Amphotericin-B Injection IP 50 mg ના કાળાબજારીયા ઓ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની રેડ લેભાગુ તત્વો ભુગર્ભમાં!
અમદાવાદ: કોરોના બાદ મ્યુકરમાઇક્રોસીસ મહામારીના દર્દીઓ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. અને મ્યુકરમાઇક્રોસીસ બીમારીને ગુજરાત રાજ્ય સરકારે મહામારી જાહેર કરી છે. ત્યારે મ્યુકરમાઇક્રોસીસની સારવાર માટેના ઇન્જેક્શન Amphotericin-B Injection ના કાળા બજાર થતા હોવાની ફરિયાદના પગલે રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સફાળું જાગ્યું છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશ્નર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે કે, કોરોનામહામારીમા
મ્યુકરમાઇકોસીસની સારવાર માટે Amphotericin-B Injection IP 50 mg નો અતીઆવશ્યક દાવા તરીકે ઉપયોગ થાય છે. તેવા ઇન્જેક્શનની અમદાવાદ ખાતે હોટલ ટી.જી.બી. ની ગલીમાં એક વ્યક્તિ કાળાબજારી કરતો સંકેત તંત્રને મળતા તંત્ર દ્વારા રેઈડ કરવામા આવી હતી તે દરમિયાન ઇન્જેક્શનની કાળાબજારી કરતો સંકેત પટેલને ૨ ઇંજેક્શન અને રૂ.૧૨,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો છે જેના પરિણામે આવા લેભાગુ તત્વોમા ફફડાટ વ્યાપી ગયો છે અને ભૂગર્ભમા જતા રહ્યા છે.
તેમણે ઉમેર્યુ કે, આ ઇંજેક્શન ઉપર કોઇપણ પ્રકારની વિગતો જેમ કે, દવાના ઉત્પાદક્નું નામ, લાયસન્સ નંબર વિગેરે જેવી વિગતો દર્શાવેલ ન હતી આમ એ દવા બનાવટી હોવાની પુરી શક્યતા વર્તાઈ રહીલ છે.આ દવાનો નમુનો ખોરાક અને ઔષધ પ્રયોગશાળા ખાતે ચકાસણી માટે મોકલી આપવાની કાર્યવાહી ચાલુ છે. આ ઇંજેક્શન ક્યાંથી અને કોની પાસે મેળવ્યા તે અંગે અધિકારીઓએ સઘન પુછપરછ કરતાં જાણવા મળ્યુ છે કે અમદાવાદની હોટલ ટી.જી.બી.ની ગલીમાં આવેલ ગ્લોબલ મેડીકલ સ્ટોરના સંચાલક પવન પટેલના મેળાપીપળામાં આ ઇંક્શનનું ખરીદ વેચાણ થયુ હતું આ ઇંજેક્શન તેઓએ અડાલજના અટલ આવાસ યોજનામાં રહેતા તેઓના રૂમ પાર્ટનર જીગ્નેશ ચૌહાણ પાસેથી મેળવ્યા હોવાનું આ બાબતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સઘન તપાસ હાથ ધરી છે. આથી નાગરિકો એ પણ આવા લેબલ વગરના કોઇપણ ઇન્જેક્શન બજારમાંથી લેભાગુ માણસો પાસેથી ખરીદવા નહી.