બોડેલી રેલ્વે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનો સર્વે હાથ ધરાયો! R & B રેલ્વે વિભાગે સર્વે હાથ ધરવાની કામગીરી, બે વર્ષ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણી નો કાફલો ફાટક પાસે અટવાયો હતો
અલ્લારખ્ખા પઠાણ, બોડેલી
છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી તાલુકા માં ઢોકલીયા થી અલીપુરા વચ્ચે આવતી રેલવે ફાટક પાસે વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉદૃભવતી હતી. ત્યારે બે વર્ષ અગાઉ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બોડેલી એપીએમસી માર્કેટમાંથી સર્કિટ હાઉસ જવાના સમયે રેલવે ફાટક પાસે અચાનક ટ્રાફિક ચક્કાજામ થવાનાં કારણે મુખ્યમંત્રી ની ગાડીઓનાં કાફલાને પસાર થવા માટે ઘણો બધો સમય વિતાવો પડ્યો હતો ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ છોટાઉદેપુર સભાને સંબોધતા જણાવ્યું હતું કે બોડેલી રેલવે ફાટક ને હટાવી ને ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી તેમ છતાં પણ અત્યાર સુધી ઓવર બ્રિજ નું કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી વારંવાર સમાચાર પ્રસિદ્ધ થતા અને ગાડી આવવાનાં સમયે રેલવે ફાટક બંધ હોવા છતાં પણ રાહદારીઓ પોતાનો સમય બરબાદ ન કરવાને કારણે પોતાનો જીવ જોખમમાં નાખીને રેલ્વે ગાડી આવવાનાં સમયે રેલવે ફાટક નીચે મોટરસાયકલ તેમજ રાહ્દારીઓ પોતાનાં જીવનું જોખમ નાખીને પસાર થતા હતા ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ઓવરબ્રિજને બનાવવા માટે જાહેરાત કરેલ તેનું શું ? અત્યાર સુધી કોઈ કામકાજ શરૂ કરવામાં આવ્યું નથી કે કોઇ સર્વે કરવામાં આવ્યું નથી ફક્ત મુખ્ય મંત્રી વિજય રૂપાણી રેલ્વે ફાટક ઉપર ઓવર બ્રીજ બનશે અને સમયનો બચાવ થશે ની બોડેલી તેમજ છોટાઉદેપુર જીલ્લાના લોકો ને લોલીપોપ આપી ને ગયા છે તેવી પ્રજામાં જાહેરમાં ચર્ચાઓ થતી જોઈ સ્થાનિક નેતાગીરી એ અધિકારીઓ ને રજુઆત કરતા આજરોજ બોડેલી રેલ્વે ફાટક ખાતે ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનો સર્વે ,આર & બી અને રેલ્વે વિભાગે સર્વે હાથ ધરવાની કામગીરી, હતી ત્યારે બોડેલી અને જીલ્લામાં લોકચર્ચા સાંભળવા મળે છે હવે ઍ જોવું રહ્યુ કે મુખ્યમંત્રી વિજય રૂપાણી ની કરેલ જાહેરાત કેટલા વર્ષોમાં પુરી કરે છે આ સરકારી તંત્ર.