ભગવાન જગન્નાથજીની જળયાત્રાને તંત્રે આપી શરતી મંજૂરી! જાણો શુ રહેશે નિયમો
અમદાવાદ:- કોરોનાના ખપ્પરમાં ફરી એક વખત તો અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા રદ્દતો નહીં થાય ને તેવા સંજોગોની વચ્ચે તંત્ર દ્વારા રથયાત્રાનો પહેલો પ્રસંગ જળયાત્રાનું આયોજન કરવા મંજૂરી આપી દીધી છે. ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાના શ્રીગણેશ જળયાત્રાથી થાય છે. ત્યારે જળયાત્રા માટે શરતી મંજૂરી આપી છે.
કઈ કઈ શરતોનું પાલન કરવું પડશે…
108 કળશની જગ્યાએ માત્ર પાંચ કળશનો ઉપયોગ કરવો
18 ગજરાજ નહીં હોય માત્ર 1 ગજરાજ યાત્રામાં જોડાશે
મંદિરના ગાદીપતિ અને ટ્રસ્ટી યાત્રામાં જોડાશે
યાત્રામાં કોઈ અખાડા જોડાશે નહીં
50થી વધુ લોકો યાત્રામાં ભાગ લઈ શકશે નહીં
દર વર્ષે 108 કળશ ની સાથે વાજતે-ગાજતે રથયાત્રા નીકળતી હોય છે પરંતુ આ વર્ષે માત્ર પાંચ કળશ સાથે મંદિર ના સેવકો તેમજ ગાદીપતિ અને ટ્રસ્ટી યાત્રા માં જોડાશે. નદીના ના આરે વિધિવત રીતે ગંગા પૂજન થશે જેમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ના હસ્તે ગંગા પૂજન કરવામાં આવશે. જોકે કોરોના સંક્રમણ ફેલાય તે માટે આ યાત્રામાં નાતો ભજન મંડળી જોડાશે કે ના તો અખાડા. 50 થી પણ ઓછા લોકો આ યાત્રામાં ભાગ લેશે. જોકે ગજરાજ દર વર્ષે 18 હોય છે ત્યારે આ વર્ષે માત્ર એક ગજરાજ રાખવામાં આવશે કારણ કે ગજરાજે ગણપતિજીનું સ્વરૂપ છે અને કોઈપણ કાર્ય માટે આપણે ગજાનંદ ગણપતિ જી ને યાદ કરતા હોય છે એટલા માટે એક ગજરાજ સાથે આ જળયાત્રા નીકળશે..