જામનગરમાં બરતરફ કરાયેલ પોલીસકર્મી દ્વારા કરાઈ યુવકની હત્યા!

જામનગરમાં બરતરફ કરાયેલ પોલીસકર્મી દ્વારા કરાઈ યુવકની હત્યા!

0 0
Spread the love

Read Time:3 Minute, 44 Second
Views 🔥 જામનગરમાં બરતરફ કરાયેલ પોલીસકર્મી દ્વારા કરાઈ યુવકની હત્યા!

રેતીના ધંધાને લઈ કરાઈ હત્યા…

જમીન માફિયા બાદ હવે રેતી માફિયાઓ પર ક્યારે લાગશે લગામ: પ્રજા.

જામનગર: પ્રજાની રક્ષા કરતી પોલીસ જ જ્યારે ભક્ષક બની જાય ત્યારે લોકોની પોલીસ પ્રત્યેની વિચારસરણી બદલાઈ જતી હોય છે તેવી જ એક ઘટના જામનગર ખાતે બની છે જ્યાં સસ્પેન્ડ પોલીસ કર્મીએ યુવકની હત્યા કરી હોવાનું સામે આવતા ચકચારી મચી જવા પામી છે.

રજવાડું શહેર ગણાતા જામનગર શહેરને જાણે કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી જામનગરમાં ફાયરિંગ, હત્યા, અપહરણ જેવા ગુનાહિત કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે એવામાં પણ જ્યારે ખાખી જ જો ગુનેગારની ભૂમિકા ભજવે તો વાત જ કંઈક અલગ થઈ જાય છે. જામનગર શહેર ખાતે એક સસ્પેન્ડ પોલીસ કર્મી દ્વારા યુવકની હત્યા કરતા આખી ઘટના સામે છે. શહેરના ઠેબા ચોકડી પાસે 23 વર્ષના યુવાન યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજાની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવરાજસિંહ હોટલ બહાર બેઠો હતો ત્યારે પોલીસ કર્મી ઇશ્વરસિંહ સતુભા જાડેજા પોતાની કારમાં ઘસી આવી યુવકને ટક્કર મારી જેમાં ઝઘડો થયો લોકોએ સમજાવવાના પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરસિંહ દ્વારા તેમની ગાડીમાં રાખેલ છરી વડે યુવકના ગળા પર ઘા મારતા યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. રેતીનાં ધંધા અને ડ્રાઈવરો ની અદલાબદલી ને લઈ આ હત્યા કરવામાં આવી હોય તેવું જાણવા મળ્યું હતુ. આ ઘટનાની જાણ થતાં જ જામનગર એસપી દીપેન ભદ્રન સહિત એલસીબી, એસઓજી નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી..

પોલીસ તપાસમાં હત્યા રેતીના ધંધાને કારણે થઈ હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ દરમ્યાન આ હત્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેને પોલીસે કબ્જામાં લઈ આગળની તપાસ વધુ તેજ બનાવી છે તેમજ જુદી જુદી ટિમો બનાવી બરતરફ પોલીસ કર્મી અને તેનો ભાઈ સાથીદારો પોલીસના હાથવેંતમાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહયું છે. એક બરતરફ કરાયેલ પોલીસ કર્મી દ્વારા જ હત્યાને અંજામ આપતા ખાખી પર ઘણાય સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે.

જામનગર જિલ્લામાં રેતીનો ધંધો મોટા પાયે ચાલી રહ્યો છે.. જેના લીધે અવાર નવાર આવી બાબતો વિકરાળ ઘટનાનું સ્વરૂપ લેતી હોય છે. જિલ્લામાં રેતી ખનન કરતા માફિયાઓ પણ ઘણા સક્રિય હોવાનું પ્રજાના મુખે ચર્ચાઈ રહ્યું છે જિલ્લા એસપી દ્વારા આવતા જ જમીન માફિયા પર લગામ લગાવી દીધી છે ત્યારે હવે રેતી ખનન માફિયાઓ પર લગામ લગાવવામાં કેટલો સમય લેશે તે તો આવનાર સંમય જ બતાવશે..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

જામનગરમાં બરતરફ કરાયેલ પોલીસકર્મી દ્વારા કરાઈ યુવકની હત્યા!

રમતવીરોને તાલીમ આપવા ઈચ્છુક વ્યક્તિ-સંસ્થા માટે સોનેરી તક.. રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા કક્ષાએ “ખેલો ઈન્ડિયા સેન્ટર” શરુ કરવા માટે દરખાસ્ત મંગાવવામાં આવી.

જામનગરમાં બરતરફ કરાયેલ પોલીસકર્મી દ્વારા કરાઈ યુવકની હત્યા!

અંબાજી આદ્યશક્તિ હોસ્પીટલની સુવિધામાં વધારોઃ શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 2 બાયપેપ મશીન આપવામાં આવ્યા

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.