વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે

વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે

0 0
Spread the love

Read Time:3 Minute, 30 Second
Views 🔥 વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે

વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)

ગુજરાતમાં આવનાર  સંભવિત ‘તૌકતે” વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લેતા લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ તકેદારી અને જાગૃત્તિ કેળવવાથી સુરક્ષિત રહી શકાય છે તેમજ જાનમાલનું નુકસાન થતું અટકાવી શકાય છે. વાવાઝોડાની સ્થિતિમા સૌ પ્રથમ વાવાઝોડા પહેલાની કેટલીક તૈયારીઓ કરવી આવશ્યક છે.

¤ વાવાઝોડા પહેલાની તૈયારી ¤
o રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.
o સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.
o આપના રેડીયો સેટને ચાલું હાલતમાં રાખો, ચકાસી લો.
o સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો.
o ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો.
o માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી.
o અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.
o આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો.
o સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.
o અગત્ય ટેલીફોન નંબર હાથવગા રાખો.

¤ વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા ¤
o જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.
o રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.
o વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
o વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.
o વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી આપવી.
o દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.
o વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી.
o માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.
o અગરિયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.
o ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.

¤ વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી ¤
o બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી.
o અસરગ્રસ્તોની મદદ કરવી બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા.
o જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી.
o ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ અને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું.
o અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે

ગૃહ રાજ્યમંત્રીના હસ્તે એવોર્ડ લેનાર પીઆઇના વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે રૂ. ૧.૪૦લાખનો દારૂ ઝડપ્યો

વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે

“તૌકતે” વાવાઝોડું : રાજયના ૧૭ જિલ્લાના ૬૫૫ સ્થાળાંતર કરવા પાત્ર ગામો માંથી એક લાખથી વધુ નાગરિકોનુ સ્થાળાંતર કરાયુ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.