સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો પાટણના વડાવલીથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા રાજ્યવ્યાપી  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો પાટણના વડાવલીથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા રાજ્યવ્યાપી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

0 0
Spread the love

Read Time:7 Minute, 37 Second
Views 🔥 સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો પાટણના વડાવલીથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા રાજ્યવ્યાપી  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો પાટણના વડાવલીથીરાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા રાજ્યવ્યાપી  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં
આ વર્ષના સુજલામ સુફલામ જળ અભિયાનમાં ૧૮,૫૯૦ જળસંચય કામો લોકભાગીદારીથી હાથ ધરી વધુ ર૦ હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારવાનું આયોજન

ગામ-જિલ્લા-તાલુકામાં હરેક નાગરિક અઠવાડિયામાં બે દિવસ શ્રમ યજ્ઞથી સુજલામ સુફલામ જળ અભિયાનમાં જોડાય – જળ અભિયાનને જન અભિયાન બનાવવા મુખ્યમંત્રીનું પ્રેરક આહવાન

-: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી :-


સાધન અને શ્રમના ઉપયોગથી જળસ્ત્રોતોના નવસર્જન દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવીયે

ચોમાસા પૂર્વે પાડેલો પરસેવો જળ સમૃદ્ધિથી વિકાસનો પારસમણિ બનશે.

સુજલામ સુફલામ જળ અભિયાન હરિયાળી ક્રાંતિનું સંવાહક બનશે

રાજ્યમાં જળ સંચય – જળ બચત માટે રિચાર્જ –રિયુઝ રિડયુસની નીતિ સાથે સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જળ સમૃદ્ધ ગુજરાતની નેમ સાથે સુજલામ-સુફલામ જળ અભિયાનના ચોથા ચરણનો પાટણના વડાવલીથી આરંભ કરાવતા આ અભિયાનમાં જન-જનને જોડીને જળ અભિયાન જન અભિયાન બનાવવાનું પ્રેરક આહવાન કર્યુ છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ રાજ્યવ્યાપી અભિયાન બે મહિના રાજ્યમાં ગામ-જિલ્લા-તાલુકા સ્તર સુધી ચાલવાનું છે ત્યારે હરેક નાગરિક, યુવાનો સૌ કોઇ અઠવાડિયામાં બે દિવસ શ્રમ યક્ષથી અભિયાનમાં જોડાય

તેમણે સાધન અને શ્રમના ઉપયોગથી જળસ્ત્રોતોના નવસર્જન દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવી ખેતીવાડી, પશુપંખી અને માનવ વસ્તીને પૂરતું પાણી પુરૂં પાડી વાસ્તવમાં હરિયાળી ક્રાંતિ સાકાર કરવાની નેમ વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીએ ચોમાસા પૂર્વે આ અભિયાનમાં પાડેલો પરિશ્રમનો પરસેવો ચોમાસા પછી જળ સમૃદ્ધિથી  વિકાસના પારસમણિ રૂપે ઉગી નીકળશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતુ કે,રાજ્યના દરેક ખેડૂતના કલ્યાણ માટે ચિંતીત રાજ્ય સરકારે છેવાડાના ખેડૂતની સુખાકારી માટેનું આયોજન કર્યુ છે. છેલ્લા ત્રણ વર્ષથી જળસંચય અભિયાનમાં ૪૨ હજાર લાખ ઘનફૂટ જેટલી જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે.

વિજયભાઇ રૂપાણીએ આ વર્ષે સુજલામ સુફલામ અભિયાનના ચોથા ચરણમાં સમગ્ર રાજ્યમાં ૧૮,પ૮ર જેટલા કામો જનભાગીદારીથી હાથ ધરી ર૦ હજાર લાખ ઘનફૂટ વધારાની જળસંગ્રહ ક્ષમતા ઊભી કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેની વિશદ ભૂમિકા આપી હતી.

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, કાંસની સાફસફાઇ દ્વારા નદીઓ પૂન: જિવીત કરી રાજ્યમાં હરિયાળી ક્રાંતિ લાવવાની દિશામાં સરકારના પ્રયત્નો હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતુ.
પાણી એ પારસમણિ છે અને પાણીના દરેક ટીંપાનો સુવ્યવ્સ્થિત અને સુનિયોજીત ઉપયોગ કરવા રીચાર્જ, રીયુઝ અને રીડ્યુસની નીતિ સાથે રાજ્યને પાણીદાર બનાવવાના અનેકવિધ પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું.

મુખ્યમંત્રીએ સહસ્ત્રલીંગ તળાવ, રાણકીવાવ જેવા પૂરાતન જળસંચય સ્ત્રોતની વિરાસત જેમ જ વર્તમાન સમયમાં નદી, તળાવો, ચેકડેમ વગેરેની સાફ-સફાઇ, ડિસીલ્ટીંગના કામોથી ઉમંગ ઉત્સાહથી આગળ ધપાવી ચોમાસાના આગમનના સ્વાગત માટે આ જળ અભિયાનમાં સૌ જોડાય તેવી અપિલ પણ આ તકે કરી હતી.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખેત તલાવડીઓ બનાવી જળસંચયનું અભિયાન હાથ ધર્યું હતું. તે જ રીતે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકભાગીદારીથી વર્ષ 2018 થી શરૂ કરવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાન-2021 નો આજે શુભારંભ કરવામાં આવ્યો છે.

જળસંચયના કામોમાં લોક ભાગીદારી માટે અપીલ કરતા મંત્રીએ ઉમેર્યું કે, સુજલામ સુફલામ જળ અભિયાન માત્ર સરકારની જ ઝુંબેશ નહીં પરંતુ નૈતિક જવાબદારી સમજી તમામ લોકોએ તેમાં પોતાનું યોગદાન આપવાનું છે.

વધુમાં  ઉમેર્યું કે, ખેડૂતોના  કલ્યાણ માટે  સિંચાઈ માટેના તળાવમાં પાણી ભરવા અગાઉની બે કિલોમીટર ની મર્યાદાને વધારીને મુખ્યમંત્રી દ્વારા ત્રણ કિલોમીટર કરવામાં આવી છે. સાથે જ ગત વર્ષે થયેલા વધુ વરસાદના કારણે થયેલા નુકસાન બદલ આઝાદી બાદ સૌપ્રથમવાર નુકસાનવાળા ગામો ઉપરાંત સમગ્ર તાલુકાના ગામોના ખેડૂતોને સહાય આપવામાં આવી છે.

જળસંપત્તિ સચિવ એમ. કે. જાદવે સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતા વર્ણવી સૌનું સ્વાગત કર્યુ હતું.

આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ, જી.આઇ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત,  જિલ્લા પંચાયતના પ્રમુખ  ભાનુમતિબેન મકવાણા, જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, પ્રદેશ સંગઠનના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ સહિતના હોદ્દેદારો, જળસંપત્તિ વિભાગના સચિવ એમ.કે. જાદવ, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો પાટણના વડાવલીથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા રાજ્યવ્યાપી  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મહારાષ્ટ્રમાં કોરોનાના કહેરને લઇ 15 દિવસનો લોકડાઉન? પરિસ્થિતિ ગંભીર, મુખ્યમંત્રીની ચેતવણી!

સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો પાટણના વડાવલીથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા રાજ્યવ્યાપી  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

ભાજપનાં સાંસદ તથા એક્ટ્રેસ કિરણ ખેરને બ્લડ કેન્સર! ચાર મહિનાથી મુંબઈમાં સારવાર ચાલે છે

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.