મ્યુકરમાઇકોસિસ માટેના Amphotericin B (Lyophillised) ઇન્જેકશનના વિતરણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા હાથ ધરવામાં આવી..

મ્યુકરમાઇકોસિસ માટેના Amphotericin B (Lyophillised) ઇન્જેકશનના વિતરણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા હાથ ધરવામાં આવી..

0 0
Spread the love

Read Time:3 Minute, 15 Second
Views 🔥 મ્યુકરમાઇકોસિસ માટેના Amphotericin B (Lyophillised) ઇન્જેકશનના વિતરણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા હાથ ધરવામાં આવી..

મ્યુકરમાઇકોસિસ માટેના Amphotericin B (Lyophillised) ઇન્જેકશનના વિતરણ માટે
સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા હાથ ધરવામાં આવી..

ઇન્જેક્શનના વિતરણ બાબતે 6357365462 પરથી સંપૂણ માહિતી મેળવી શકાશે

અમદાવાદ;: પ્રવર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ ઇન્જેકશન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી પડતર કિંમતે મળી રહે તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
બે દિવસથી શરૂ કરાયેલ સમગ્ર વ્યવસ્થામાં ગઇ કાલ તારીખ ૨૫ મી ના રોજ આવેલ ૨૨૫ અરજીઓમાંથી પૃથ્થકરણ કર્યા બાદ ૧૧૨ અરજીઓ ફાઇનલ કરવામાં આવી હતી. જેના આધારે ૩૬૪ ઇન્જેકશન વિતરણ કરવામાં આવ્યા હતા.

તારીખ ૨૬ મી મે ના રોજ શહેરની ૧૨ ખાનગી હોસ્પિટલમાંથી આવેલ અરજીઓનું પૃથ્થકરણ કર્યા બાદ ૧૧૨ અરજીઓ ફાયનલ કરવામાં આવી હતી. જેના આધારે ૩૬૪ ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
આમ બે દિવસમાં ૪૬  ખાનગી હોસ્પિટલમા સારવાર મેળવી રહેલ ૨૩૪ દર્દીઓ માટે ૭૮૪ ઇન્જેકશન વિતરણ યુધ્ધના ધોરણે કરવામાં આવ્યા છે.

ઘણાં કિસ્સામાં ખાનગી હોસ્પિટલ અને સારવાર મેળવી રહેલ દર્દી બંને દ્વારા ઇન્જેકશન માટે અરજીઓ કરવામાં આવી હતી. જેમાંથી પૃથ્થકરણ કરીને ફાઇનલ કરેલ અરજીઓના લાભાર્થીઓને સંપર્ક કરી સિવિલ હોસ્પિટલમાંથી ઇન્જેકશનનો જરૂરી જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સીવિલ હોસ્પિટલની ઓ.પી.ડી. બિલ્ડીંગમાં એમ્ફોટેરેસીન બી ઇન્જેકશન ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. સવારે ૯ થી ૧૨ ના સમયગાળા દરમિયાન ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલ દર્દીના ડોક્યુમેન્ટસ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ઇ-મેલ આઇ.ડી. chaamphobdistribution@gmail.com પર મોકલવાના રહે છે.
જેના આધારે તમામ ડોક્યુમેન્ટસનું પૃથ્થકરણ કરીને બપોરે ૩ થી ૫ ના સમયગાળા દરમિયાન ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની બારી નં. ૧૦ થી ૧૨ માં ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવે છે. વધુ વિગતે માહિતી મેળવવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા 6357365462 નંબર કાર્યરત  કરવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

મ્યુકરમાઇકોસિસ માટેના Amphotericin B (Lyophillised) ઇન્જેકશનના વિતરણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા હાથ ધરવામાં આવી..

સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોના મતે.. લાયોફિલાઇઝ એમ્ફોટેરેસીન બી ‘લાઇફ સેવિંગ (જીવનરક્ષક) ઇન્જેકશન છે.

મ્યુકરમાઇકોસિસ માટેના Amphotericin B (Lyophillised) ઇન્જેકશનના વિતરણ માટે સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા હાથ ધરવામાં આવી..

રાજકોટ (બેડી) માર્કેટીંગ યાર્ડ ધમધમતુંઃ વિવિધ જણસોની આવક શરૂ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.