વડોદરા: મોબાઈલ ફોનના કારણે જેટલી સગવડતા વધી છે તેટલીજ અગવડતા પણ વધી છે. મોબાઈલ ફોનનો દુરુપયોગ કરી અજણાયા નમ્બર પર ફોન કરી મહિલાઓને ખાસ ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના કરજણ પાસે પણ આવો એક કિસ્સો જોવા મળ્યો. જ્યાં મોબાઈલ રોમિયો પબ્લિકના હાથે ચઢી જતા મહિલાની માફી માંગવા મજબૂર થયો મોબાઈલ રોમિયો.
કરજણ પાસે રહેતી એક મહિલાને અચાનક મોબાઈલ ઉપર એક ફોન આવ્યો અને પછી તે રોંગ નમ્બર ઉપરથી અવારનવાર કોલ આવવા લાગ્યા. જ્યાં મોબાઈલ રોમિયો મહિલા પાસે અનૈતિક માંગણીઓ કરતો હતો. મહિલાએ રોમિયોથી કંટાળીને પોતાના પતિ ને સમગ્ર વાત કરી. અને ત્યાર બાદ રોંગ નમ્બર રોમિયોને રાઈટ એટલે કે બરાબર સબક શીખવવા આવ્યો.
મોબાઈલ રોમિયો ઇમરાન જનતાના હાથે ચઢતા પીડિત મહિલાએ પણ ઇમરાનને સબક શીખવ્યો આખરે કેમેરા સમક્ષ ઇમરાને મહિલાની માફી માંગી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો..