સરકાર અને તંત્ર દ્વારા તાકીદે અંકુશ નહી લગાવાય તો કોરાનાનું સંક્રમણ ખતરનાક હદે ફેલાશે-કેબ ઓલા-ઉબેર, ટેક્સી અને રિક્ષા-લકઝરી માસ સ્પ્રેડર બનવાની ગંભીર દહેશત

0
સરકાર અને તંત્ર દ્વારા તાકીદે અંકુશ નહી લગાવાય તો કોરાનાનું સંક્રમણ ખતરનાક હદે ફેલાશે-કેબ ઓલા-ઉબેર, ટેક્સી અને રિક્ષા-લકઝરી માસ સ્પ્રેડર બનવાની ગંભીર દહેશત
Views: 96
0 0
Spread the love

Read Time:8 Minute, 22 Second

સરકારના ઓએસડી રાજીવકુમાર ગુપ્તાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી કોરાનાની સ્થિતિની સમીક્ષા કરી

અમદાવાદ,તા.19
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ફરી એકવાર ગંભીર હદે વકરેલા કોરોના વાયરસની સ્થિતિને લઇ આજે રાજય સરકારના ઓએસડી રાજીવકુમાર ગુપ્તાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી કોરાનાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને અત્યારસુધી લેવાયેલા પગલાંની જાત માહિતી મેળવી હતી. આજની બેઠક બહુ મહત્વની મનાઇ રહી છે અને આગામી દિવસોમાં કેટલાક નવા નિર્ણય જાહેર કરાય તેવી પણ શકયતા પ્રવર્તી રહી છે. તો, બીજીબાજુ, સરકાર અને તંત્રના નિર્દેશાનુસાર, એએમટીએસ, બીઆરટીએસ અને એસટી બસોને બંધ કરાયા બાદ હવે ઓલા-ઉબેર, ટેક્સી અને રીક્ષા-લકઝરી માસ સ્પ્રેડર બને તેવી ગંભીર દહેશત હોઇ તેની પર પણ તાકીદે પ્રતિબંધ લગાવવા જાગૃત નાગરિકો અને નિષ્ણાતોમાં ઉગ્ર માંગણી ઉઠવા પામી છે. ખાસ કરીને એએમટીએસ અને બીઆરટીએસ બંધ થયા બાદ છેલ્લા બે દિવસમાં રીક્ષાવાળાઓ અને ઓલા-ઉબેરવાળાઓએ જે પ્રકારે લૂંટ ચલાવી તેને લઇ પ્રજામાં રીતસરનો આક્રોશ સામે આવી રહ્યો છે. બીજીબાજુ, ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે રીક્ષાવાળાઓ અને ઓલા-ઉબેરની આ પ્રકારની નાગરિકો સાથેની ઉઘાડી લૂંટને વખોડતાં જણાવ્યું હતું કે, જો કોઇપણ રીક્ષાવાળા મીટરભાડાથી વધુ ભાડુ ઉઘરાવે તો તેમની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી થઇ શકે છે અને તેમનું ડ્રાઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ થઇ શકે છે. જો કોઇ ગ્રાહ્ક રીક્ષાવાળાની આવી બેફામ લૂંટનો ભોગ બન્યા હોય અને તેઓ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિનો સંપર્ક કરશે તો, અમે ટ્રાફિક ડીસીપી અને તંત્રમાં રજૂઆત કરી તેમને યોગ્ય ન્યાય અપાવીશું.

કોરોના વાયરસના વધી રહેલા ખતરનાક સંક્રમણને જોતાં જો સરકાર અને તંત્ર દ્વારા તાકીદે ઓલા-ઉબેર, ટેક્સી અને રીક્ષા-લકઝરી પર અંકુશ નહી લગાવાય તો અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ખતરનાક હદે ફેલાવાની અને રાતોરાત હજારો કેસ સામે આવવાની દહેશત બની રહી છે. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઓલા-ઉબેર, ટેક્સી અને રીક્ષા-લકઝરી કોરોના વાયરસ માટે માસ સ્પ્રેડર બનવાની દહેશતને લઇ નાગરિકોમાં ખાસ કરીને મહિલાઓ, બાળકો અને સિનિયર સીટીઝન્સમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. તેનું મુખ્ય કારણ એ છે કે, ઓલા-ઉબેર, ટેક્સી, રીક્ષાઓ એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, એસટી બસ સ્ટેશન સહિતના સ્થળોએ આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ અને મુસાફરોને તેમના વાહનમાં બેસાડી તેમના નિયત મુકામ સુધી પહોંચાડતા હોય છે પરંતુ વિદેશથી આવેલા કોઇ નાગરિક ઓલા-ઉબેર કે ટેક્સી, રીક્ષામાં બેસી પ્રવાસ ખેડે છે તે દરમ્યાન કોરોના વાયરસ સંક્રમણ ખતરનાક અને જોખમી હદે ફેલાઇ જવાની પરિસ્થિતિ બની રહે છે. ખાસ કરીને જો તે પ્રવાસી કોરોના પોઝીટીવ હોય તો ગણતરીના સેકન્ડો કે મિનિટોમાં અનેક લોકો કોરોનાના સંકજામાં સપડાઇ જાય અને ગણતરીના કલાકોમાં કોરોના પોઝિટિવના સેંકડો કેસો વધી જવાની પણ શકયતા ઘણી વધી જાય છે. આ જ પ્રકારે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં દોડતી લકઝરી બસો પણ કોરોનાને લઇ માસ સ્પ્રેડર બની રહી હોય તેવી દહેશત લોકોમાં બની રહી છે.

શહેરના કેટલાક જાગૃત નાગરિકો અને નિષ્ણાતોએ શહેર સહિત રાજયભરમાં કોરોના વાયરસનું સંક્રમણ હજુ વધે નહી અને પરિસ્થિતિ વધુ ગંભીર ના બને તે માટે અગમચેતીના પગલારૂપે ઓલા, ઉબેર, ટેક્સી અને રીક્ષા-લકઝરી પર પણ એએમટીએસ, બીઆરટીએસ અને એસટી બસની જેમ પ્રતિબંધ ફરમાવાય તો કોરોના વાયરસના ફેલાવા પર અંકુશ લગાવી શકાશે અને રોજબરોજ જે સેંકડો-હજારો કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે, તેની પર નિયંત્રણ મેળવવામાં ભારે મદદ મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં એએમટીએસ, બીઆરટીએસ જેવી સેવાઓ પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવાતાં હજારો નાગરિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ તકનો ગેરલાભ લઇ રીક્ષાવાળાઓ દ્વારા મુસાફરો-પ્રવાસીઓ પાસેથી જાણે ઉઘાડી લૂંટ ચલાવી હતી અને બેથી ત્રણ ગણાં ઉંચા અને તગડા ભાડાઓ વસૂલ્યા હતા, જેના કારણે શહેરભરમાં નાગરિકોમાં રીક્ષાવાળાઓની આવી ઉઘાડી લૂંટને લઇ ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આ સંજોગોમાં સરકાર અને તંત્ર દ્વારા પણ આવી બેફામ લૂંટ ચલાવતા રીક્ષાવાળાઓ કે ઓલા-ઉબેર અને ટેકસીવાળા કે લકઝરીવાળા સામે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઇએ તેવી લાગણી પણ નાગરિકોમાં ઉઠવા પામી છે. સાથે સાથે કોરોના વાયરસનું સંક્રમણ શહેર સહિત રાજયભરમાં વધુ વકરે નહી તે હેતુથી સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ઓલા-ઉબેર, ટેક્સી, રીક્ષા અને લકઝરી બસો પર પણ એએમટીએસ, બીઆરટીએસ અને એસટી તંત્રની જેમ પ્રતિબંધ ફરમાવાય તો નાગરિકોના આરોગ્ય અને સુરક્ષાના હિતમાં રહેશે એમ પણ કેટલાક નિષ્ણાતોએ સાફ મત વ્યકત કર્યો હતો. તો, ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે રીક્ષાવાળાઓ અને ઓલા-ઉબેરની આ પ્રકારની નાગરિકો સાથેની ઉઘાડી લૂંટને વખોડતાં જણાવ્યું હતું કે, જો કોઇપણ રીક્ષાવાળા મીટરભાડાથી વધુ ભાડુ ઉઘરાવે તો તેમની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી થઇ શકે છે અને તેમનું ડ્રાઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ થઇ શકે છે. જો કોઇ ગ્રાહ્ક રીક્ષાવાળાની આવી બેફામ લૂંટનો ભોગ બન્યા હોય અને તેઓ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિનો સંપર્ક કરશે તો, અમે ટ્રાફિક ડીસીપી અને તંત્રમાં રજૂઆત કરી તેમને યોગ્ય ન્યાય અપાવીશું. સરકારે અને તંત્રએ તાત્કાલિક ધોરણે કોરોનાની વકરતી સ્થિતિને કાબૂમાં લેવા ઓલા-ઉબેર, રીક્ષાવાળાઓ અને લકઝરી બસના કિસ્સામાં પણ અંકુશ લગાવવાની કાર્યવાહી કરવી જોઇએ કે જેથી નાગરિકોનું આરોગ્ય અને સુરક્ષા જળવાઇ રહે.

Views 🔥 સરકાર અને તંત્ર દ્વારા તાકીદે અંકુશ નહી લગાવાય તો કોરાનાનું સંક્રમણ ખતરનાક હદે ફેલાશે-કેબ ઓલા-ઉબેર, ટેક્સી અને રિક્ષા-લકઝરી માસ સ્પ્રેડર બનવાની ગંભીર દહેશત

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed