સ્ત્રીઓ, દલિતો, મુસ્લિમો અને નેતા માટે ઝેર ઓકતા ટ્વીટર એકાઉન્ટને કોનું પીઠબળ
અમદાવાદ: દેશભરમાં ડિજિટલ ક્રાંતિની વાતો થઈ રહી છે. આજે ડિજિટલ ઇન્ડિયા મુહિમના 6 વર્ષ પુરા થઈ રહ્યા છે. છતાં પણ, સરકારી તંત્ર હજી સાયબર ગુનાઓમાં ઢીલું ઢબ છે. જેનો સીધો અનુભવ જશોદાનગર વિસ્તારમાં રહેતા છોટુભાઈ રાઠોડને થયો છે.
જાગૃત નાગરિક બની ફરિયાદ નોંધાવવા ગયા પણ ધરમ ધક્કા થયા
તા-૨૭/૫/૨૦૨૧ ના રોજ છોટુભાઈ રાઠોડ તેમના ટ્વીટર એકાઉન્ટમાં મેસેજ જોતા હતા તે દરમ્યાન “chowkidh ar Santosh nihalani”(@SNihalani) નામના ટ્વીટર હેન્ડલર પોતાના એકાઉન્ટમાં એક ટ્વીટ કરેલ જે ટ્વીટ જોતાં અંગ્રેજીમાં “Alibaba ka sab char chamar hai congress ke log |aise bindi bazaar meim auratu ki koi keemat nahi hoti waise hi sab congress waley hai har har mo d/ gher gher modi 340 plus seats જેથી તેનું એકાઉન્ટ ખોલી જોતાં તેમાં ઘણા બધા ટ્વીટ હતા જે જોતાં જેમાં ભારતના મોટા નેતાઓ વિરૂધ્ધ તેમજ પોલીસ વિરૂધ્ધ તથા મુસ્લીમોને મારી નાખી પાકીસ્તાન મોકલી આપવા ની તથા મહીલા ના સ્તનને દુધની ડેરી સાથે સરખામણી કરતી પોસ્ટ તેમજ મુસ્લીમ,દલીત તથા છારા લોકોમાં ભય તથા બિન સલામતીની લાગણી પેદા થાય તેવા તેમજ મહીલાઓના સ્તન ની સરખામણી દૂધની ડેરી સાથે કરી તેમજ મહીલાઓ માટે રોંડ, રંડી વગેરે અભદ્ર શબ્દો વાપરી ભારતીય નારીની ગરીમા ને ઠેસ પહોંચે તેવા શબ્દો નો ઉચ્ચારણ કરે લ છે તેમજ સોશીયલ મીડીયામાં અનુસૂચિત જાતી સમાજ માટે જાતિવાચક શબ્દો જેવા કે “”ચોર ચમાર” વિગેર શબ્દો નો ઉપયોગ કરી ગુજરાત રાજ્યના તથા ભારત દેશના દિલત સમાજ ને બદનામ કરવાના તેમજ સમાજ ને ધૃત કરવાના બદ ઈરાદા થી સોશીયલ મીડીયામાં અલગ અલગ ટ્વીટ કરી ગુનો કરેલ હોય મારી આ ટ્વીટર હેન્ડલર વિરૂધ્ધ ધોરણસર ની કાર્યવાહી કરવા ફરીયાદ કરવા પહોંચ્યા.
જેથી ઉપરોકત “chowkidhar_Santosh nihalani”(@SNihalani) નામના ટ્વીટર હેન્ડલરે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં ભારતના નેતાઓ તથા પોલીસ તથા અનુસૂચિત જાતિ તેમજ મુસ્લીમ તથા છારા સમાજ ના લોકો તેમજ ભારતીય નારીઓ વિશે ખરાબ ટીપ્પણીઓ કરેલ હોય જેથી છોટુભાઈ રાઠોડ તથા દલિત સમાજના અન્ય આગેવાનો જયમીન સોનારા તથા ગૌરાંગભાઈ મકવાણા નાઓ સાથે અને પોલીસ સ્ટેશન ખાતે ટ્વીટર એકાઉન્ટ હેન્ડલર વિરૂધ્ધ ધોરણસરની ફરીયાદ કરવા આવેલ છીએ મારા સાહેદ જયમીન સોનારા તથા ગૌરાંગભાઈ મકવાણા તથા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્ક્રીન શોટ્સ પણ આપ્યા.
10 દિવસ બાદ પોલીસે ફરિયાદ નોંધી પણ તપાસના નામે મીંડું
છોટુભાઈ રાઠોડ, ગૌરાંગભાઈ મકવાણા, જૈમીનભાઈ સોનારા સહિતના આગેવાનોએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પણ તપાસના નામે કઈ નક્કર કાર્યવાહી ન કરતા તમામ આગેવાનો 20માં દિવસે શહેર પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજુઆત કરવા ગયા જ્યાં પણ માત્ર આશ્વશન મળ્યું અને તપાસ સાયબર ક્રાઇમના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવી.
પોલીસ સ્ટેશનથી સાયબર ક્રાઈમ સુધી પહોંચતા 20 દિવસ થયા
છોટુભાઈ રાઠોડ પોતાની ફરિયાદ લઈને પોલીસ તંત્ર સામે ન્યાય માંગતા માંગતા 20 દિવસે સાયબર ક્રાઇમને તપાસ સોંપાઈ છે. ત્યારે હવે ડિજિટલ ઇન્ડિયા ગુજરાતની સાયબર ટીમ હજી કેટલા દિવસમાં સમગ્ર મામલે તપાસ કરી બતાવે છે તે દેખવું રહ્યું.