પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની ૩૦મી પુણ્યતિથિએ કોંગ્રેસના ૬૫ ધારાસભ્યો એમ્બ્યુલન્સ આપશે.
અમદાવાદ: દેશના પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજી ની 30 મી પુણ્યતિથિ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પ્રાતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી જ્યાં કોંગ્રેસ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિતભાઇ ચાવડા સહિત ધારાસભ્ય હિમ્મતસિંહ પટેલ, શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાળા સહિત અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના ઈન્ચાર્જ પ્રમુખ ચેતન રાવલ ઉપસ્થિત રહી રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા કોરોનાના દર્દીઓને લાભાર્થે ૨ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું. સાથે સાથે ગુજરાત કોંગ્રેસના તમામ ૬૫ ધારાસભ્યો પોતાની ગ્રાન્ટ માંથી એમ્બ્યુલન્સની ફાળવણી કરશે તેવી જાહેરાત કરી.
આજે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ રાજ્યમાં ઠેર ઠેર સેવા કાર્યો કરશે. કોરોના સામેની લડાઈમાં લોકોને જાગૃતિ સાથે માસ્ક વિતરણ કરી. કોરોના માટે વેકસીનેશનના રજીસ્ટ્રેશન પણ કરાવશે.