“એક પ્રયાસ ચકલી બચાવવાનો” દરેક નવા ઘર મા ઘર ની બહાર બખોલ રાખીયે એવો સંકલ્પ લઈશું તો જ ચકલી ને બચાવી શકાશે…….
અમદાવાદ: છેલ્લાં કેટલાય સમયથી સીટી ની પોળ મા ચકલી નો અવાજ ઓછો જોવા મળે છે કેમ કે તેના ઘર છીનવાઈ ગયા. પહેલા ના જમાના તેના માટે નવા ઘર બનાવતા બખોલ રાખતા હતા હવે કોઈ પોતાના ઘર મા બખોલ રાખતુ નથી ચકલી ના ઘર છીનવાઈ ગયા એનિમલ લાઈફ કેર મંત્રી વિજય ડાભી તથા અન્ય મેમ્બર છેલ્લા ઘણા સમયથી સીટી વિસ્તાર ની પોળમાં ચકલી બચાવવા માટે માળા લગાવવા નું કામ કરે છે.
આવનારા દિવસોમાં ચકલી નામશેષ થઈ જશે
વિજય ડાભી નું કહેવું છે કે પહેલાં નાના હતા ત્યારે તેઓ રડતા હતા ત્યારે ઘરના સભ્યો ચકી ને ચકા ની વાર્તા સંભળાવતા હતા. ત્યારે ચકલી નો અવાજ કાનમાં થતો હતો અને એક નીરવ મીઠાશ હૃદયમાં થતી હતી. ઉનાળાની કાળજાર ગરમીમાં પણ ચકલીનો અવાજ ગરમીથી માનસિક રાહત આપે. પણ, હાલની જે નવી જનરેશન છે તેને ક્યાંય ચકલી જોવા નથી મળતી. તેનું કારણ છે ખૂબ જ પ્રદૂષણ જંગલો છીનવાઇ ગયા કંપનીઓના મોટા મોટા ટાવર્સના કારણ રેડિએશનથી ઘોંઘાટને કારણે ચકલીઓ સીટી વિસ્તારમાં લુપ્ત થવાને આરે છે. અને સમગ્ર વિશ્વમાં પણ તેની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી છે મિત્રો કેમ ભુલાય ખૂબ જ ઓછું જોવા મળતું નાનું પક્ષી જેનું નામ ચકલી લુપ્ત થવાના આરે છે.
વર્લ્ડ સ્પેરો ડે દિવસે એનિમલ લાઇફકેર ના તમામ સભ્યો વતી વિજય ડાભીએ અપીલ કરી કે આપણી આસપાસ અવશ્ય ચકલીનો માળો બાંધવો જોઇએ તથા પાણીનો કુંડ અવશ્ય મૂકવું જોઈએ ચકલી બચાવો અભિયાન માં દરેક મિત્રોએ પહેલ કરીને આગળ આવવું જોઈએ જો તેમ નહીં થાય તો આવનારા સમયમાં ચકલી જેવું પક્ષી તમને નરી આંખે ક્યાંય જોવા નહી મળે ફક્ત અને ફક્ત તે નહીં યાદગાર તસવીરો જ રહી જશે તેવું આહ્વાન છે.
આવો ચકલી બચાવીએ
એનિમલ લાઈફ કેર દ્વારા એક વિશેષ અભિયાન હેઠળ વર્લ્ડ સ્પેરો દિવસ ઉજવવામાં આવશે. જેમાં ચકલી બચાવવા માટે લોકોને સમજાવવામાં આવશે સાથે સાથે ચકલીના માળા અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું પણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે.
તારીખ 20 3/2021 ના રોજ
વર્લ્ડ સ્પેરો ડે નિમિત્તે એનિમલ લાઈફ કેર દ્વારા ફ્રી ચકલીના માળા તથા પક્ષીઓ માટે પાણી ના કુંડા નું વિનામૂલ્યે વિતરણ રાખેલ છે.. આવો સૌ સાથે મળી ચકલી બચાવવાનો પ્રયાસ કરીયે..
સમય : ૧૦:૦૦ થી ૧૧:૦૦
સ્થળ : નગદલ્લા હનુમાન મંદિર, સ્વામિનારાયણ મંદિર પાસે. કાલુપુર અમદાવાદ.