કૃષ્ણનગર પોલીસનો સપાટો, ઇંગ્લિશ દારૂનો જથ્થો અને જુગારધામ ઝડપી પાડ્યું!
રીતેશ પરમાર(ક્રાઈમ રિપોર્ટર)
અમદાવાદનાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાહેબ અને સેક્ટર-2 ગૌતમ પરમાર સાહેબની સૂચના અને ઝોન 4 ડીસીપી શ્રી રાજેશ ઘઢીયા તેમજ જી ડિવિઝનના એસીપી શ્રી એ. એમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એ. જે ચૌહાણની દેખરેખ હેઠળ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પ્રોહિબિશન અને જુગારધામ ઉપર રેડ કરી સપાટો બોલાવી દીધો હતો. જેમાં કૃષ્ણનગર પોલીસે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તો અન્ય એક ગુનામાં જુગાર રમતા સાત આરોપીઓને ઝડપી પાડી રોકડ રકમ અને મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
હાલમાં ચાલી રહેલ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીને લઈને કાયદો અને વ્યવ્યસ્થા જળવાય રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અમદાવાદ શહેર પોલીસને ડ્રાઈવ યોજી દારૂ-જુગારની ચાલતી પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા અને કસૂરવાર લોકો ઉપર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યા હતા.
સુનિલ શર્મા
જેના અનુસંધાનમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એ. જે ચૌહાણના સીધા માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ વી. એમ ગોહિલ અને તેમના સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે,સૈજપુર બોઘા પાસેની તખુજીની ચાલી ફદેલી પાસે એક યુવક સુનિલ સુભાષભાઈ શર્મા પોતાના રહેણાંકના મકાન બહાર ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને ઉભો છે. જેથી બાતમીના આધારે પોલીસે રેડ કરી સુનિલ શર્મા નામના યુવકને ઝડપી પાડ્યો હતો. તેમની પાસેથી કૃષ્ણનગર પોલીસે ઇંગ્લિશ દારૂના 48 નંગ ક્વાર્ટરની બોટલ ઝડપી પાડી હતી.
જુગારીઓ
તો બીજીતરફ અન્ય એક બીજા ગુનામાં કૃષ્ણનગર પોલીસને બાતમી મળી હતી કે, બાપાસીતારામ ચોક પાસેની ઉમિયાધામ સોસાયટીના પાર્કિંગમાં કેટલાંક તત્વો ખુલ્લેઆમ જુગારધામ ચલાવી રહ્યા છે. જેની માહિતી કૃષ્ણનગરના પીઆઈ એ. જે. ચૌહાણને મળતા તેમણે તાત્કાલિક પીએસઆઈ વી. એમ. ગોહિલ અને સ્ટાફને રેડ કરવા સૂચના આપી હતી. જેથી કૃષ્ણનગર પોલીસે બાતમી મળેલ જગ્યાએ રેડ કરી સાત જુગારીઓ ને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જુગારીઓ પાસેથી પોલીસે રોકડ રકમ અને અન્ય ચીજ વસ્તુઓ સહીત કુલ 11380 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
કૃષ્ણનગર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં ઈંગ્લીશના દારૂનો જથ્થો જેમાં ઇંગ્લિશ દારૂ ઓરેન્જ વોડકાના 48 નંગ ક્વાર્ટર જેની કુલ કિંમત 4800 રૂપિયા થાય છે, તેની સાથે આરોપી સુનિલ શર્મા રહે તખુજીની ચાલી, ફદેલી, સૈજપુર બોઘાની ધરપકડ કરી પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો જુગારના કેસમાં પણ કૃષ્ણનગર પોલીસે સાત આરોપીઓને ઝડપી પાડી કુલ 11380 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી પ્રસંસનિય કામગીરી કરી હતી.
Views 🔥