Read Time:1 Minute, 5 Second
રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 10 એપ્રિલ સુધી ગુજરાતની તમામ સ્કૂલો બંધ! રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ગાંધીનગર: કોરોનાના વધતા જતા કેસનો પગલે ગુજરાતભરના વાલીઓ ચિંતાતુર બન્યા હતા. શૈક્ષણિક કાર્ય બંધ કરવાની માંગ ઉઠી હતી. ત્યારે આજે શિક્ષણ વિભાગની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જાહેરાત કરવામાં આવી કે, આગામી 10 એપ્રિલ સુધી રાજ્યમાં તમામ શૈક્ષણિક કાર્ય ઓનલાઈન (online class) કરવામાં આવશે. આગામી દિવસોમાં વિગતવાર નવેસરથી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. આમ, રાજ્યમાં (offline eduction) બંધ કરવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે આ નિર્ણય લેવાયો છે.
Views 🔥