રાજકોટ (બેડી) માર્કેટીંગ યાર્ડ ધમધમતુંઃ વિવિધ જણસોની આવક શરૂ

0
રાજકોટ (બેડી) માર્કેટીંગ યાર્ડ ધમધમતુંઃ વિવિધ જણસોની આવક શરૂ
Views: 85
0 0
Spread the love

Read Time:2 Minute, 22 Second
Views 🔥 રાજકોટ (બેડી) માર્કેટીંગ યાર્ડ ધમધમતુંઃ વિવિધ જણસોની આવક શરૂ

રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં ૧૨ હજાર કવિન્ટલ મગફળી સહિત કુલ ૨૮૪૬૫ કવિન્ટલ વિવિધ જણસોની આવક

મગફળીના ૨૦ કિલોના મહત્તમ રૂા. ૧૨૯૦ ભાવ ઉપજયા 

રાજકોટ તા. ૨૬ મેઃ- રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી અને કપાસ સહિતના પાકની આવકને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેંચાણ અર્થે આવી રહી છે. આંશીક લોકાડાઉનમાં મૂક્તિ મળતાં માર્કેટીંગ યાર્ડ પુનઃ ધમધમતા થયા છે.

રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે આજ રોજ ૧૨૦૦૦ કવીન્ટલ મગફળીની આવક સહિત કુલ ૨૮૪૬૫ કવીન્ટલ વિવિધ જણસોની આવક થઇ છે.  જેમાં  મગફળી જાડી ૮૪૦૦ કવીન્ટલ તથા મગફળી જીણી ૩૬૦૦, ધાણા ૨૪૦૦ કવીન્ટલ, જીરૂ ૧૨૦૦ કવીન્ટલનો મુખ્યતવે સમાવેશ થાય છે.
જેમાં મગફળીના લઘુત્તમ ૨૦ કીલોના રૂ. ૧૦૫૦ થી મહત્તમ રૂા. ૧૨૯૦ ઉપજયા છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીએ  આ અંગે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવાના ઉદેશ્ય થી માર્કેટીગ યાર્ડમાં કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ આ સપ્તાહથી આંશિક લોકાડાઉનમાંથી આંશિક મુક્તિ મળતાં અને કોરોના સંક્રમણમાં રાહત થતાં રાજકોટ જિલ્લાના માર્કેટીંગ યાર્ડો પુનઃ ધમધમતા થયા છે. રાજકોટ સ્થિત માર્કટીંગ યાર્ડમાં પણ વિવિધ જણસોની આવક શરૂ થઇ છે. જેને પગલે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અર્થતંત્રમાં નવો પ્રાણ ફુંકાયો છે. ખેડુતોને આવક થતાં ખાતર, બિયારણ સહિતની ખરીદીમાં મદદ મળી રહેશે. આથી ખડુતોમાં પણ હર્ષની લાગણી છવાઇ છે. આમ ગામડામાં આર્થિક પ્રવૃતિના વિકાસના પગલે જિલ્લાના અને રાજયની આર્થીક પ્રવૃતિ પણ વેગવાન બનશે.    

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *