રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)
મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ઢવાણા ગામે રહેતા યુવાન અને અન્ય એક વ્યક્તિ પાસેથી કુલ મળીને ત્રણ જેસીબી મશીન વધુ ભાડું આપવાની લાલચ આપીને અમદાવાદ અને કચ્છના ત્રણ શખ્સો લઈ ગયા હતા પછી તેને ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. જેથી કરીને વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં માર્ચ માહિનામાં નોંધાઈ હતી.જે ગુનામાં પોલીસે એક શખ્સની છેતરપિંડી કરીને મેળવેલ પાંચ જેસીબી અને એક હીટાચી મશીન સાથે ધરપકડ કરેલ છે. અને આ ગેંગ દ્વારા આવી રીતે છેતરપિંડી કરીને 14 જેસીબી અને બે હીટાચી મશીન મેળવવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે.
હળવદ તાલુકાનાં ઢવાણા ગામે રહેતા બેચરભાઇ વેલાભાઇ મુંધવા (ઉવ 24)એ થોડા સમય પહેલા શોહેબ રહે અમદાવાદ અને મહમદઇલીયાસ એમ.
શેખ રહે શાહપુર બેલદરવાડ, અમદાવાદ અને રવિ રતનસિંહભાઇ સોલંકી રહે પ્લોટ ને 201 બી, શીવપારા સોસાયટી મેધપુર તાલુકો અંજાર જિલ્લો કચ્છ વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી તા 7/7/20 ના રોજ થી તા 13/3/21 સુધીમાં આરોપીઓએ ફરીયાદી તથા સાહેદો પાસેથી જેસીબી મશીન તથા હીટાચી મશીનનું વધુ ભાડાની લાલચ આપી સ્ટેમ્પ ઉપર નોટરી લખાણ કરીને લઈ ગયા હતા જેમાં ફરિયાદીના બે જેસીબી મશીન જેની કિંમત 40 લાખ અને સોજીત્રા અરવિંદભાઇ મોહનલાલનું એક જેસીબી મશીન જેની કિંમત 20,00,000 આમ કુલ મળીને 60 લાખની મશીનરી લઈ ગયા હતા અને ચારેક મહિના સુધી વધુ ભાડું આપીને વિશ્વાસમાં લઈને ત્યાર બાદ ભાડું આપેલ નથી અને તમામ મશીનોને સગેવગે કરી નાખીને ફરિયાદી તેમજ સાહેદ સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરેલ હતી.
દરમ્યાન હળવદ પોલીસને મોટી સફળતા મળી છે અને હળવદના ફરિયાદી સાથે છેતરપિંડી કરીને મેળવેલ જેસીબી અને હિટાચિ જમ્મુ કાશ્મીરમાં વેચી નાખ્યા હોવાનું સામે આવ્યું છે વધુમાં એવિ પણ માહિતી સામે આવી છે કે, હળવદ પોલીસે જમ્મુ કાશ્મીરથી હાલ પાંચ જેસીબી અને એક હિટાચી મશીન સાથે મુખ્ય આરોપી મોહમ્મદ ઈલ્યાસ મહેબુબભાઇ સેખ રહે.શાહપુર અમદાવાદ વાળાની મુંબઈથી ધરપકડ કરેલ છે.છેતરપિંડી કરીને 14 જેસીબી અને બે હીટાચી મશીન મેળવ્યા હતા.જેમાંથી હજુ 9 જેસીબી અને એક હીટાચી મશીન કબ્જે લેવાનું બાકી છે.જો કે, બે આરોપી રવિ રતન સિંહ સોલંકી અને સોયબને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.અને હજુ આ કેસમાં કેટલીક ચોકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા છે.
આ કામગીરીમાં જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ હળવદ પી.આઈ પી.એ. દેકાવાડીયા, પીએસઆઇ પી.જી. પનારા, કિશોરભાઈ પારધી, લલિતભાઈ પરમાર, સુખદેવભાઈ પરમાર સહિતની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.