મહારાષ્ટ્રમાં કોરોનાના કહેરને લઇ 15 દિવસનો લોકડાઉન? પરિસ્થિતિ ગંભીર, મુખ્યમંત્રીની ચેતવણી!
રીતેશ પરમાર
મહારાષ્ટ્ર સરકારે આપી ચેતવણી!
કોરોનાએ ફરી એક વખત સમગ્ર ભારતમાં હાહાકાર મચાવ્યો છે. આજે કોરોના સંક્રમિત કેસોનો રેકોર્ડ બ્રેક આંકડો નોંધાયો છે, જે ભારતના જુદા જુદા રાજ્યોમાં આશરે 60 હજાર કરતા વધુ હોવાનું સામે આવ્યું છે. જેથી સમગ્ર દેશમાં કોરોનાને લઈ ફફડાટ ફેલાયો છે.જેમાં વાત કરીયે મહારાષ્ટ્ર રાજ્યની તો ત્યાં કોરોનાની સંક્રમણની સ્થિતિ ચિંતા જનક જોવા મળી રહી છે. જેના લીધે રાજ્ય સરકાર લોકડાઉન તરફ રૂખ કરી શકે છે.
જણાવી દઈએ કે કોરોનાના કહેરથી સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં હંગામો થયો છે. જેમાં અમુક શહેરો કોરોનાની સંપૂર્ણ ચપેટમાં આવી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સરકારના ગ્રામીણ વિકાસ પ્રધાન હસન મુશરીફે કહ્યું કે મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના વધતા કેસો અને પરિસ્થિતિને જોઈ લોકડાઉન થવાની પ્રબળ સંભાવના છે.અગાઉ પણ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ઉપ મુખ્યમંત્રી અજીત પવાર તેમજ આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે દ્વારા પણ આવીજ ચેતવણી આપી ચુક્યા છે.તેથી કહી શકાય કે મહારાષ્ટ્રના નાગરિકોને રાજ્યમાં 15 દિવસનો ભારે લોકડાઉનનો સામનો કરવો પડે તેવી પ્રબળ સંભાવનાઓ છે.લોકડાઉન અંગે અંતિમ નિર્ણય બુધવારે કેબીનીટની મિટિંગમાં લેવામાં આવશે.