માત્ર છ માસના ગંભિર કોરોનાગ્રસ્ત બાળકને ઘનિષ્ઠ સારવાર થકી નવજીવન આપતા રાજકોટ સીવીલ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના તબીબો

0
માત્ર છ માસના ગંભિર કોરોનાગ્રસ્ત બાળકને ઘનિષ્ઠ સારવાર થકી નવજીવન આપતા રાજકોટ સીવીલ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના તબીબો
Views: 93
0 0
Spread the love

Read Time:5 Minute, 2 Second
Views 🔥 માત્ર છ માસના ગંભિર કોરોનાગ્રસ્ત બાળકને ઘનિષ્ઠ સારવાર થકી નવજીવન આપતા રાજકોટ સીવીલ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના તબીબો

માત્ર છ માસના ગંભિર કોરોનાગ્રસ્ત બાળકને ઘનિષ્ઠ સારવાર થકી નવજીવન આપતા
રાજકોટ સીવીલ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના તબીબો

રાજકોટ સીવિલ હોસ્પિટલની સિધ્ધીમાં ઉમેરાયું વધુ એક સ્વર્ણપિંચ્છ

રાજકોટ તા.૨૮ મેઃ- કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે અત્યાર સુધી પડદા પાછળ રહીને સૌથી મહત્વની ભુમિકા ભજવનાર પિડીયાટ્રીક વિભાગ રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ના બાળ દર્દીઓ તથા અન્ય દર્દીઓને જરૂરી અને અગત્યની સારવાર આપીને રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અનેક બાળ દર્દીઓ પીડિયાટ્રીક વિભાગના ડોક્ટરોની શ્રેષ્ઠ સારવાર મેળવી રહ્યા છે.

પગલીનો પડનાર હજુ સુષ્ટ્રીમાં આવ્યો જ હોય તેવું બાળક જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે કોઈનું પણ હ્રદય વલોવાઈ છે. આવી જ ધટના મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દેવડી ગામે રહેતા છ માસના બાળક અદિત વિકાણી સાથે બની હતી. તેના વિશે પિડીયાટ્રીક વિભાગના ડો. મનાલી જાવિયા જણાવે છે કે, અદીતને ચાર દિવસથી તાવ ઉધરસ, અને એક દિવસથી શ્વાસની સમસ્યા હતી. બાળકનું શરીર એકદમ ફિક્કુ પડી ગયુ હતુ તથા તેના લીવર અને સ્પલીન (બરોડ) પર સોજો આવી ગયો હતો. સામાન્ય રીતે બાળકોમાં લોહીના ટકા ૧૦.૦૦ થી વધુ જોવા મળે છે પરંતું અદિતમાં તેનું પ્રમાણ ૩.૦૧ ટકા જેટલુ હતું તથા ઓક્સિજનનું લેવલ ૮૦ જેટલુ થઈ ગયુ હતું. મારી કરીયરમાં અત્યાર સુધીમાં જોયેલા કેસમાં સૌથી ક્રિટીકલ કેસ હતો.

છ માસના બાળક અદિતની સારવાર અંગે ડો. જાવિયા જણાવે છે કે, સુપ્રિટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદી તથા અમારા પીડીયાટ્રીક ડિપાર્ટમેન્ટ હેડ ડો. પંકજ બુચ ના માર્ગદર્શન હેઠળ તથા પ્રોફેસર આરતી મકવાણા અને પલક હપાણીના સહકારથી અમારી ટીમ બાળકની સારવાર કરતી હતી. બાળકને સિવીલમાં લાવવામાં આવ્યો ત્યારે તેને ચાર દિવસ હાઈ-ફ્લો નોઝલ કેન્યુલા પર રાખવામાં આવ્યો હતો. સાથે સાથે તેની અન્ય સારવાર ચાલુ હતી…. આ સમય દરમ્યાન તેના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોવાથી ૩ બોટલ લોહી ચડાવ્યું હતું જેથી તબીયતમાં સુધારો જણાયો હતો…. પરંતુ  બાળકની સ્વાસ્થયની પરિસ્થિતિ સંતોષ કારક હોવાનું પ્રતિત થતું ન હતું. આથી તેનો ડી-ડાયમર ટેસ્ટ કરાતા તેનો ડિ-ડાઈમર રેશિયો સામાન્ય કરતા ૮ ગણો વધુ હતો. બાળકની પરિસ્થિતિ નાજુક હતી….આવા સંજોગોમાં તેને રેમડેસિવિર આપવામાં આવ્યું. તેના પરીણામે બાળકની તબિયતમાં વધુ સુધાર જોવા મળ્યો હતો. ૪ દિવસ તેને સાદી કેન્યુલા પર રાખવામાં આવ્યો હતો. બે દિવસ ઓક્સિજન વગર રાખવામાં આવ્યો હતો. તબીયત સામાન્ય થતા અદિતને રજા આપવામાં આવી.

બાળકના પિતા દશરથભાઈ વિકાણી એ સીવિલની સારવાર અંગે જણાવતા કહ્યુ હતું કે, મારો દિકરાની તબિયત બગડતા અમે ગભરાઈ ગયા હતા. અમે ગામડેથી સીધા જ રાજકોટ સિવીલમાં સારવાર કરાવવા પહોંચી ગયા હતા. મને રાજકોટ સિવીલની સારવાર ઉપર ભરોસો છે કારણકે મેં પણ ભૂતકાળમાં કોરોનાની સારવાર અહીં જ કરાવી છે. મારી દીકરી તથા પત્નીની સારવાર પણ અહીં જ કરાવી છે. રાજકોટ સિવીલમાં સાચી, સારી અને સુંદર સારવાર અંગે મારા વિશ્વાસને સિવીલના તમામ ડોક્ટરોએ સાચો ઠેરવ્યો, એનો મને આનંદ છે. ડોક્ટરો પણ નિયમીત અને સમયસર આવીને બાળકનું ચેક અપ કરતા. મારા દિકરાની તબિયત ખુબ જ સારી છે. આટલી સારી સારવાર આપવા બદલ સિવિલ હોસ્પીટલના તમામ સ્ટાફને ભગવાન સુખી રાખે……… બાળકોની સારવાર અને શુશ્રૃષા કરતા સિવિલના ડોક્ટરોની કામગીરી જોઈને માતા-પિતાઓ લાખ-લાખ દુવાઓ આપે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed