રાજ્યમાં કુપોષિત બાળકો મુદ્દો!ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીના આકરા પ્રહારો!

રાજ્યમાં કુપોષિત બાળકો મુદ્દો!ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીના આકરા પ્રહારો!

0 0
Spread the love

Read Time:3 Minute, 36 Second
Views 🔥 રાજ્યમાં કુપોષિત બાળકો મુદ્દો!ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીના આકરા પ્રહારો!

રાજ્યમાં કુપોષિત બાળકો મુદ્દો!ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીના આકરા પ્રહારો!

અમદાવાદ: રાજ્યમાં મધ્યાહન ભોજન, બાળકોમાં કુપોષણ, ગરીબોને મળતા અનાજને લઈને ચિંતા વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશી આક્રમક થયા. ડો.મનીષ દોશીએ જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં ગુજરાત થી શરૂ થયેલ મધ્યાહન ભોજન યોજના (Mid-day meal) સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી. મધ્યાહન ભોજન યોજનાનો હેતુ ગરીબ – સામાન્ય વર્ગના બાળકોને પોષણયુક્ત આહાર મળે. બાળ મજૂરી પર રોક લાગે, શાળાએ શિક્ષણ મેળવતા બાળકોની સંખ્યામાં વધારો થાય અને કુપોષણનો જંગ લડી શકાય જેથી સશક્ત ભારતનું નિર્માણ થાય. ગરીબ – સામાન્ય વર્ગના બાળકોને શિક્ષણ અને મધ્યાહન ભોજનથી વંચિત રાખવાનું ભાજપ સરકાર સતત કામ કરી રહી છે. કોરોના મહામારીમાં બાવન લાખ બાળકોને મધ્યાહન ભોજનથી વંચિત રાખવાનું કામ પણ ભાજપ સરકારે કર્યું.

ડો. મનીષ દોશીએ વધુમાં ઉમેરતા જણાવ્યું કે ગુજરાત સરકારે નામદાર વડી અદાલતની ફટકાર પછી મધ્યાહનભોજન યોજના અન્યવે બાળકોને અનાજ અને કુંકીગકીટ આપવાની શરૂઆત કરી. કેન્દ્ર સરકાર અગાઉથી મધ્યાહન ભોજન યોજના માટે જથ્થો ફાળવતી હોય તો ગુજરાત સરકાર કેમ વિલંબ કરે છે ?

ગુજરાતના ૧૪ જિલ્લા, ૫૨ (બાવન) તાલુકામાં ૮,૯૫૮ શાળા અને ૭,૬૮,૪૬૫ બાળકો જે યોજનાના લાભાર્થી છે તેવી સરકારની જાહેરાત હકિકતમાં દોઢ વર્ષથી કોરોના મહામારીમાં અંબાજી થી ઉમરગામ આદિવાસી વિસ્તારના બાળકો માટેની ‘દૂધ સંજીવની યોજના’ સદંતર બંધ. મોટી – મોટી જાહેરાતો કરનાર ભાજપ સરકારે આદિવાસી બાળકોના મોંમાથી દૂધ-છીનવી લીધું.

કોરોના મહામારીમાં સૌથી જેની વધુ જરૂર છે તે જ યોજના બંધ કરી, આદીવાસી હજારો બાળકોને કોરોના મહામારી સામે લડવામાં ભાજપ સરકારે હાથ ખંખેરી લીધા. રાજ્યની ૪૨,૨૦૮ આંગણવાડી કોરોના ફાળમાં એક વર્ષ કરતા વધુ સમયથી બંધ છે. રાજ્યમાં ૧,૧૦,૯૯૯ બાળકો કુપોષિત (૨૦૧૮), ૨૦૧૯ માં ૧,૪૨,૧૪૨ કુપોષિત બાળકો જ્યારે ૨૭-૨-૨૦૨૦ ના રોજ માત્ર છ મહિનામાં કુપોષિત બાળકોની સંખ્યા ૩,૮૬,૮૪૦ હવે કોરોના કાળમાં આ સંખ્યા કેટલી થશે તે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે.

મધ્યાહન ભોજન અન્વયે વિદ્યાર્થીદીઠ  – અનાજ ધોરણ ૧ થી ૫ રૂ. ૪.૯૭ ૧૦૦ ગ્રામ
ધોરણ ૬ થી ૮ રૂ. ૭,૪૫ ૧૫૦ ગ્રામ છે. રાજ્યમાં ૩૧,૪૧,૨૩૧ પરિવાર ગરીબી રેખાની નીચે એટલે કે, ગુજરાતમાં ૧ કરોડ ૮૮ લાખ નાગરિકો ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહ્યાં છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

રાજ્યમાં કુપોષિત બાળકો મુદ્દો!ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીના આકરા પ્રહારો!

“યોગા ફોર બેટર મેન્ટ ઓફ પોસ્ટ ટીબી પેશન્ટ” સિવિલ હોસ્પિટલમાં થઈ યોગા દિવસની ઉજવણી

રાજ્યમાં કુપોષિત બાળકો મુદ્દો!ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીના આકરા પ્રહારો!

રાજ્યવ્યાપી કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ! નાગરિકોને નિ:શુલ્ક રસીકરણનો મહત્તમ લાભ લેવા અપીલ કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.