ગુજરાત બીજેપી થ્રિ ઇડિયટના સાઇલેન્સર થીયેરીને સહારે
ફિલ્મ થ્રિ ઈડિયટ્સમાં સાઇલેન્સર જયારે પોતે ફર્સ્ટ આવે એમ ના હોય ત્યારે તે બીજા વિદ્યાર્થીઓને અવળા માર્ગે દોરી એમના માર્ક ઓછા આવે તેવા પ્રયાસ કરતો હોય છે. ગુજરાત બીજેપી પણ આજ કાલ કૈક એમજ કરવાના મૂડમાં છે. વાત એમ છે આવતા વર્ષે ગુજરાતમાં ચૂંટણીઓ છે અને કોરોનાની બીજી લહેર બાદ બીજેપીની લોકપ્રિયતામાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. એવામાં બીજેપી સમય બગાડ્યા વગર તરત નવી રણનીતિ સાથે મૈદાને ઉતરી પડી છે. અને ત્રીસ વર્ષ થી ગુજરાત માં સત્તા સુખ ભોગવી રહેલી બીજેપીને આ વખતે સ્વર્ણિમ સંકુલ ખાલી ના કરવું પડે એ માટે એ કોંગ્રેસના આંતરિક વિખવાદનો પૂરો લાભ લેવા માંગે છે.
હાલમાં થયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાન સભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઈ કમાન્ડને પોતાના રાજીનામાં ધરી દીધા હતા જે સ્વીકારાઈ પણ લેવાયા હતા. પરુંતુ ત્યાર બાદ કોરોના મહામારી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના આકસ્મિક દેહાંતના કારણે દિલ્લીથી પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નવા નેતાનું સિલેક્શન અટકી પડ્યું હતું. પણ હવે ફરીથી આ બંને જગ્યાઓ માટે કોંગ્રેસ મોવડી મંડળે ચક્રો ગતિમાન કરી દીધા છે. જેમાં પ્રદેશ પ્રમુખ માટે ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, હાર્દિક પટેલ અને અર્જુન મોઢવાડીયાના નામોની ચર્ચા ચાલી રહી હતી.
આ તમામ સમાચારો વચ્ચે સૂત્રો મળેલ માહિતી પ્રમાણે ગુજરાત બીજેપી ગમેતે જોરે ભરતસિંહ ને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બનવાથી રોકવા માંગે છે. જેની પાછળ તેમનું ગણિત એ છે કે જયારે 2017 માં ભરતસિંહ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ હતા ત્યારે બીજેપી 100 ના આંકડા સુધી પણ પોહચી નતી શકી. ઉપરથી ઠાકોર ક્ષત્રિય સમાજ, ઉત્તર ગુજરાત, આણંદ અને મધ્ય ગુજરાત સાથે સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં ભરતસિંહની પક્કડ ઘણી સારી છે. અને જે રીતે ભરતસિંહ કોરોનાને માત આપીને પાછા આવ્યા તેના કારણે શહેરી વિસ્તારોમાં પણ તેમની લોકપ્રિયતા વધી છે.
ગુજરાત બીજેપી આજની પરિસ્થિતિમાં કાચુના કપાઈ જાય એ માટે કોંગ્રેસનિજ અંદર ભરતસિંહ સામેના જૂથને તમામ પ્રકારની મદદ કરી રહી છે. બીજેપીના મોટા નેતાઓએ ભરતસિંહ સામે બીજા તમામ નેતાઓને એકઠા કરી દીધા છે અને કોંગ્રેસ હાઈ કમાન્ડમાં પણ એવા સંદેશ પોહ્ચ્તા કર્યા છે કે તેઓ ભારતસિંહના બદલે સામેના જૂથ એટલે કે બીજેપીના હિતેચ્છુ જૂથ માંથી કોઈને પ્રદેશ પ્રમુખ બનાવે, જેથી બીજેપી મિશન 2022 આશાનીથી પાર પડી શકે. હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ હાઈ કમાન્ડ કોને પસંદ કરે છે બીજેપીના સાઇલેન્સર ને પછી કોંગ્રેસના રેન્ચો ભરતસિંહને.