શ્રી રામ મંદિર અને દેશ-વિદેશમાં સ્થાપત્યના વિશેષજ્ઞ આર્કિટેક્ટ તરીકે પ્રખ્યાત શ્રી સી.બી. સોમપુરા કોટેશ્વરધામના વિકાસ માટે સેવા આપશે

શ્રી રામ મંદિર અને દેશ-વિદેશમાં સ્થાપત્યના વિશેષજ્ઞ આર્કિટેક્ટ તરીકે પ્રખ્યાત શ્રી સી.બી. સોમપુરા કોટેશ્વરધામના વિકાસ માટે સેવા આપશે

0 0
Spread the love

Read Time:6 Minute, 30 Second
Views 🔥 શ્રી રામ મંદિર અને દેશ-વિદેશમાં સ્થાપત્યના વિશેષજ્ઞ આર્કિટેક્ટ તરીકે પ્રખ્યાત શ્રી સી.બી. સોમપુરા કોટેશ્વરધામના વિકાસ માટે સેવા આપશે

સરસ્વતી નદીના ઉદ્દગમ સ્થાન ગણાતા કોટેશ્વર ખાતે ગંગા આરતીની જેમ જ સરસ્વતી આરતીનું આયોજન

કલેકટર આનંદ પટેલના નેતૃત્વમાં કોટેશ્વર મંદિરને યાત્રાધામ તરીકે વિકસાવવાના પ્રયાસો અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આદરવામાં આવ્યાં

કોટેશ્વર મંદિરની ફરતે આવેલા ડુંગરાઓ લીલાછમ્મ- હરીયાળા બને તે માટે વન વિભાગને જરૂરી કાર્યવાહી કરવા સુચનાઓ અપાઇ

અંબાજી: શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર અને તેને સંલગ્ન મિલ્કતો તથા જમીનોનો કબજો બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડા અને અન્ય અધિકારીઓની ટીમ દ્વારા તા.૧૫/૪/૨૦૨૧ના રોજ લેવામાં આવ્યો છે. આ મિલ્કતોમાં કોટેશ્વર મહાદેવ મંદિર તથા પરિસર, ગૌમુખ, વાલ્મિકી આશ્રમ, ગૌશાળા તથા ખેતીની જમીન વિગેરેનો સમાવેશ થાય છે.

          શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર તથા સંલગ્ન જગ્યાઓમાં યાત્રિકો માટેની પાયાની સુવિધાઓ, પાર્કિંગ, મંદિર તથા આશ્રમ સુધી જવાનો રસ્તો, સ્ટ્રીટ લાઈટ, પીવાના પાણીની સગવડ, શૌચાલય વિગેરે સુવિધાઓ ઉભી કરવાનું આયોજન શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેનું પ્રાથમિક આયોજન આ પ્રમાણે વિચારવામાં આવ્યું છે. હયાત કોટેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મંદિરોનું રીનોવેશન તથા જુના બિનજરૂરી સ્ટ્રક્ચરો કાઢી નાંખી મંદિર પરિસર જગ્યા મોટી કરીને પીવાનું પાણી, બાગ બગીચા, વિસામો વિગેરેની સુવિધા વિકસાવવી, ગૌમુખની જગ્યાએ ગૌમુખ તથા પાણીના કુંડનું રીનોવેશન તથા વધારાનો એક કુંડ બનાવવો, ધર્મશાળાનું જર્જરીત માળખુ કાઢી નાંખી સરસ્વતી નદીના ઉદગમ સ્થાનનું ધાર્મિક મહત્વ દર્શાવતી થીમ ઉપર સરસ્વતી માતાજીની મૂર્તિ તથા અન્ય ડેવલપમેન્ટ, આશ્રમવાળી જગ્યા પર હયાત મંદિરો તથા સ્ટ્રક્ચરોનું રીનોવેશન, આયુર્વેદિક પુસ્તકોની લાયબ્રેરી, પીવાના પાણીની તથા શૌચાલયની સગવડ, યાત્રિક વિસામો, પાર્કિંગ સુવિધા. ગૌશાળામાં ગૌશાળાનું ડેવલપમેન્ટ, ગાયોના ઘાસચારા માટે સંગ્રહસ્થાન, પીવાના પાણીની વ્યવસ્થા. ખેતીની જમીનમાં આયુર્વેદિક ઉદ્યાન બનાવવું તથા પાણીની સગવડ, જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામો હાથ ધરવાનું આયોજન છે.      

            અંબાજી નજીક આવેલ કોટેશ્વર ધામ અતિ પૌરાણિક શિવાલય છે તેમજ સરસ્વતી નદીનું ઉદ્દગમસ્થાન પણ છે. કોટેશ્વર ધામના વિકાસ અર્થે દેશ- વિદેશમાં મંદિર સ્થાપત્યના વિશેષજ્ઞ આર્કિટેક તરીકે પ્રખ્યાત આર્કિટેક્ટ  સી.બી.સોમપુરા, અમદાવાદ સાથે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ કમ બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે ટેલીફોનીક વાતચીત કરતાં સી.બી.સોમપુરાએ તેમની અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ કોટેશ્વર ધામના વિકાસ માટે જરૂરી આર્કિટેક્ટ તરીકેની સેવાઓ વિનામૂલ્યે આપવા માટે સહર્ષ સંમતિ આપી છે. સી.બી.સોમપુરા હાલમાં અયોધ્યા ખાતે બની રહેલ શ્રી રામ મંદિરના પણ આર્કિટેક્ટ છે. ભારત દેશ અને વિદેશોમાં પણ ઘણાબધાં વિખ્યાત મંદિરોના આર્કિટેક્ટ તરીકેની સેવાઓ પણ તેમણે આપેલી છે. આર્કિટેક્ટની ટીમ દ્વારા ટુંક સમયમાં કોટેશ્વર ખાતે સર્વે કરીને માસ્ટર પ્લાનીંગ તથા અંદાજો તૈયાર કરી આપવામાં આવશે. સરકારશ્રી દ્વારા પ્રોજેકટની મંજુરી મળ્યેથી યુધ્ધના ધોરણે કોટેશ્વર ધામના વિકાસ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં કોટેશ્વર મહાદેવ મંદિરની આજુબાજુ આવેલ જર્જરીત જુની બિનઉપયોગી રૂમો અને સ્ટ્રકચરો દૂર કરીને જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી છે. કોટેશ્વર મહાદેવ મંદિરની ફરતે આવેલ ડુંગરો લીલાછમ્મ-હરીયાળા બને તે માટે વન વિભાગને જરૂરી કાર્યવાહી કરવા સુચનાઓ પણ આપી દેવામાં આવી છે.

         સરસ્વતી નદી ભારતીય વૈદિક પરંપરાઓની મુખ્ય નદી પૈકીની એક છે. લુપ્ત સરસ્વતી કોટેશ્વર મહાદેવના મંદિર ખાતેથી જ ગુજરાતમાં પ્રાદુર્ભાવ પામે છે ત્યારે કોટેશ્વર મંદિરનો વિકાસ કરી યાત્રાધામ તરીકે જાણીતું થાય તેવા પ્રયાસો કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન અનુસાર શ્રી અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી આદરવામાં આવ્યાં છે. આવનારા સમયમાં ગંગા આરતીની જેમ જ કોટેશ્વર ખાતે સરસ્વતી આરતીનું આયોજન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડાએ જણાવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

શ્રી રામ મંદિર અને દેશ-વિદેશમાં સ્થાપત્યના વિશેષજ્ઞ આર્કિટેક્ટ તરીકે પ્રખ્યાત શ્રી સી.બી. સોમપુરા કોટેશ્વરધામના વિકાસ માટે સેવા આપશે

વડોદરા જિલ્લાના નાના પરંતુ જાગૃત ગામો કોરોના સામે સંરક્ષિત થઈ રહ્યાં છે

શ્રી રામ મંદિર અને દેશ-વિદેશમાં સ્થાપત્યના વિશેષજ્ઞ આર્કિટેક્ટ તરીકે પ્રખ્યાત શ્રી સી.બી. સોમપુરા કોટેશ્વરધામના વિકાસ માટે સેવા આપશે

બોડેલી રેલ્વે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનો સર્વે હાથ ધરાયો! R & B રેલ્વે વિભાગે સર્વે હાથ ધરવાની કામગીરી, બે વર્ષ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણી નો કાફલો ફાટક પાસે અટવાયો હતો

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.