અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેરના આવે તે માટે કોરોના વેકસીન ખૂબ જરૂરી હથિયાર છે. ત્યારે કોરોના સામે વધુ ને વધુ વોરિયર્સ બહાર આવે અને કોરોના વેકસીન લઈને કોરોના સામે લડત આપે તે માટે દિવસ રાત સરકારી માધ્યમો, સહકારી માધ્યમો દ્વારા કોરોના જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રચાર પ્રસરની સીધી અસર હવે લોકોમાં જોવા મળી રહી છે.
વેજલપુર વિસ્તારની નિર્મલ રેસિડન્સી ખાતે આજે વેક્સિન જાગૃતિ કેમ્પ યોજાયો હતો. વેકસીન કેમ્પમાં 359 લોકોએ વેકસીન લીધી જ્યારે આસપાસની સોસાયટીના સ્થાનિકોને પણ કોરોના વેકસીન જાગૃતિનો સંદેશ આપ્યો. જ્યાં નિર્મલ રેસિડન્સીના ચેરમેન હિતેશ સી રાઠોડ, સેક્રેટરી શૈલેષ જે બ્રહ્મભટ્ટ અને કમિટી મેમ્બર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે સોસાયટીના તમામ લોકોને વેક્સિન લેવા માટે સમજાવ્યા હતા. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને રસી લીધી હતી. જેમાં ધારાસભ્ય કિશોરસિંહ ચોંહાન, કોર્પોરેટર દિલીપભાઇ બગાડીયા, પારૂલબેન દવે, અને રાજુભાઇ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનું સંચાલન જેસિંગભાઈ એચ સોહેલિયા અને તેમના સાથી મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.