લો માં અભ્યાસ કરી રહેલા યુવકને નિકોલ પોલીસે થર્ડ ડીગ્રી માર માર્યાનો આક્ષેપ!મોઢામાં ડૂચો નાખી ઊંધો લટકાવી પટ્ટા દંડાથી માર્યો? ડીસીપી ને ફરીયાદ કરાઈ

લો માં અભ્યાસ કરી રહેલા યુવકને નિકોલ પોલીસે થર્ડ ડીગ્રી માર માર્યાનો આક્ષેપ!મોઢામાં ડૂચો નાખી ઊંધો લટકાવી પટ્ટા દંડાથી માર્યો? ડીસીપી ને ફરીયાદ કરાઈ

0 0
Spread the love

Read Time:11 Minute, 1 Second
Views 🔥 કટોકટી! 25 જૂન,1975 થી 25 જૂન 2021 સમય બદલાયો પણ સવાલો એ ના એજ છે..

  રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)

          અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં કર્ફ્યુ ભંગના ગુનામાં ધરપકડ કરાયેલા વેપારીને જામીન અપાવવા આવેલા એક યુવકને નિકોલ પોલીસે ખુબજ બેરહેમી થી માર માર્યો હોવાનું સામે આવ્યું છે. જે યુવકને થર્ડ ડીગ્રી માર મરાયો છે, તે યુવક લો (low)ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. એટલુંજ નહી પણ પોલીસ દ્વારા યુવકના પિતાને પણ ચારથી પાંચ લાફા મારી દીધા હતા.સમગ્ર બાબતે હાલ ઝોન 5 ના ડીસીપી શ્રી અચલ ત્યાગી સાહેબ ને ફરીયાદ આપવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ડીસીપી 5 દ્વારા યોગ્ય તપાસ કરવાની ખાત્રી આપી હતી.
       ઘટના વિશે વધુ માહિતી મળતા જાણવા મળ્યું છે કે, નિકોલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં યાદવ આમલેટ નામની એક રેસ્ટોરન્ટ ચાલે છે. ત્યાં રાતના સમયે નાઈટ ડ્યૂટી કરતા અમુક પોલીસકર્મીઓ મફતમાં જમવા જતા હોય છે. રેસ્ટોરન્ટના સંચાલક રમેશ યાદવનું કહેવું છે, કે રેસ્ટોરન્ટ ઉપર એકલ દોકલ આવતા પોલીસને તેઓ મફતમાં જમવાનું આપતા હોય છે. પરંતુ અમુક સમયે નિકોલ પોલીસ સ્ટેશનના 5 થી 7 પોલીસકર્મીઓ એક સાથે જમવા આવી જતા હોય છે. જેનું બિલ 2 થી 3 હજાર જેટલું થાય છે. જે હાલના સંજોગોમાં નથી પોસાતું, કારણકે કોરોનાની પહેલી અને બીજી લહેર બાદ લોકોના ધંધા રોજગારમાં મંદી છે. જેથી આમલેટ રેસ્ટોરન્ટ ચલાવતા સંચાલક રમેશ યાદવે પોલીસકર્મીઓ ને કહ્યું કે હવે પછી તમે જમવા આવો તો તમારે પૈસા આપવા પડશે. જેથી મફતમાં ખાવા ટેવાયેલા અમુક પોલીસકર્મીઓને આ વાતનું ખોટું લાગી આવતા તેની અદાવત રાખી હતી. અને ત્યારબાદ નાઈટ કર્ફ્યુ ના સમયે યાદવ આમલેટ રેસ્ટોરન્ટના સંચાલકની કર્ફ્યુ ભંગના ગુનામાં 188 હેઠળ તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ નિકોલ પોલીસ સ્ટેશન થી રમેશ યાદવે પોતાના સબંધીઓને ફોન કરી જામીન અપાવવા માટે જાણ કરી હતી.


         નિકોલ પોલીસ સ્ટેશનમાં અટક કરાયેલા વેપારીને જામીન અપાવવા ઓઢવ થી તેમના પરિચિત મિત્ર મુકેશ યાદવ અને તેમના પિતા ત્યાં પહોંચી ગયા હતા. ત્યારબાદ પોલીસ સાથે વાત કરી રમેશ યાદવને જામીન આપવા આજીજી કરી હતી. પરંતું નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી (LRD) દાજીરાજસિંહ રાઠોડ ત્યાં આવી પહોંચતા જામીન અપાવવા આવેલા યુવકને પૂછવા લાગ્યો હતો, કે તુ કોણ છે અને અહીંયા શુ કામ આવ્યો છે. જેથી યુવકે નિખાલસતા સાથે કહ્યું કે મારું નામ મુકેશ યાદવ છે, અને હું લો (low) ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું. અને અટક કરાયેલા રમેશ યાદવ અમારા ગામના છે અને અમે એક બીજાના પરિચિત છીએ. તેમને જામીન અપાવવા હું અને મારાં પિતા પોલીસ સ્ટેશન આવ્યા છીએ. આટલુ સાંભળીને LRD દાજીરાજસિંહ ઉશકેરાઈ ગયા હતા, અને પિતા પુત્રને કહ્યું કે અહિયાંથી ચુપચાપ નીકળી જાઓ નહી તો તમે બંને જણને પણ લોકઅપ માં નાખી દઈશ.જેથી યુવકે પોલીસકર્મી ને કાયદા વિશે જાણકારી આપતા કહ્યું કે 188 કલમમાં પોલીસ જામીન આપી શકે છે, તો તમે કેમ ના પાડો છો. ત્યારબાદ કઈ પણ વિચાર્યા વગર દાજિરાજસિંહે યુવક મુકેશ યાદવને મોઢા ઉપર મુક્કો મારી દીધો હતો. અને કહ્યું કે તુ અમને કાયદો સમજાવશે,બહુ વકાલત કરે છે. એમ કહી તેની સાથે હાથાપાઈ કરવાનું શરુ કરી દીધું હતું.ત્યારબાદ અન્ય પોલીસકર્મીઓ પણ ત્યાં આવી પહોંચતા યુવક મુકેશ યાદવને પકડી એક રૂમમાં લઈ ગયા હતા. ત્યાં તેને નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો.  મુકેશ યાદવના પિતાએ પોલીસ સામે હાથ જોડીને વિનંતી કરી કે મારો દીકરો નિર્દોષ છે. તેમને છોડી દો આ તમે બરાબર નથી કરી રહ્યા છો. તમે પોલીસવાળા છો તો શુ કાયદો હાથમા લેશો, નિર્દોષ લોકો સાથે અત્યાચાર કરશો. આટલુ બોલતા પોલીસકર્મીઓ દ્વારા યુવકના પિતાને પણ લાફા મારી દીધા હતા.

     નિકોલ પોલીસને મફતમાં ખાવાની ના પાડી દેતા તેની અદાવત રાખી આમલેટની રેસ્ટોરન્ટ ચલાવતા માલીકની ધરપકડ કરી તેના ઉપર ગુનો નોંધ્યો હતો. અમુક ભ્રષ્ટ પોલીસકર્મીઓના કારણે સમગ્ર ગુજરાત પોલીસ ઉપર કલંક લાગતો હોય છે. અને નિકોલ પોલીસે તો હદ વટાવી નાખી. કારણકે પોતાના મિત્રને કર્ફ્યુ ભંગના ગુનામાં જામીન અપાવવા આવેલા તેમના મિત્ર મુકેશ યાદવ ઉપર ખોટી રીતે 186 મુજબનો ગુનો (પોલીસના કામમાં રુકાવટ પેદા કરવી) નોંધી તેને થર્ડ ડીગ્રી માર મરાયો હતો. જેમાં ભોગ બનેલા યુવક મુકેશ યાદવે નિકોલ પોલીસકર્મીઓ ઉપર ગંભીર આક્ષેપ લગાડ્યા છે.

   * યુવકને દોરડાથી બાંધી દઈ બેલ્ટ અને દંડા વડે બેરહેમી થી માર મરાયો

* પોલીસ દ્વારા યુવકને ટેબલ ઉપર ઊંધો લટકાવી દેવામાં આવ્યો હતો. અને બંને હાથ અને પગ વચ્ચે દંડો ભરાવી દઈને ઢોર માર માર્યો

  * પોલીસનું અમાનવીય વર્તન અને મારથી થતી અસહ્ય પીડાના કારણે યુવકે જયારે બૂમો પાડી તો તેના મોઢામાં કપડાંનું ડૂચો ભરાવી દઈ વધુ માર મારવામાં આવ્યો

  પોલીસના હાથે ભોગ બનનાર યુવકે ગંભીર આક્ષેપ લગાડતાં કહ્યું કે પોલીસ ના અસહ્ય મારથી આખા શરીરમાં પીડા થતા તેમણે પોલીસને આજીજી કરી કે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે, પરંતુ નિર્દય પોલીસે યુવકને પોલીસ સ્ટેશનમાં બળજબરી પૂર્વક પેઇનકિલર ટેબલેટ ખવડાવાની ફરજ પાડી

* વધુ એક આક્ષેપ કરતા યુવક મુકેશ યાદવ જણાવે છે કે, જયારે પોલીસ દ્વારા પગના તળિયા ઉપર લાકડીઓ ફાટકરવામાં આવી ત્યારે તેમના પગ સુન્ન પડી ગયા હતા, તેમનાથી ઉભું પણ નથી થવાતું તેમ છતાં પોલીસે તેમને આખીરાત રૂમમાં ચલાવ્યો હતો. અને જો હું રોકાઈ જતો ત્યારે પોલીસ મને ફરી પટ્ટા થી મારતા હતા
   * આ સમગ્ર ઘટનાને નિકોલના એક પીએસઆઈ ખાંટ નરી આંખે જોતા હોવા છતાં તેમણે યુવક સાથે અન્યાય થવા દીધો હતો જે ખુબજ નિંદનીય છે

* યુવકના પિતાએ 100 નંબર ઉપર કંટ્રોલ મેસેજ કરી સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. પરંતુ નિકોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ખાંટે યુવકના પિતાને ધમકાવી યુવક ઉપર ખોટા કેસ કરી તેના દીકરાનું કેરીયર બરબાદ કરી દેવાની ધમકીઓ આપી હતી.જેથી પિતાએ ઘબરાઈ જઈને સમાધાન કરવાની ફરજ પડી

*ભોગ બનેલા યુવકનો નિકોલ પોલીસ ઉપર આક્ષેપ છે કે આખીરાત લોકઅપમાં મને થર્ડ ડીગ્રી માર મરાયો અને સવારે 7 વાગે મને કોરોના રિપોર્ટ કરાવા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ પહોંચતા યુવકે પોલીસને કહ્યું કે મને હાથ પગમાં અસહ્ય દુખાવો થાય છે, મને સારવાર કરાવવા દાખલ કરો. તેમ છતાં ત્યાં પણ મને ધાક ધમકીઓ આપી નિકોલ પોલીસ સ્ટેશન સારવાર વગર પાછા લઈ આવ્યા

  * યુવક મુકેશ યાદવનો વધુ એક આક્ષેપ હતો કે, નિકોલ પોલીસ દ્વારા તેમને અવારનવાર જાતિ વિષયક ટિપ્પણીઓ કરી ગાળો આપવામાં આવતી હતી, પોલીસે કહ્યું કે તમે પરપ્રાંતિઓ અમારા ગુજરાતમાં દાદાગીરી અને લુખ્ખાગીરી કરો છો તમને તો બરાબર કરવાનાં છે

       હાલ આ સમગ્ર મામલે અમદાવાદમાં વસતા હિન્દી ભાષી લોકોની લાગણી દુભાઈ છે. નિર્દોષ અને શિક્ષિત યુવક મુકેશ યાદવ સાથે નિકોલ પોલીસના આ અમાનુશી અત્યાચારની વાતો ઠેર ઠેર ઉઠવા પામી છે. જેમાં એક હિન્દી ભાષી સંગઠન દ્વારા નિકોલ પોલીસ વિરૃદ્ધ ગૃહમંત્રી ને લેખિત રજુઆત કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. તો બીજીતરફ પીડિત યુવક મુકેશ યાદવ દ્વારા અમદાવાદના ઝોન 5 ડીસીપી શ્રી અચલ ત્યાગી સાહેબને રૂબરૂ મળી લેખિત ફરીયાદ કરી ન્યાયની માંગણી કરી છે. જેમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી દાગીરાજસિંહ, (LRD) હેડ કોન્સ. મેહુલ અમૃતલાલ, હેડ.કો સંજય નાથાલાલ, રવિરાજ અને સંતોષ નામના પોલીસકર્મીઓ વિરૃદ્ધ અમાનુશી અત્યાચાર ગુજારી ઢોર માર માર્યા હોવાની ફરીયાદ કરી છે. અને માંગણી કરી છે કે, આ તમામ પોલીસકર્મીઓમાં અમુક દારૂના નશામાં ચૂર હતા, અને તેમણે કાયદાનો ઉલ્લંઘન કરી પોલીસ હોવાનો ગેર લાભ ઉઠાવ્યો હતો. જેથી આ તમામ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

કટોકટી! 25 જૂન,1975 થી 25 જૂન 2021 સમય બદલાયો પણ સવાલો એ ના એજ છે..

કટોકટી! 25 જૂન,1975 થી 25 જૂન 2021 સમય બદલાયો પણ સવાલો એ ના એજ છે..

કટોકટી! 25 જૂન,1975 થી 25 જૂન 2021 સમય બદલાયો પણ સવાલો એ ના એજ છે..

INS વાલસુરા ખાતે 12મા SSC (X/IT)ની પાસિંગ આઉટ પરેડ અને વિદાય સમારંભનું કરાયું આયોજન

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.