નરોડાના MLA બલરામ થાવાણી એ રોડ રસ્તાની રજુઆત કરનાર નાગરીકને કહ્યું શિસ્ત અને મર્યાદામાં રહો,કહ્યું MLA સેવક હોય ગુલામ નહી!
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)
અમદાવાદ નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી અને વિવાદોનો જાણે કોઈ જૂનો સંબંધ હોય તેમ અવારનવાર કોઈને કોઈ વિવાદમાં સપડાઈ જતા હોય છે. કોઈપણ વ્યક્તિ પોતાની સમસ્યાઓ ની રજુઆત કરે એ પછી રૂબરૂ હોય કે ટેલિફોનિક ધારાસભ્ય બલરામ થાવાણીને લાગે છે ગમતુજ નથી. નરોડાના એક જાગૃત નાગરિકે પોતાના વિસ્તારમાં રોડ ઉપર પડી ગયેલા ભુવા માટે સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆતો કરી છતાં તેમની સમસ્યાનો નિરાકરણ ના થતા છેવટે તેમણે નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીને સોશ્યલ મીડિયા ઉપર મેસેજ કરી ફોટા મોકલ્યા હતા. પરંતુ ધારાસભ્ય બલરામ થાવાણીએ એ યુવકની સમસ્યાનો નિકાલ કરવાને બદલે તેમને બ્લોક કરી દીધા હતા. જેથી યુવકે ધારાસભ્યનો ટેલિફોન ઉપર સંપર્ક કર્યો હતો. અને ટેલિફોન ઉપર વાતચીત દરમ્યાન ધારાસભ્ય બલરામ થાવાણીની જીભ લપસી ગઈ હતી. અને આ સમગ્ર વાતચિતની એક ઓડિયો કલીપ વાયરલ થતા MLA સાહેબ ફરી એક વખત વિવાદમાં સપડાયા હતા.
ઇલેકશન સમયે ઉમેદવાર બનીને લોકોની સોસાયટીઓ અને ઘરે ઘરે જઈ મોટા વચનો અને લોભામણાં વાયદાઓ આપી ભોળી જનતા પાસેથી વોટ માંગનારા નેતાઓ અને મંત્રી બન્યા બાદ જાણે તૂ કોણ અને હુ કોણની પદ્ધતિ અપનાવતા નજરે પડે છે. કેટલાક નેતાઓ તો જાણે જનતાને પોતાની ગુલામ સમજતા હોય તેવું વર્તન કરતા હોય છે. પણ એ કદાચ ભુલી જાય છે કે આ જનતાના વોટ થીજ તમે સરકારી બંગલામા રહો છો અને સરકારી ગાડીઓમા ફરો છો.પ્રજાને પડતી મુશ્કેલીઓનો નિકાલ કરવાની સ્થાનિક નેતાઓની ફરજ બને છે, તેમ છતાં અમુક નેતાઓ પોતાની નૈતિકતા ભુલી જતા હોય છે.
વાત કરીયે નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીની તો અગાઉ પણ એક મહિલા કે જે કુબેરનગર ખાતે પોતાના વિસ્તારમાં પાણીની સમસ્યાની રજૂઆત કરવા બલરામ થાવાણીની ઓફિસે ગયા હતા. જ્યાં મહિલા અને તેના સમર્થકોની ઉગ્ર રજુઆત સાંભળી ધારાસભ્ય બલરામ થાવાણી ગિન્નાઈ ગયા હતા. અને ત્યારબાદ ઓફિસની બહાર મહિલા અને રજુઆત કરવા આવેલા લોકો સાથે મારામારી કરવામાં આવી હતી. જેમાં ખુદ બલરામ થાવાણીનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં નેતાજીએ રજુઆત કરવા આવેલી મહિલા કાર્યકર્તાને લાત મારતા નજરે પડ્યા હતા. જે મુદ્દો ભાજપ હાઇકમાન્ડ દિલ્હી સુધી પહોંચી ગયો હતો.
જયારે હાલ એક નવો વિવાદ સામે આવતા ધારાસભ્ય બલરામ થાવાણીની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. નરોડા વિસ્તારમાં રોડ ઉપર પડેલા ભુવા ની રજુઆત કરતા એક વ્યક્તિને MLA બલરામ થાવાણી જણાવે છે કે શિસ્ત અને સભ્યતામા રહો હુ, જનતાનો સેવક છુ ગુલામ નથી.જો જનતાના સેવક વાતવાત ઉપર ગુસ્સે ભરાઈ જઈને હાથ ઉપાડે કે શિસ્ત અને સભ્યતા શીખવાડે તે કેટલું યોગ્ય છે.એટલુંજ નહી પણ અગાઉ પણ આ MLA સાહેબ દ્વારા એક સમાજને ગંદકી કહી આખા સમાજનો અપમાન કર્યો હતો. જેથી કહી શકાય કે નેતાજી બલરામ થાવાણી અને વિવાદોનો જૂનો સંબંધ તો નથી ને? પરંતુ સમગ્ર ઓડિયો કલીપમા થયેલી વાત ચિતમાં સ્પષ્ટ સમજાઈ આવે છે, કે નરોડા વિધાનસભાના ધારાસભ્ય ને કોઈ રજુઆત કરે તો તેમને ગુસ્સો આવી જાય છે. નરોડાના જાગૃત નાગરિકની રજુઆત સાંભળી MLA બલરામ થાવાણી દ્વારા તેમની સમસ્યાનો નિરાકરણ કરી આપવાની બાહેંધરી તો આપી છે, પણ એ જોવાનું રહેશે કે આખરે તેમની સમસ્યાનું સમાધાન ક્યારે કરવામાં આવશે.