તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગરીબોને રાશનની કીટ આપવામાં આવી
વાવાઝોડામાં ભૂખ્યા પરિવારોની મદદે અમદાવાદના આઇપીએસ આવ્યા
પોલીસ કમિશનર અને જોઈન્ટ કમિશનરે ભેગા થઈને ગરીબ લોકો માટે રાશનની વ્યવસ્થા કરી.
વાવાઝોડાના કારણે ઘણા પરિવારે રાતથી કશું ખાધું નહોતું.
અમદાવાદ: શહેરમાં તૌકતે વાવાઝોડાની ભયંકર અસર રહી હતી.જેમાં અનેક લોકોના કાચા મકાન તૂટી ગયા હતા.ત્યારે રોજ કમાઈને રોજ ખાનારા લોકોને અનેક લોકોને એક ટંકનું જમવાનું પણ નસીબ ન થયું હતું. ઘણા લોકો મદદ પર જીવન નિર્વાહ કરતા હતા પણ વાવાઝોડામાંએ મદદ પણ ન મળી. આખરે આજે પોલીસ ફરી માનવતા અદા કરવા પહોંચી હતી. સિનિયર IPS અધિકારીઓ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ભૂખ્યા અને મજબુર લોકોને કીટ વહેંચી હતી. જેમાં અનેક પરીવારને રાહત મળી હતી.
કુદરતી આપત્તીમાં ઝૂંપડામાં રહેતા ગરીબો નિઃસહાય બન્યા
તૌકતે વાવાઝોડાના કારણે ગઈકાલે બપોરે ભારે પવન અને વરસાદ શહેરને ધમરોળ્યું હતું. જેના કારણે અનેક બેસહારા અને નિઃસહાય લોકો કુદરતની આફત વચ્ચે ફસાયા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા લોકોને કાચા મકાન તૂટી ગયા અને વાવાઝોડામાં બાળકો સાથે આ પરિસ્થિતિમાં ફસાયા હતા.
પોલીસે રાશનની કીટનું વિતરણ કર્યું
બીજી તરફ હાલ શહેરમાં મીની લોકડાઉન છે જેમાં અનેક મજૂરી કરીને પરિવારનું પૂરું કરતા હતા તેવા લોકો કામ ન મળતા પહેલાથી પરેશાન હતા. તેમને પણ કાલે જેમ તેમ કરીને રાત કાઢવી પડી હતી. સમગ્ર લોકોની વ્યથા જાણીને મદદ કરવા માટે લોકો આગળ આવી રહ્યા છે.જેમાં આજે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સંયુક્ત પોલીસ કમિશનર અજય ચૌધરીએ મદદ કરવાનું નક્કી કર્યું હતી.જેના લીધે આજે શહેરના મેમકો વિસ્તરમાં અનેક લોકોને જીવન જરૂરી વસ્તુઓ પુરી પાડી હતી.