દેશમાં મીઠા માટે ના સત્યાગ્રહ પહેલા પાણી માટેનો સત્યાગ્રહ થયેલો!

દેશમાં મીઠા માટે ના સત્યાગ્રહ પહેલા પાણી માટેનો સત્યાગ્રહ થયેલો!

0 0
Spread the love

Read Time:3 Minute, 38 Second

દેશમાં મીઠા માટે ના સત્યાગ્રહ પહેલા પાણી માટેનો સત્યાગ્રહ થયેલો!

દાંડી યાત્રા સૌને યાદ છે, પણ મહાડ ચવદાર તળાવ યાત્રા ભુલાઈ

એ પણ દિવસો હતા જ્યાં પાણી માટે આંદોલન કરવું પડ્યું

અમદાવાદ: હમણાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આઝાદીનો અમૃતોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જેમાં દાંડી યાત્રા પણ થઈ રહી છે. પરંતુ સામાજિક આભડછેટ થી આઝાદી માટે પહેલું પગલું એટલે કે પાણી નો હકનું આંદોલન ભુલાઈ ગયું. મીઠાનો સત્યાગ્રહ ૧૨મી માર્ચ ૧૯૩૦ના રોજ થયો હતો જ્યારે પીવાના પાણીનો અધિકાર માટે પાણીનો સત્યાગ્રહ ૨૦મી માર્ચ ૧૯૨૭ના રોજ થયો હતો.

જાણો મહાડ સત્યાગ્રહ શુ હતો…

મહાડ સત્યાગ્રહ, તા.૨૦/૦૩/૧૯૨૭  પીવાના પાણીનો અધિકાર અછૂતોને આપવવા માટેનો ભારત દેશ નો સૌપ્રથમ ચવદાર તળાવ નો સત્યાગ્રહ  ( પાણી માટે આંદોલન) દુનિયામાં એવો કોઈ દેશ નહીં હોય જ્યાં પાણી જેવી સમસ્યા અને કુદરતી વસ્તુ માટે આંદોલન કરવું પડે. પણ ભારતમાં અછૂત સમાજના લોકોને જાહેર જળાશયો કે તળાવોમાંથી પાણી ભરવાનો કે પાણી પીવાનો અધિકાર નહોતો.

    જે તળાવ કે જળાશયમાંથી આખું ગામ દરેક જાતિ અને ધર્મના લોકો પાણી પી શકતા હોય કુતરા બીલાડા અને ભૂંડ જેવા પ્રાણીઓને નાહવા અને પાણી પીવાનો અધિકાર હોય એ જગ્યાએથી અછૂત સમાજના લોકોને પાણી પીવાનો અધિકાર નહોતો.

મહારાષ્ટ્ર મહાડ ના ચવદાર તળાવમાંથી બધા લોકો પાણી ભરી શકતા હતા પણ અછૂત લોકોને પાણી ભરવાનો કે પાણી પીવાનો અધિકાર ન હતો જો ભૂલથી કોઈ અછૂત ને પાણી પીધા કે પાણી ભરતા જોઈ જાય તોખૂબ મારતા હતા. આખરે બધા ભેગા થઈને બાબા સાહેબને રજૂઆત કરતાં બાબાસાહેબે આયોજન કરી નક્કી કર્યું અને આંદોલન કરવાની જાહેરાત કરી.

     એ સમયમાં કોઈપણ સમાચાર પત્ર કે રેડિયો ના માધ્યમ વગર બાબાસાહેબે ૧૦થી ૧૫ હજાર લોકોને ભેગા કર્યા અને ચવદાર તળાવ તરફ કૂચ કરી અને તળાવને અછૂતો માટે ખુલ્લુ મુકવા માટે પરિષદ કરી. પણ એ પરિષદ માટે કોઈ હિન્દુ પોતાની જગ્યા આપવા રાજી નહોતા ત્યારે એક મુસલમાન ભાઈએ બાબાસાહેબને સભા માટે જગ્યા આપી હતી.

    ગામમાં દરેક લોકો એ નક્કી કર્યું કે આ આંદોલનકારીઓને કોઈએ મદદ કરવી નહીં અનાજ-પાણી કે ઘર વપરાશની કોઈ વસ્તુઓ આપવી નહીં. ૨૦મી માર્ચ ૧૯૨૭ ના દિવસે બાબાસાહેબે સાથે લગભગ ૫૦૦૦ થી વધુ આંદોલનકારીઓ ચવદાર તળાવે પહોંચી ગયા અને સર્વ પ્રથમ બાબાસાહેબે પાણી હાથમાં લઈ લીધું અને કહ્યું કે આ તળાવ બધા માટે ખુલ્લા છે આહવાહન કરતાં જ બધાએ સાથે પાણી પીધું
આ દેશમાં માણસની કિંમત કરતાં પાણીની કિંમત વધારે છે.

Views 🔥 દેશમાં મીઠા માટે ના સત્યાગ્રહ પહેલા પાણી માટેનો સત્યાગ્રહ થયેલો!

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

દેશમાં મીઠા માટે ના સત્યાગ્રહ પહેલા પાણી માટેનો સત્યાગ્રહ થયેલો!

પોલીસની બેવડી નીતિ કેમ? વિડીયો થયો વાયરલ!

દેશમાં મીઠા માટે ના સત્યાગ્રહ પહેલા પાણી માટેનો સત્યાગ્રહ થયેલો!

જીપીએસસી દ્વારા યોજાનારી વિવિધ પરીક્ષાને પગલે કેન્દ્ર આસપાસ પ્રવેશ ઉપર પ્રતિબંધ પરીક્ષા કેન્દ્રો પાસે આવેલા ઝેરોક્સ, કોપીયર મશીન બંધ રાખવા માટે આદેશ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.