દેવુ કરીને ઘી પીવાય દારૂ નહી,ના કોંગ્રેસ નેતાના નિવેદન પર ગૃહમાં નીતિન પટેલ ભડક્યાં, કહ્યું અમે ભલભલા DSPઓની બદલી કરી નાખીએ છીએ!
રીતેશ પરમાર
વિધાનસભા ગૃહમાં સી.જે.ચાવડાના સવાલ પર નીતિન પટેલનું નિવેદન
ભાજપ રાજમાં સરકારનું દેવું ઘટ્યુઃ નીતિન પટેલ
દેવું દારૂ પીવા માટે કરો છો આવું કહેવું યોગ્ય નથીઃ નીતિન પટેલ
અમે ભલભલા DSPઓની બદલી કરી નાખીએ છીએઃ નીતિન પટેલ
વિધાનસભા ગૃહમાં સી.જે.ચાવડાએ ગુજરાત પર વધેલા દેવા પર સરકારને આડે હાથ લેતા પ્રહારો કર્યા હતા.
હાલ ગુજરાત પર 3.10 લાખ કરોડનું દેવું છે.
ગુજરાતના જાહેર દેવાને લઇ સી.જે.ચાવડાએ કહ્યું હતું કે દેવુ કરીને ઘી પીવાય, દારૂ નહીં. ત્યારે સી.જે.ચાવડાના નિવેદનને લઇ નીતિન પટેલે જવાબ આપ્યો હતો.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપ રાજમાં સરકારનું દેવું ઘટ્યુ છે. દેવું દારૂ પીવા માટે કરો છો આવું કહેવું યોગ્ય નથી. તમારે ઘરે જે કરવું હોય તે કરો. ગૃહમાં દારૂની વાત કરવી યોગ્ય નથી. નીતિન પટેલે કહ્યું કે અમે ભલભલા DSPઓની બદલી કરી નાખીએ છીએ.
ગુજરાત સરકારે રાજ્યનું કુલ દેવાનો આંકડો જાહેર કર્યો હતો
છેલ્લા 2 વર્ષમાં 75971 કરોડની લોન લીધી છે. વર્ષ 2019ની લોનનો 7.77થી 8.79 ટકાનો વ્યાજ દર હતો, જ્યારે વર્ષ 2020માં 6.74થી 9.22 ટકાના વ્યાજ દરે લોન લેવામાં આવી છે. આ સાથે જ વર્ષ 19-20નું ગુજરાતના માથે રૂપિયા 2,67,650 કરોડનું દેવું ગુજરાત સરકારે જાહેર કર્યું છે.
વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના દેવા વિશે કબૂલાત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય દેવા પાછળ સૌથી વધુ વ્યાજ દરની ચૂકવણી કરવામાં આવી રહી છે. નાણાકીય સંસ્થાઓની લોન માટે 3.15થી 8.75 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે. બજાર લોન માટે 6.68થી 9.75 ટકા વ્યાજ અને કેન્દ્રીય દેવા માટે 0થી 13 ટકા વ્યાજ દરની ચૂકવણી થાય છે. NSSF લોન માટે 9.5થી 10.5 ટકાનો વ્યાજ દર છે. આ સાથે જ વર્ષ 2019-20 સુધી ગુજરાત પર રૂપિયા 267650 કરોડનું દેવું થઈ ગયું છે. વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લેખિતમાં કબૂલાત કરી છે. તેમને એવું પણ જણાવ્યું કે લોન પર સૌથી વધુ વ્યાજ કેન્દ્રીય દેવા પાછળ ચૂકવાય છે.
ગુજરાતમાં આજે જાહેર દેવું 3,10,000 કરોડને આંબી ગયું છે. 2015-16થી 2019-20ના પાંચ વર્ષના ગાળાનું રૂપિયા 86,120 કરોડનું માત્ર વ્યાજ જ ગુજરાત સરકારે ચૂકવ્યું છે. મુદ્દલ પેટે રૂપિયા 61,055 કરોડ ચૂકવ્યા છે. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું હતું કે 2016થી 2021 સુધીના ગાળામાં ગુજરાત સરકારે રૂપિયા 1,44,951 કરોડની લોન લીધી છે.
તેમણે કહ્યું હતું કે 2017માં વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર પોતાના હાથમાં લીધો, ત્યારે ગુજરાતનું જાહેર દેવું રૂપિયા 2,43,360 કરોડનું હતું. 2021ના વર્ષમાં તે વધીને રૂપિયા 3.10 લાખ કરોડને આંબી ગયું હોવાનો અંદાજ છે. 2015થી 2021ના પાંચ વર્ષના સમયગાળામાં જ જાહેર દેવામાં રૂપિયા 1,46,451 કરોડ વધ્યું છે. 1995થી 2021 સુધીના 26 વર્ષના ભાજપના શાસન કાળમાં ગુજરાતના જાહેર દેવામાં 2,97,001 કરોડનો વધારો થયો છે.
Views 🔥