અમદાવાદ શહેર ના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ની ટીમ એ યુધ્ધ ના ધોરણે વેજલપુર વિસ્તાર મા સવેઁ પુરો કયોઁ
અમદાવાદ: તાજેતર મા વેજલપુર વિધાનસભા મતક્ષેત્ર મા આવતા અને આકસ્મિક આગ મા જે શ્રમજીવી પરિવારો ના ઝુપડા-કાચા મકાનો બળી ને ભસ્મીભૂત થઈ ગયા હતા. ત્યારે તેઓ પાસે કોઈપણ જાત ના આધારભૂત પુરાવા ન્હોતા તેવા પરિવારો ની મદદે સ્થાનિક ધારાસભ્ય કિશોર ચૌહાણ ની રજુઆતો ને ધ્યાન મા લઈ ને પુરવઠા વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ ની ટીમ દ્વારા માત્ર એક સપ્તાહમાં વેજલપુર વિસ્તારનો સવેઁ કરી ને તમામ ઝુપડાવાસી ઓને અન્નબહ્મમાં યોજના મા સમાવેશ કરવા માટે નો સવઁ પુરો કયોઁ છે.
આ તમામ ઝુપડા -કાચા મકાનો મા રહેતા પરિવારો ગરીબ કલ્યાણ યોજના થી વંચિત ના બંને તે માટે તેઓ ને અન્નબહ્મ યોજના નું વિતરણ પણ તાકીદે સોમવાર થી સ્થાનિક ધારાસભ્ય કિશોર ચૌહાણ અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ના અધિકારી ઓની દેખરેખ મા વિતરણ શરુ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ પખિવાડયા પહેલા વેજલપુર વિસ્તાર ના શ્રમજીવી પરિવારો ના ઝુપડા ઓમા આકસ્મિક આગ પસરતા તમામ કાચા મકાનો સહિત ના ઝુપડા ઓ બળી જતા ઘરવખરી સહિત નો તમામ દસ્તાવેજી પુરાવા ઓ સાથે રેશનકાડઁ પણ રાખ થઈ જતા તેઓ માટે વિકટ સમસ્યા ઉભી થઈ હતી. જે ધ્યાનમા રાખી રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ દાખવતા સ્થાનિક ધારાસભ્ય કિશોર ચૌહાણ ની રજુઆતોને અગ્રતા આપી પુરવઠા વિભાગ એ તુરંત સવેઁ હાથ ધરી આવા અસરગસતો ની યાદી સર્વે દ્વારા તૈયાર કરી ને તેઓ ને સોમવાર થી અન્નબહ્મ યોજના નું અનાજ વિતરણ શરુ કરવાની તૈયારી ઓને પણ આખરી ઓપ આપી દેવાયો તેમજ તેઓ ને રેશનકાડઁ પણ વિનામુલ્યે તમામ પરિવારો ને આપવામા આવશે.