ભીડ ભેગી કરી કોરોનાને આમંત્રણ આપવામાં આવે છે આમ કોરોનાની ગાઇડલાઇનને લઈને બેવડા માપદંડ સરકાર અને પોલીસ દ્વારા અપનાવવામાં આવી રહ્યા છે જેના વિરોધમાં સવિનય કાનુન ભંગનું એલાન કરુ છું. આજથી અમદાવાદમાં છેલ્લી મેચ રમાય ત્યાં સુધી ચાંદખેડા વિસ્તારમાં હું માસ્ક પહેરીશ નહી કે દંડ પણ ભરીશ નહી.
સાથે સાથે રજનીકાંત ભારતીયએ સ્પષ્ટતા પણ કરી કે તેઓ ગુજરાત જનતા જાગૃતિ મંચ જનતાને આરોગ્ય અંગે જાગૃત કરવા લાંબા સમયથી અભિયાન ચલાવી રહ્યુ હોઈ માસ્ક ના પહેરવાથી હું કોરોના સંક્રમણનો ભોગ બની શકું છું એ સારી રીતે જાણું છું મારા પિતાનું અવસાન કોરોનાના કારણે થયેલ હોઈ ગુજરાત સરકાર અને સ્ટેડિયમ સંચાલકોની બેદરકારીથી અન્ય કોઇ પોતાના સ્નેહીજનોને ગુમાવે નહી તેમજ સરકારના ટાયફાઓ અને તમાશાઓ ચુપચાપ જોઈ રહેતી ગુજરાતની જનતાને જાગૃત કરવાનો પ્રયાસ છે.
Views 🔥