કટોકટી! 25 જૂન,1975 થી 25 જૂન 2021 સમય બદલાયો પણ સવાલો એ ના એજ છે..

કટોકટી! 25 જૂન,1975 થી 25 જૂન 2021 સમય બદલાયો પણ સવાલો એ ના એજ છે..

0 0
Spread the love

Read Time:9 Minute, 28 Second
Views 🔥 કટોકટી! 25 જૂન,1975 થી 25 જૂન 2021 સમય બદલાયો પણ સવાલો એ ના એજ છે..

✒️…. દિલીપ સિંહ ક્ષત્રિય
25 જૂનને ભારતની લોકશાહી માટે કાળો દિવસ ગણવામાં આવે છે.હાલના સત્તા પક્ષ ત્યારના વિરોધ પક્ષના અનેક નેતાઓ નેતા બન્યા એની પાછળ નું કારણ પણ કદાચ આજ કાળો દિવસ હતો. કોઈ પણ લોકતંત્ર માટે કટોકટી એ લોકશાહીની હત્યા સમાન જ છે.આજે લોકશાહી અને આઝાદીની વાતો કરતી સરકારે ફરીથી એજ ચર્ચા કરવા મજબુર કરી દીધા છે કે આખરે તે વખતે દેખાતી કટોકટી હતી અને આજે ન દેખાતી કટોકટી કે ન અનુભવાતી કટોકટી વચ્ચે ફેર શું છે ? ત્યારે કટોકટીનો વિરોધ કરનાર નેતાઓ આજે પોતે દેખીતી કટોકટી તો નથી લાદી રહ્યા પણ ક્યાંક એવું લાગે છે કે કોઈક અદશ્ય શક્તિઓ આઝાદીના શ્વાસને રૂંધી રહી છે.ક્યાંક લખવા બોલવા કે વિરોધ કરવાની આઝાદી છુપી રીતે છીનવાઈ રહી છે.ક્યાંક કેટલાક પ્રશ્નો કરવાની આઝાદી છીનવાઈ રહી છે. આવી કટોકટીની વાત સમજવા પહેલા ઇતિહાસ માં કાળા દિવસના નામે નોંધાયેલી કટોકટી સમજવી પડે..

નિત્ય ક્રમની જેમ ભારતના લોકો 26 જૂન, 1975 ના રોજ રેડિયો શરૂ કર્યો ને અચાનક એક અવાજ આવ્યો “ભાઈઓ ઔર બહેનો,રાષ્ટ્રપતિજી ને આપાતકાલ કી ઘોષણા કી હૈ” આકાશવાણીના માધ્યમથી કહેવામાં આવેલા આ શબ્દો તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના હતા. આ નાનકડી લાઈન માં મેસેજ સ્પષ્ટ હતો કે તાનાશાહી સરકાર ટકાવી રાખવાની ઈચ્છા થી, ભ્રષ્ટાચારમાં વધારો કરવા, પોતાના અન્ય ખોટા કામો અને નિષ્ફળતાઓને છૂપાવવા માટે દેશમાં લોકશાહીને ‘કેદ’ કરી લેવાઈ છે.કટોકટીની જાહેરાત સાથે જ ઇન્દિરાજીએ તમામ સંચાર-માધ્યમો, અખબારી જગતને ગળે ટૂંપો દેવા માટે, અખબારી પ્રિ-સેન્સરશિપનો કાળો વટહુકમ પણ જાહેર કરી દીધો !

અડધી રાતે તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ પોતાની ડચકાં ખાતી પ્રધાનમંત્રીપદની ખુરશીને બચાવવા માટે,લોકશાહીની હત્યા કરી ને દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી દીધી. લોકશાહી માટેની આ કાળ રાત્રી 21 માર્ચ 1977 સુધી રહી હતી. તે વખતના પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીએ પોતે પ્રધાનમંત્રી પદ ટકાવી રાખવા માટે ઇમર્જન્સીનો પ્રસ્તાવ તૈયાર કર્યો અને રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે તે પ્રસ્તાવ પર સહી કરી. ઇંદિરા સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિએ ભારતીય બંધારણની કલમ 252 હેઠળ દેશમાં ઇમરજન્સી લાદી દીધી.

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ સમય સૌથી વિવાદાસ્પદ સમય હતો. ઇમરજન્સીના કારણે ચૂંટણી સ્થગિત થઇ ગઇ હતી. લોકોના અધિકારો છિનવાયા હતા તો બોલવાની પણ આઝાદી ન હતી. જે કારણે આ સમયને આઝાદ ભારતનો સૌથી વિવાદાસ્પદ સમય પણ માનવામાં આવે છે.

આજે આ કટોકટીની સ્થિતિ ને આટલા વર્ષો પછી પણ યાદ એટલા માટે કરવી કે કરાવવી પડે છે કે દરેક શાસક હંમેશા એવું જ ઈચ્છતો હોય છે કે એમના શાસન સામે પ્રશ્નો ઓછા થાય, ઘણી વખત સત્તાને સવાલો ગમતા ના હોય ત્યારે પ્રજા અને અને પ્રજા માટે લોકશાહીની રક્ષા કરનાર દરેક તંત્રની જવાબદારી બને છે કે લોકશાહીને જીવંત રાખવા માટે પ્રજા માટે પ્રશ્નો પૂછે, 2014 થી 2021 ના સમય ગાળામાં અનેક વખત એવી સ્થિતિઓ આવી, અનેક વખત એવી ઘટનાઓ બની જયારે લોકશાહીની ચોથી જાગીર ગણતા પત્રકારત્વને શાંત કરી દેવા માટે પ્રયત્નો થયા,( ઉત્તરપ્રદેશ થી શરુ કરીને ગુજરાત માં અનેક પત્રકારો વિરુદ્ધ અ-કારણ પોલીસ કેસ થયા) અનેક વખત એવી ઘટનાઓ પણ બની કે એવું લાગે જાણે અઘોષિત કટોકટી છે,આવી સ્થિતિ કે ઘટનાઓ ત્યારે જ બનતી હોય છે જયારે લોકોનું સમર્થન આવી ઘટનાઓ સર્જનારા પ્રત્યે હોય, જયારે જયારે આવી ઘટનાઓ બને કે આવી સ્થિતિ અછડતી નિર્માણ પામે ત્યારે લોકો એ પ્રજા એ એક વાર જેમણે કટોકટી જોઈ છે, કે જેમને કટોકટી નો અનુભવ કર્યો છે એવા લોકો ને એક વખત મળી લેવું,સમજી લેવું,એમના વિષે વિચાર કરી લેવો, કે 25 જૂન 1975 પછી નો સમયગાળો કેવો હતો? લોકો અને પ્રજાના પ્રશ્નો પૂછનાર પત્રકારત્વ કેવું હતું ?

અહીં વાત એ નથી કે છેલ્લે 1975 માં કદાચ પહેલી અને છેલ્લી વાર કટોકટી લદાઈ ને કાયદા ની રુહે મળેલા ભારત ના બધા જ નાગરિકો ના હક્કો છીનવાઈ ગયા.વાત એ પણ નથી કે કાયદા ની રુહે ભારત ના નાગરિકો ને મળેલા અધિકારો ખરા અર્થ માં એમને કેટલા મળ્યા છે, કે પછી દરેક દાયકા માં જે અભિવ્યક્તિ ની આઝાદી ના પ્રશ્નો ઉઠે છે એની પણ વાત નથી,વાત કે પ્રશ્ન એ છે કે છેલ્લા 75 વર્ષ માં ધીરે ધીરે એ પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે સતાધીસો એ કાયદા કે સંવિધાન ને એટલો નબળો કરી નાખ્યો છે કે 75 વર્ષ પછી પ્રશ્નો થવા લાગ્યા છે કે કાયદો ને વ્યસ્થા છે ક્યાં ? આજે જે કાયદો અને વ્યસ્થા ની સોગંધ લઇ ને નેતાઓ સત્તા પર આવ્યા એ છડે ચોક જયારે કાયદા નું પાલન નથી થતું ત્યારે ક્યાં ખોવાઈ જાય છે? એ કેમ પોતાને આજે સર્વસ્વ સમજવા લાગ્યા છે ?

કેમ 1993 ની વોહરા કમિટી ની રિપોર્ટ દેશ સામે સાર્વજનિક નથી કરવામાં આવતો ? કેવી રીતે અમીરો સાથે ની સાઠગાંઠ સત્તા મેળવવા માટે એક માફિયા ની જેમ કામ કરે છે ? કેવી રીતે આજે ક્રોની કેપિટલઝિમ થી જ સત્તા ચાલે છે, કેવી રીતે 1984 માં એક મોટું ઝાડ પડતા જે જગ્યા હલી એને સરખી કરવા માટે શીખો નું કત્લેઆમ થયું ને ઇન્દિરા ગાંધી ની હત્યા સામે એને યોગ્ય ઠેરવાયું?  કેવી રીતે ગોધરા થી નીકળેલા રમખાણો ના રાજકારણે આજે દેશ ની દિશા બદલી છે ?

આ સિવાય આઝાદી ના 75 વર્ષ પછી આજે દેશ માં ક્યાંક બેચેની એટલે લાગે છે કે લોકો ની હત્યા એટલા માટે થઇ જાય છે કેમકે કોઈ ભ્રષ્ટ સિસ્ટમ સામે પ્રશ્નો કરે છે.

જે પહેલા ગુનો ગણવામાં આવતો એ આજે સામાન્ય ઘટના કેમ લાગે છે? કદાચ એટલા માટે આવું લાગે છે કે લોકો ને આજે એવું થઇ ગયું છે કે જો આવી ગુનહિત ઘટનાઓ માં સામેલ નહિ થઈએ તો કદાચ સત્તા ન મળે. આજે સ્થિતિ એ છે કે ગુન્હેગારો એવી રીતે વર્તી રહ્યા છે જાણે પોતે જ ન્યાયાધીશ છે. આજે જે સ્થિતિ છે એ જોઈએ ને એવું લાગે છે કે જાણે સત્તા જ એવો મેસેજ આપી રહી છે કે આઝાદી ના 75 વર્ષો માં તમને શું મળ્યું ? લૂંટ, બળાત્કાર ચોરી, હત્યા આજ ને ? આજે ગુન્હેગારો ને જાણે સજા મળતી જ બંધ થઇ ગઈ હોય એવું લાગે છે, ગુન્હેગારો માં 70 થી 80 ટકા લોકો પુરાવા ના આભાવે છૂટી જ રહ્યાં છે, કન્વિકશન રેટ 27 થી ઘટી 21 થઇ ગયો છે. એટલે આજે સમાજ ની વચ્ચે ગુન્હાઈત ઘટનાઓ સામાન્ય લાગે છે. આજે ગુન્હા ની પરિભાષા અને પોલીસ સ્ટેશન જ જાણે બદલાઈ ને ઇડી અને ઇન્કમટેક્ષ માં સમેટાઈ ગયું હોય એવું લાગે છે.

આજે કટોકટીને તો યાદ કરાય છે પણ ક્યાંક વાણી સ્વાતંત્ર્ય કેટલું અને કેવું છે એની ચર્ચા ક્યાંય થતી જ નથી. 26 જૂને એક પક્ષ કટોકટીને કાળો -કાળ ગણાવે છે તો બીજો પક્ષ હાલની સ્થિતિ ને કટોકટી ગણાવે છે, પણ આ પક્ષા-પક્ષીને સામ સામે આક્ષેપબાજીના ખેલમાં ક્યાંક લોકશાહી અને આઝાદીનો શ્વાસ ગુંગળાતો હોય એવું આજે લાગી રહ્યું છે.આજે દેખીતી આઝાદીમાં ફરી થી કટોકટી છુપાયેલી હોય એવો આભાશ થાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

કટોકટી! 25 જૂન,1975 થી 25 જૂન 2021 સમય બદલાયો પણ સવાલો એ ના એજ છે..

આજે જાણો એક ડો. જયદીપ ચૌહાણના દિલની વાત! “કવિની કલમે”

લો માં અભ્યાસ કરી રહેલા યુવકને નિકોલ પોલીસે થર્ડ ડીગ્રી માર માર્યાનો આક્ષેપ!મોઢામાં ડૂચો નાખી ઊંધો લટકાવી પટ્ટા દંડાથી માર્યો? ડીસીપી ને ફરીયાદ કરાઈ

લો માં અભ્યાસ કરી રહેલા યુવકને નિકોલ પોલીસે થર્ડ ડીગ્રી માર માર્યાનો આક્ષેપ!મોઢામાં ડૂચો નાખી ઊંધો લટકાવી પટ્ટા દંડાથી માર્યો? ડીસીપી ને ફરીયાદ કરાઈ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.