પોલીસની બેવડી નીતિ કેમ? વિડીયો થયો વાયરલ!
એક જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક વિસ્તારમાં કરફ્યુ અને બીજે લીલા લહેર
રાત્રે ૧૦ વાગ્યા બાદ પણ ખાણીપીણી સરેઆમ ચાલુ
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ૮ મહાનગર પાલિકાઓમાં રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ જાહેર કર્યો છે. ત્યારે પોલીસ દ્વારા કેટલાક વિસ્તારમાં સખ્તાઈ બતાવીને કડક પણે ધંધો રોજગાર બંધ કરાવવામાં આવે છે. ત્યારે અમદાવાદ પોલીસની બેવડી નીતિને ઉજાગર કરતો એક વિડ્યો એક યુવાને વાયરલ કર્યો.
અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પોલીસ ની ઢીલી અને કડક નીતિઓ એક વિડીયો દ્વારા વાયરલ કરવામાં આવી છે. સરસપુર વિસ્તારમાં એક યુવાને વિડીયો વાયરલ કરી આક્ષેપ કર્યો છે કે પોલીસ બેવડી નીતિ ચલાવે છે.
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની પાછળ આવેલ હંજર સિનેમા પાસે સરકારી કરફયુનો સમય થઈ ગયા બાદ પણ ધંધો રોજગાર અને ખાણીપીણી ખુલ્લેઆમ ચાલે છે. અને શહેર કોટડા પોલીસ સ્ટેશનનો કોઈ પોલીસ કર્મચારી સરકારી આદેશનો કડક અમલ કરાવવા માટે પહોંચતો નથી. જ્યારે બીજી તરફ સરસપુર ચાર રસ્તાની આસપાસની તમામ દુકાનો બંધ કરાવી દેવામાં આવે છે.
Views 🔥