“યોગા ફોર બેટર મેન્ટ ઓફ પોસ્ટ ટીબી પેશન્ટ” સિવિલ હોસ્પિટલમાં થઈ યોગા દિવસની ઉજવણી
અમદાવાદ: ૨૧ જુન વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ત્યારર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરની સુચનાંથી આજે સ્ટેટ ડ્રગ સ્ટોર, એસ.ટી.ડી.સી, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા અમદાવાદ ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર અમદાવાદ અને શહેરી ક્ષય કેન્દ્ર – એ.એમ.સી ના સહયોગથી સાંસદ ડૉ કિરીટ ભાઇ સોલંકી, ધારાસભ્ય પ્રદિપ પરમારની હાજરીમાં વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં “યોગા ફોર બેટર મેન્ટ ઓફ પોસ્ટ ટીબી પેશન્ટ” થીમ હેઠળ ટીબી ની સારવાર પુર્ણ કરી સાજા થયેલ વ્યક્તિઓના પુનર્વસન માટે યોગ કરાવવા તેમજ યોગની તાલીમ આપીને તેઓના રોજિંદા જીવનની ગુણવત્તા સુધારવા આ કાર્યક્રમ નું આયોજન કરેલ. હેઠળ “યોગા ફોર બેટર મેન્ટ ઓફ પોસ્ટ ટીબી પેશન્ટ” કાર્યક્રમ માં કુલ ૨૬- લાભાર્થીઓએ ભાગ લીધેલ કે જેઓએ ટીબીની સંપુર્ણ સારવાર લીધેલ છે અને ટીબી રોગ થી મુકત । થયેલ છે.
અત્રે સાંસદ ડૉ કિરીટ ભાઇ સોલંકીએ યોગનું મહત્વ સમજાવતા અને જણાવ્યું કે ફેફસાંમાં લાગતા ચેપના કારણે જરૂરી પ્રાણવાયુ (ઓક્સીજન) સહેલાઈથી શરીરને મળતો ન હોવાથી “થાક લાગવો” (શારિરીક),“સ્વભાવ ચિડીયો થવો” (માનસિક) જેવી અસર થાય છે. જેના કારણે કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. જે દુર કરવા માટે “યોગ” એક અસરકારક શસ્ત્ર છે તેમ જણાવ્યું.