ખાનગીકરણના વિરોધમાં બૅન્ક હડતાલ! ૧૫ અને ૧૬ માર્ચ બૅન્કોનાં કામકાજ ખોરવાશે 

0
ખાનગીકરણના વિરોધમાં બૅન્ક હડતાલ! ૧૫ અને ૧૬ માર્ચ બૅન્કોનાં કામકાજ ખોરવાશે 
Views: 77
0 0
Spread the love

Read Time:6 Minute, 45 Second

ખાનગીકરણના વિરોધમાં બૅન્ક હડતાલ! ૧૫ અને ૧૬ માર્ચ બૅન્કોનાં કામકાજ ખોરવાશે

અમદાવાદ:  સરકારે બેન્કોના ખાનગીકરણની મુકેલી દરખાસ્ત સામે વિરોધ દર્શાવવા માટે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ યુએફબીયુ દ્વારા તા. ૧૫ અને ૧૬ માર્ચના રોજ બેન્કો બંધ રાખવાનુ્ એલાન આપ્યુ છે. જેમાં વડાપ્રધાન, નાણાંપ્રધાન, શ્રમ પ્રધાન અને આઇબીએને ટ્વિટ કરીને સંદેશાઓ પણ મોકલવામાં આવનાર છે.

આ હડતાલમાં દેશભરના 84 જેટલા સંગઠનો જોડાશે. વિવિધ ઉદ્યોગના 25 જેટલા સંગઠનોએ પોતાનો ટેકો જાહેર કર્યો છે.

મહા ગુજરાત બેન્ક એમ્પ્લોયીઝ એસોસિયેશનના ચેરમેન રાગેશ સરૈયાએ જણાવ્યું હતુ કે સરકારે બેન્કોને ખાનગી કરવાને બદલે જાહેર ક્ષેત્રની બેન્કોને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. તેમજ ઝડપથી બેડ લોન રિકવર કરવી જોઇએ. ખાનગીકરણ કરવાથી ગ્રામ્ય વિસ્તારની બંધ કે ઓછી થઇ જશે અને પરિણામ તેની અસર સીધી ખેત ધિરાણ પર પડશે. તેમજ ગ્રામિણ, ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગોને કરવામાં આવતા ધિરાણ પણ ઓછી થઇ જશે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે આ હડતાલ લોકોમાં જાગૃત્તિ લાવવા માટેની છે. બે દિવસની હડતાલમાં તમામ બેન્ક કર્ચમારીઓના બે દિવસના પગાર કપાઇ જશે. તાજેતરમાં જ બેન્ક કર્માચારીઓ દ્વારા શહેરની આશ્રમરોડ ખાતે આવેલી દેના બેન્ક ખાતે આખા દિવસના ધરણાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અગાઉ સરકાર સાથે બેઠક યોજાઇ હતી પરંતુ સરકાર તેના નિર્ણયમાં અડગ છે.

ખાનગીકરણનો બોજો એવો પણ અર્થ થશે કે શૈક્ષણિક લોનમાં ઘટાડો કરવો અને લોનના વ્યાજ દરમાં વધારો થશે. તેની સાથે બેન્કિગ સેવાઓના ચાર્જ વધશે, ફક્ત ઉદ્યોગોને અને શહેરી વિસ્તારોમાં સમૃદ્ધ વર્ગોને જ લોન મળશે. વધુમાં ખાનગીકરણ થવાથી યોગ્યતા અનુસાર જ વેતન મળશે તેનાથી ભેદભાવની નીતિ પણ પેદા થશે. આ સાથે પેન્શન સહિત નિવૃત્તિના લાભો સમાપ્ત કે ઓછા થવાનું પણ જોખમ રહેલું છે. ટૂંકમાં કહીએ તો સરકારના આ નિર્ણયને કારણે બેન્કિગ ઉદ્યોગ 75 વર્ષ પહેલાની ખાનગી માલિકીની શોષણ અને અન્યાયની સ્થિતિમાં ધકેલાઇ જશે.

દેશભમાં આપેલા આ એલાનને કારણે બેન્ક ઉદ્યોગના આશરે 10 લાખ જેટલા અધિકારી અને એવોર્ડ સ્ટાફ સાંકેતિક ચેતવણીમાં જોડાશે અને બેન્કો સંપૂર્ણપણે બંધ રહેશે. બેન્કો સળંગ ચાર દિવસ બંઘ રહેવાથી કરોડો રૂપિયાનાં કામકાજ ખોરવાઇ જવાની વકી છે.

બેંકો ના ખાનગીકરણ થી પ્રજા ને થનારું નુકશાન .

નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને લોકસભામાં બજેટ સંબોધન માં જણાવ્યું હતું કે,બે સરકારી બેંકો નું ખાનગીકરણ  કરવામાં આવશે .સરકારી બેંકો નું ખાનગીકરણ થવાથી પ્રજા ને નીચે મુજબ ની હાલાકી પડશે તથા નુકશાન જશે ,


(૧) બેંકો માં સામાન્ય લોકો ની મૂડી છે ,આ કુલ મૂડી ૧૪૬ લાખ કરોડ (૧૪૬૦૦૦૦૦ કરોડ ) છે .આજે આ મુડી  સલામત છે લોકો ને પોતાની મૂડી ની ચિંતા નથી .ખાનગી થવાથી આ મૂડી ખાનગી માલિકો ના હાથ માં આવી જશે .ખાનગી માલિકો મૂડી નો ઉપયોગ પોતાનો નફો વધારવા કરશે .

(૨) સરકારી બેંકો ની ” સામાજિક બેન્કિંગ ની જવાબદારી છે ” ખાનગી બેંકો પર આવી કોઈ જવાબદારી નહિ હોય ,માત્ર નફો જ તેમનો સિદ્ધાંત હશે .

(૩) સરકારે જ્યારે જનધન ખાતા ખોલવા આદેશ આપ્યો ત્યારે ,સરકારી બેંકો એ ૩૩.૦૫ કરોડ ખાતા ખોલ્યા ,ગ્રામીણ બેંકો એ ૭.૪૫ કરોડ ખાતા ખોલ્યા જયારે તમામ ખાનગી બેંકો એ માત્ર ૧.૨૫ કરોડ ખાતા ખોલ્યા .

(૪) ખાનગી માલિકો એ બેંકો માં ૮ લાખ કરોડ નું એનપીએ કર્યું છે .ખાનગી માલિકો લોન લઈને પૈસા પરત ભરે નહિ ,જો બેંકો ખાનગી માલિકો ના હાથ માં જશે તો પ્રજા ના પૈસા પરત નહિ આવે .

(૫) ખાનગીકરણ એટલે પ્રજા ના પૈસા ની ઉઘાડી લૂંટ .

(૬) ખાનગીકરણ થવાથી બેંકો માં મિનિમમ ડિપોઝિટ ની રકમ વધશે .લોકો ને વધારે ચાર્જીસ ચૂકવવા પડશે .

(૭)બચત પર ના  વ્યાજ ના દરો ઘટશે .

(૮) રાહત દરે મળતી લોનની યોજના ઓ  બંધ થશે .

(૯) કૃષિ ધિરાણ ઘટશે .ખેડૂત ફરી વ્યાજખોરો ની ચુંગાલ માં ફસાશે .

(૧૦) રોજગારી ની તકો ઘટશે .

(૧૧) પ્રજાની મૂડીનો ઉપયોગ પ્રજાના કલ્યાણ માટે નહિ પણ કોર્પોરેટ નફા માટે થશે .

(૧૨) ગુજરાત માં સરકારી બેંકો ની લગભગ ૫૦૦૦ શાખાઓ છે ,જે બંધ થશે અથવા ઓછી થશે.

(૧૩) સેલ્ફ હેલ્પ ગ્રુપ ના મોટા ભાગના ખાતા સરકારી બેંકોં માં છે ,તમામ સેલ્ફ હેલ્પ ગ્રુપને તકલીફ પડશે .

(૧૪) સરકારી  બેંકો દ્વારા ચાલતી મહિલા રોજગાર લક્ષી ધિરાણ યોજના ઓ બન્ધ  થશે ,

સરકારી બેંકો બંધ થવાથી ઘડિયાળ ના કાંટા ઉલટા ચાલશે ,ફાઇનાન્શ્યલ ઇનકલ્યુઝન ની યોજના ખોરંભે પડશે .

સરકાર ના  આ નિર્ણય નો વિરોધ કરવા ગુજરાતના લગભ ૬૦૦૦૦ કર્મચારીઓ , અધિકારીઓ બે દિવસ ની પ્રતીક હડતાળ પાડશે . તારીખ ૧૫ માર્ચ ના રોજ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ,લાલદરવાજા અમદાવાદ ખાતે કર્મચારીઓ સવારે ૧૦.૩૦ કલાકે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજશે .

Views 🔥 ખાનગીકરણના વિરોધમાં બૅન્ક હડતાલ! ૧૫ અને ૧૬ માર્ચ બૅન્કોનાં કામકાજ ખોરવાશે 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed