માધવપુરામાં ચાલતા વરલી મટકાના જુગારધામના લીધે બે પીઆઈ સસ્પેન્ડ થયાં હોવા છતાં જુગારધામ ચાલુ!પીસીબી એ રેડ કરી.
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)
અમદાવાદના માધવપુરામાં દાઉદ ઇબ્રાહીમ મિયાણાનો વરલી મટકાનો જુગારધામ જગ જાહેર છે. કોઈપણ પરિસ્થિતિ હોય તમામ દારૂ જુગારના અડ્ડાઓ બંધ થઈ જાય પણ દાઉદનો વરલી મટકાનો જુગાર બારેમાસ ચાલુજ હોય છે. વિચારવા જેવી બાબત તો એછે કે, આ જુગારધામ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની પાછળ જ ધમધમી રહ્યો હોવા છતાં બંધ નથી કરાવી શકાતું. દાઉદના વરલી મટકાના જુગારધામ ઉપર ફરી એક વખત પીસીબી એ રેડ કરી છે. જેમાં બે લોકોની ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા 23,280 કબ્જે કર્યા છે.
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા પણ માધવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા દુધેશ્વર દરિયાખાન ઘૂમ્મટની સામેની ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રામાડાતો હતો.જ્યાં સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા રેડ કરી લાખો રૂપિયાનો જુગાર ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની તપાસ હાથ ધરાતા આ જુગારધામ કુખ્યાત દાઉદ ઈબ્રાહીમ મિયાણાનો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં 20 લોકો જુગાર રમતા ઝડપાયા હતા.આ જુગારધામ ઉપર પડેલી રેડના કારણે માધવપુરાના તત્કાલીન પીઆઈ એમ. બી. બારડને ગુજરાતનાં પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા હતા.આ પહેલા પણ દાઉદ અને ગનીના જુગારના અડ્ડા પર મહિલાઓએ હલ્લાબોલ કરીને વાહનો સળગાવી દીધા હતા. જે મામલો વધુ બીચકતા સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા હતા. જેમાં માધવપુરા પોલીસ અને જુગાર સંચાલકોની મીલીભગત સામે આવી હતી. જેના લીધે માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. બી. ખીલેરીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
જો વાત કરીએ માધવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા જુગારધામની તો, હાલ અમદાવાદની પોલીસ એજન્સી પીસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં પીસીબી ટીમે 2 લોકો 1. વિક્રમ કાનાજી ઠાકોર અને 2. જલાલુદ્દીન ખાન ઉસ્માન અલી ખાન બાગીની ધરપકડ કરી 23,280 રૂપિયા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં પીસીબી એ તપાસ હાથ ધરતા આ જુગારધામ દુધેશ્વર દરિયાખાન ઘુમ્મટની સામે જહાંગીર વકીલની ચાલીમાં રહેતા દાઉદ ઈબ્રાહીમ મિયાણાનો હોવાનું સામે આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, જે જુગારધામના લીધે બે પીઆઈ સસ્પેન્ડ થયાં હોવા છતાં આ જુગારધામ કોની રહેમ નજર હેઠળ ચાલુ રાખવામાં આવ્યો હતો. આખરે આ જુગારના અડ્ડાનો સંચાલક દાઉદ ઈબ્રાહીમ મિયાણા કોણ છે!સુ એના છેડા કોઈ રાજકીય લોકો સાથે છે? કે પછી દાઉદ કોઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ધરોબો ધરાવે છે? આખરે કોના આશીર્વાદ થી માધવપુરામાં દાઉદનો વરલી મટકાનો જુગારનો અડ્ડો ફૂલી ફળી રહ્યો છે?
હાલ આ સમગ્ર મામલે માધવપુરાના પીઆઈ આર. ટી. ઉદાવત શંકાના ઘેરામાં આવી જતા તેમની સામે ઈન્કવાયરી સોંપાઈ છે. બહારની કોઈ એજન્સી દારૂ જુગારના અડ્ડાઓ ઉપર રેડ કરે તો સ્થાનિક પીઆઈ સામે ડિસિપી ઈન્કવાયરી સોંપેછે. પીસીબી દ્વારા કરવામાં આવેલી રેડમાં જુગારના સંચાલક દાઉદના ઈબ્રાહીમના અડ્ડા પર થી બે લોકોની ધરપકડ કરાઈ છે. જેમાં સ્થાનિક માધવપુરા પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાતા પીઆઈ આર. ટી. ઉદાવત સામે ઈન્કવાયરી શરુ કરાઈ છે.