દલિત, છારા, મુસ્લિમ સમાજ વિરુદ્ધ ઝેર ઓકતી ટિપ્પણીઓ કરનાર શખ્સ વિરૃદ્ધ વટવા જીઆડીસી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીનો ગુનો નોંધાયો!
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)
સોશ્યલ મીડીયામાં ચોકીદાર સંતોષ નિહલાણી (સિંધી)એ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર ખુબજ વાંધાજનક પોસ્ટો મૂકી દલિત સમાજ, છારા સમાજ, મુસ્લિમ સમાજ તથા કોંગ્રેસ પક્ષના નેતાઓ તેમજ મહિલાઓ વિશે અભદ્ર અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. જેની જાણ અમદાવાદના વટવા વિસ્તારમા રહેતા દલિત સમાજના સામાજિક કાર્યકર છોટાભાઈ રામજી ભાઈ રાઠોડ (રોહિત) ને થતા તેમણે પોસ્ટ કરનાર શખ્સ સંતોષ નિહલાણી સિંધી વિરુદ્ધ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી તથા અન્ય ગંભીર પ્રકારના આરોપોની ફરીયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ફેસબુક એકાઉન્ટ ઉપર અભદ્ર ટિપ્પણીઓ કરનાર શખ્સ સંતોષ નિહલાણી સિંધી અમદાવાદના સરદારનગર વિસ્તારનો રહેવાસી છે.
તમને જણાવી દઈએ કે સંતોષ નિહલાણી સિંધી કે જે વિકૃત માનસિકતા ધરાવતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. કારણકે તેમણે ફેસબુક ઉપર પોતાના એકાઉન્ટ ઉપર દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ, રાજ્યના નેતાઓ, મહાનુભાવો, ગુજરાત, અમદાવાદ, સરદારનગર પોલીસ, મુસ્લિમ, છારા, તથા દલિત લોકો વિશે ધાર્મિક લાગણી દુભાય તેવી ટીકા ટિપ્પણીઓ વાળા ફોટા, તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેમજ બદનક્ષી થાય તે પ્રકારની પોસ્ટ સોશ્યલ મીડિયામાં શેર કરી અરાજક્તા ફેલાવાનું કામ કરેલ છે.આ પોસ્ટમાં સંતોષ નિહલાણી સિંધી લખે છે કે, મુસ્લિમોને મારી નાખી પાકિસ્તાન મોકલી દેવા જોઈએ. બીજીતરફ છારા સમાજને ચોર અને લૂંટારા કહી આખા છારા સમાજનો અપમાન કર્યો છે. તો બીજીતરફ મહિલાઓના સ્તનને દૂધની ડેરી સાથે સરખામણી કરી રાંડ,જેવા અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી ભારતીય નારીની ગરિમાને ઠેસ પહોંચાડવાનું નીચ કાર્ય કર્યુ છે. તો સાથે મહિલા વિરૃદ્ધ આવી વાંધાજનક અને અપમાજનક પોસ્ટ શેર કરી ધર્મ, જાતિ,જન્મસ્થળ,નિવાસ,ભાષા વગેરેની ભૂમિકા ઉપર જુદા જુદા વર્ગ વચ્ચે વેમનસ્ય વધારવાની કોશિષ કરવામાં આવી છે.તથા સંવાદીતાની જાળવણીને વિપરીત અસર થાય તેવું અધમી કૃત્ય આચર્યું છે. જેના લીધે રાષ્ટ્રીય એકતાને હાનિકારક દોષાપરોણ વિધાન કર્યો છે. તથા સોશ્યલ મીડિયા મારફતે અનુસૂચિત જાતિ સમાજ માટે જાતિવાચક શબ્દોનો ઉપયોગ કરી ચોર, ચમાર શબ્દો વાપરી સમગ્ર ભારત અને ગુજરાત રાજ્યમાં વસતા દલિત સમાજનું જાણીબુજીને અપમાન કર્યુ છે. તેમજ છારા સમાજને ચોર અને લૂંટારો ગણાવી તેનું ઘોર અપમાન કર્યુ હતું. તેમજ દલિત, છારા, અને મુસ્લિમ સમાજ વિશે અપમાન જનક શબ્દો અને ખુબજ વાહિયાત ભાષાનો ઉપયોગ કરી આ સમાજના લોકોમાં ભય, ઘબરાહટ, અને બિનસલામતીની લાગણી ઉત્પન્ન કરવાની કોશિષ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ફેસબુક માધ્યમથી પોસ્ટ કરી અમુક જાતિયો અને મહિલાઓ તેમજ કોંગ્રેસ પક્ષના નેતાઓ સામે ખુબજ આઘાતજનક શબ્દો અને છેલ્લા સ્તરની ભાષાનો ઉપયોગ કરનાર સંતોષ નિહલાણી સિંધી નો ઇતિહાસ ગુનાહિત છે. અગાઉ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે સંતોષ નિહલાણી સિંધી ઉપર ખૂનની કોશિષ, લૂંટ, ધાડ, જેવા ગુનાઓ નોંધાયા હતા. જેમાં તેઓ સાબરમતી સેન્ટ્રલ જેલમાં 33 દિવસનો જેલવાસ ભોગવી ચુક્યા છે.સંતોષ નિહલાણી સામે ગુનાઓ નોંધાતા તેમણે કોટક સિક્યુરિટી કંપનીમાંથી નોકરીમાંથી કાઢી મુકાયા હોવાનું જાણવા મળ્યું છે. તો સંતોષ નિહલાણી ની પત્ની રશિયન છે. જેથી સંતોષ પોતાના કારનામાઓ થી બચવા અને પોલીસ ઉપર ખોટું દબાણ લાવવા પોતાની રશિયન પત્ની દ્વારા રશિયન એમ્બેસી,CMO અને PMO માં અરજી કરી પોતાની ધરપકડ અટકાવવાની પૂરજોશ કોશિષ કરી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તથા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતોષ નિહલાણી સિંધી સામે અમદાવાદના વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ જતા હવે તે પોતાના ટ્વિટર, ફેસબુક, ડિવાઇસ મા પુરાવાનો નાશ કરશે. જેથી કરીને તપાસ અધિકારીઓએ જેટલું બને એટલું વહેલા આરોપી શખ્સ સંતોષ નિહલાણીના સમગ્ર મોબાઈલ અને લેપટોપ કબ્જે કરી લેવા જોઈએ, જેથી કરીને આરોપીને પોતાના કરેલા કાતનામાઓ માંથી છટકબારી ના મળી શકે.
હાલ આ સમગ્ર મામલે વટવા જીઆઈડીસી પોલીસ મથકમાં આરોપી સંતોષ નિહલાણી વિરુદ્ધ પોલીસે એટ્રોસિટી અને અન્ય ગંભીર પ્રકારના ગુના નોંધ્યા છે. આ વાત વાયુવેગે ફેલાઈ જતા દલિત, છારા તેમજ મુસ્લિમ સમાજના લોકોની લાગણી દુભાઈ છે. જેથી હવે આ અધમ અને નીચ કૃત્ય આચરનાર શખ્સ સંતોષ નિહલાણી સિંધી વિરુદ્ધ અન્ય લોકો પણ ફરીયાદ નોંધાવે તેવી શક્યતાઓ પ્રબળ બની છે.