રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નશીલા પદાર્થોની તશ્કરીએ પગ પસારો કર્યો છે. બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્ઝ, ગાંજા, અફીણ, અને ચરસ જેવા માદક પદાર્થો ગુજરાતમાં ઘુસાડી તેનું વેચાણ કરવાનાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેના લીધે ગુજરાતનું યુવાધન બરબાદી તરફ વધી રહ્યું છે. ગુજરાત પોલીસની વિવિધ એજન્સીઓ જેમકે નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો (NCB), સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ક્રાઈમબ્રાન્ચ પોલીસ દ્વારા માદક દ્રવ્યોનું દુષણ ડામવા દિવસ રાત મહેનત કરીને પેડલરો અને ડ્રગ્ઝ માફિયાઓને ઝડપી પાડીને ગુજરાતનાં યુવાધનને નશાના રવાડેથી બચાવવાની ભરપૂર કોશિશ કરી રહી છે. જે ખુબજ પ્રસંસનીય કામગીરી છે. તેમ છતાં આવી ઘટનાઓને સંપૂર્ણ પણે ડામવા હજુ ઘણી ચોકસાઈની જરૂર પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે.
આ માદક દ્રવ્યોનું સેવન કરનારા લોકો અમદાવાદમાં પણ મોટા પ્રમાણમાં સામે આવ્યા છે. કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે. અને પોલીસ દેશી-વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ઉપર તવાહી બોલાવી રહી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, અને મધ્યપ્રદેશ રાજ્યોમાંથી ગુજરાત રાજ્યમાં ઇંગ્લિશ દારૂ ઘુસાડી દારૂનો વેચાણ કરતા મોટા બુટલેગરો હાલની પરિસ્થિતિમાં ભોયભેગા થયાં છે. કારણ કે ગુજરાત પોલીસ દ્વારા તમામ બોર્ડરો ઉપર કડક ચેકીંગ વધારી દીધું છે. જેના પરિણામે છેલ્લા 2 વર્ષોમાં ગુજરાત પોલીસે કરોડો રૂપિયાનો દારૂ અને અઢળક વાહનો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જેથી હવે કાળા કારોબાર સાથે સંકળાયેલા લોકો એ નવો ધંધો શરુ કરી દીધો છે.માસ્ટર માઈન્ડ લોકો હવે દારૂની જગ્યાએ બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્ઝ, ગાંજા, અફીણ અને ચરસ જેવા માદક દ્રવ્યો મંગાવવાનું શરુ કર્યુ છે. દારૂ કરતા આ તમામ નશીલા પદાર્થોની હેરાફેરી આસાનીથી કરી શકાય છે. અને એમાં પકડાઈ જવાનું રીસ્ક ખુબજ ઓછો હોય છે. અને આમાં પોલીસ પણ ગુમરાહ બનતી નજરે પડી છે.
આ નશીલા પદાર્થોના રવાડે ચઢેલા અમદાવાદીઓ ને બચાવવાં અને પોલીસને ગુમરાહ કરનાર ડ્રગ્ઝ માફિયાઓ અને પેડલરો ઉપર આકરી કાર્યવાહી કરવા માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ સાહેબે લાલ આંખ કરી છે. આગામી રથયાત્રાની પૂર્વ તૈયારીઓને પણ ધ્યાનમાં રાખી અમદાવાદના તમામ ઝોનના ડિસિપી, એસપી,પીઆઈ અને તમામ પોલીસ એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. તેમજ શહેરમા કાયદા અને વ્યવ્યસ્થાની સ્થિતિ કંટ્રોલમાં રહે તે સંદર્ભમાં આગામી 3 જુલાઈના રોજ શહેર પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને ક્રાઈમ કોન્ફ્રન્સનું આયોજન કરવામાં આવશે.