ગુજરાત પોલીસને મળશે બોડી વોર્ન કેમેરા! ગૃહમંત્રી પ્રદીપસિંહની હાજરીમાં ડેમોસ્ટ્રેશન
પાયલોટ પ્રોજેકટ એક વર્ષ પહેલાં શરૂ થયો
ગુજરાત પોલીસ ૧૦ હજાર બોડી વોર્ન કેમેરાથી થશે સજ્જ
અમદાવાદ: ડિજિટીલ ઇન્ડિયામાં હવે ગુજરાત પોલીસ પણ હરણફાળ ભરશે. છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત પોલીસને અત્યાધુનિક કરવા માટે અથાગ પ્રયત્ન થઈ રહ્યા છે. ત્યારે હવે આતુરતાનો અંત આવી રહ્યો છે ગૃહમંત્રી પ્રદીપસિંહની હાજરીમાં બોડી વોર્ન કેમેરાનું ડેમોસ્ટ્રેશન થશે.
એક વર્ષ પહેલાં નક્કી કરવામાં આવ્યું કે પોલીસ કર્મચારીને ત્રીજી આંખ એટલે કે બોડી વોર્ન કેમેરા આપવામાં આવે. અને સુરતમાં પાંચ બોડી વોર્ન કેમેરા સાથે પાયલોટ પ્રોજેકટ શરૂ થયો હતો.
પોલીસની કામગીરીમાં પારદર્શિતા આવશે
હવે પછી પોલીસ પર ખોટા આક્ષેપો કરનારની ખેર નથી. સાથે સાથે કટકીબાજ પોલીસની પણ ખેર નથી. કારણકે હવે રાજ્યમાં ૧૦ હજાર પોલીસ કર્મીઓના ખભે બોડી વોર્ન કેમેરા લગાવવામાં આવશે. જેથી કરી ને પોલીસનું ટ્રાફિક સંચાલન હોય કે પછી કોઈ જગ્યાએ પોલીસના દરોડા પડ્યા હોય. તે તમામ ગતિવિધિઓ ઉપર સીધી નજર કેમેરા કંટ્રોલ યુનિટની રહેશે.
રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નરસિમ્હા કોમાર (IPS) અધિક પોલીસ મહાનિર્દેશક, આયોજન અને આધુનિકરણ, આશીષ ભાટીયા (IPS) પોલીસ મહાનિર્દેશક મુખ્ય પોલીસ અધિકારી ના માર્ગદર્શનમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે બોડી વોર્ન કેમેરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવશે.
Views 🔥