વર્ષોથી ચાલી આવેલી ગેઝેટના મુદ્રણ-પ્રિન્ટીંગની પરંપરાગત પ્રક્રિયાનો હવે અંત આવશે! ગેઝેટ થયું ઇ-ગેઝેટ

0
વર્ષોથી ચાલી આવેલી ગેઝેટના મુદ્રણ-પ્રિન્ટીંગની પરંપરાગત પ્રક્રિયાનો હવે અંત આવશે! ગેઝેટ થયું ઇ-ગેઝેટ
Views: 87
0 0
Spread the love

Read Time:3 Minute, 9 Second
Views 🔥 web counter


પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં મહત્વપૂર્ણ કદમ ભરતું ગુજરાત

રાજ્ય સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ હવે ડિઝીટલ- ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ માટેની વેબસાઇટ egazette.gujarat.gov.in નું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યુ છે


ગાંધીનગર: સરકારી કામકાજ માટે હવે સાધારણ અને અસાધારણ ગેઝેટ માટે પ્રિન્ટિંગ બંધ થયું. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મહત્વપૂર્ણ કદમ ભર્યું છે. મુખ્યમંત્રી દ્વારા આજે egazette.gujarat.gov.in નું લોન્ચિંગ કર્યું છે. આના પરિણામે અંદાજે સરેરાશ વાર્ષિક ૩પ મેટ્રિક ટન પેપરની બચત  થશે. સાથે સાથે કોઇપણ વ્યક્તિ, સંસ્થા વેબસાઇટના માધ્યમથી ગેઝેટને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે.

મેન્યુઅલ રેકોર્ડ સાચવવાની ઝંઝટ માંથી મુક્તિ

ઇગેઝેટ ની શરૂઆતના પગલે હવે જૂની પરંપરાગત કાર્ય પદ્ધતિ બદલાશે અને રેકોર્ડ સાચવણી પણ ડીજીટલ સ્વરૂપે થશે. ઇ-ગેઝેટની આવી ડાઉન લોડેડ કોપીની અધિકૃતતા માટે QR કોડની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે. ગેઝેટની વેબસાઇટ ઉપર તાત્કાલિક ઉપલબ્ધતાથી વહીવટમાં અસરકારકતા વધશે.

30 વર્ષ જુના ગેઝેટ પણ ડિજિટલ સ્વરૂપે એક મહિનામાં ઉપલબ્ધ થઈ જશે.

મુખ્યમંત્રીએ વિભાગ ને સૂચન કર્યુ હતું કે  રાજ્યમાં 30 વર્ષના  જૂના ગેઝેટ ઉપલબ્ધ છે તે ત્વરાએ   વેબસાઈટ ઉપર  એક માસમાં  ઉપલબ્ધ કરાવવા. તદનુસાર જૂના ગેઝેટને પણ ક્રમશ: વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી તે પણ વેબસાઇટ પર સરળતાએ મળી રહેશે. નાગરિકો, અરજદારો,સરકારી કચેરીઓને અગાઉ પ્રસિદ્ધ થઇ ગયેલા જૂના ગેઝેટની નકલો મેળવવામાં પડતી સમસ્યાનું નિવારણ થશે.

રાજ્ય સરકારના તમામ વિભાગોના ગેઝેટ માટે ફકત એક જ –સેન્ટ્રલાઇઝડ વેબસાઇટ તરીકે તમામ માહિતી પૂરી પાડી શકાશે. આ વેબ સાઈટ લોન્ચિંગ અવસરે મંત્રી જયેશ ભાઈ રાદડીયા,કુટીર ઉદ્યોગ સચિવ સંદીપ કુમાર, જી આઇ એલ ના મેનેજિંગ ડિરેક્ટર  ગુસિઆ,સરકારી પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી નિયામક રાઠોડ  તેમજ વિભાગના નાયબ સચિવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed