અમદાવાદમાં કોરોનાના લીધે પરિસ્થિતિ વણસી, લોકડાઉનના ભણકારા?brts, amts, ગાર્ડન, પ્રાણીસંગ્રાહલય, જીમ, સ્પોર્ટ્સ ક્લબ બંધ કરવાનાં આદેશ!

અમદાવાદમાં કોરોનાના લીધે પરિસ્થિતિ વણસી, લોકડાઉનના ભણકારા?brts, amts, ગાર્ડન, પ્રાણીસંગ્રાહલય, જીમ, સ્પોર્ટ્સ ક્લબ બંધ કરવાનાં આદેશ!
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)
ગુજરાતમાં કોરોના એ ફરી માથું ઉચકતા રાજ્ય સરકાર દોડતી થઈ છે.ગુજરાતનાં નાગરીકોના સ્વાસ્થ્ય અને કોરોના મહામારી વધારે ફેલાઈ ના જાય તેની ચિંતા કરતા ગુજરાતની રાજ્ય સરકાર તાબડતોડ નિર્ણયો લઈ રહી છે. પહેલા રાત્રી કર્ફ્યુ નો સમય રાત્રે 12 થી સવારના 6 હતો, તેને ઘટાડી હવે રાતના 10 થી સવારના 6 વાગ્યાં સુધીનો કરાયો છે. તો બીજીતરફ અમદાવાદમાં આજના દિવસમા જ મહત્વના નિર્ણયો લેવાયા છે, જેમાં સૌથી પહેલા અમદાવાદનાં બાગ,બગીચાઓ, પ્રાણીસંગ્રાહલય બંધ કરવામાં આવ્યા હતા. તો મોડી સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતી કાલથી brts અને amts બસોને અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. તો હાલમાંજ વધુ એક આકરો નિર્ણય લઈ શહેરની તમામ જીમ ક્લબ, અને સ્પોર્ટ્સ ક્લબો બંધ કરવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે.તે જોતા અમદાવાદનાં નાગરિકોમાં ફરી એક વખત લોકડાઉન થવાની દહેશત ફેલાઈ છે.
તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના કેસો ગુજરાતમાં કુદકે ને ભુસકે ફેલાઈ જતા સમગ્ર ગુજરાતમાં રાજ્યસરકાર માસ્ક પહેરવા બાબતે અને સોશ્યલ ડિસ્ટન્સને લઈને પોલીસને કડક આદેશ આપ્યા છે. કોઈ પણ ભોગે લોકોને ફરજીયાત માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટનસિંગ કરવા ફરજ પાડવી, તેમજ રાત્રી કર્ફ્યુનો કડક રીતે પાલન કરાવવા માટે આદેશ અપાયા છે.ગુજરાતનાં ચાર મહાનગરો, સુરત, અમદાવાદ, વડોદરા, અને રાજકોટમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થતા આ તમામ શહેરોમાં અપાઈ રહેલી છૂટછાટમાં કાપ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ પ્રભાવિત સુરત શહેરની પરિસ્થિતિ છે.
જયારે આજે અમદાવાદમાં પણ આંચકા જનક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં આજે સવારે અમદાવાદનાં તમામ બાગ, બગીચાઓ, તેમજ કાંકરિયા તળાવ અને પ્રાણી સંગ્રાહલયને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આજે ફરી ગુજરાતમાં કોરોના સંક્રમણના 1100 થી વધુ કેસો નોંધાવતા મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ દ્વારા તાત્કાલિક brts અને amts બસોને અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ શહેરની તમામ જીમ, ગેમિંગ ઝોન, સ્પોર્ટ્સ ક્લબો, અને અન્ય તમામ ક્લબોને અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
Views 🔥