અમદાવાદ: દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મનપસંદ જીમખાનમાં સ્ટેટ વિજિલન્સ સેલે દરોડો પાડતા ખળભળાટ મચી ગયો. જ્યાં જુગાર રમતા 150થી વધુ લોકોને વિજિલન્સ સેલે રંગે હાથે ઝડપી પાડ્યા. સુત્રોનું માનીએ તો સમગ્ર દરોડા દરમ્યાન રોકડ રકમ અને મુદ્દામાલ સહિત રૂપિયા અઢી કરોડથી પણ વધુનો મુદ્દામાલ હોવાનું જાણવા મળી રહ્યું છે
મસમોટું જુગારધામ પકડાતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. સ્ટેટ મોનિટરિંગની ટીમે દરોડા પાડીને 150થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા છે. જુગારનો આટલો મોટો અડ્ડો ચાલતો હોવાની માહિતી શું પોલીસને હશે જ નહીં. તેવા સવાલ અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગના દરોડા બાદ થાય છે. દરિયાપુર તંબુ ચોકીથી માત્ર 200 મિટર દુર એક જગ્યા છે.
મનપસંદ જીમખાનામાં 150 જેટલા જુગારીઓ ઝડપાયા છે. અલગ-અલગ 7 ઘરની અંદર આ જુગરધામ ચાલતું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકો જુગાર રમવા માટે આવતા હતા. લાંબા સમયથી આ જુગારધામ ચાલતું હોવાનું પણ સામે આવ્યું છે. દરોડા બાદ જુગાર રમાડનાર અને કોની રહેમ નજર હેઠળ આ જુગાર ધામ ચાલતું હતું. મનપસંદ જીમખાનમાં જુગારધામ ચલાવતા સંચાલક ગોવિંદ પટેલ ઉર્ફે ગામાની પોલીસે અટકાયત કરી સમગ્ર મામલે વિસ્તૃત તપાસ હાથધરી છે.