દરિયાપુર પોલીસ કમિશનરના હુકમને ઘોળી પી ગઈ, અંદરખાને પરમિશન આપીને ચલાવતા જુગારધામ ઉપર વિજિલન્સની રેડ! કરોડોનો મુદ્દામાલ ઝડપાયો?

દરિયાપુર પોલીસ કમિશનરના હુકમને ઘોળી પી ગઈ, અંદરખાને પરમિશન આપીને ચલાવતા જુગારધામ ઉપર વિજિલન્સની રેડ! કરોડોનો મુદ્દામાલ ઝડપાયો?

0 0
Spread the love

Read Time:12 Minute, 7 Second
Views 🔥 દરિયાપુર પોલીસ કમિશનરના હુકમને ઘોળી પી ગઈ, અંદરખાને પરમિશન આપીને ચલાવતા જુગારધામ ઉપર વિજિલન્સની રેડ! કરોડોનો મુદ્દામાલ ઝડપાયો?


ઇતિહાસ દોહરાવવામાં આવશે કે   ઇતિહાસ બદલવામાં આવશે! માત્ર સસ્પેનશનથી જુગારની બદી દૂર થશે કે કાયમી ઇલાઝ થશે..

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)

● પોલીસતંત્ર માં ખળબળાટ
● માત્ર સસ્પેન્શનથી દારૂ જુગારની બદીઓ ડામી શકાશે
● ઇતિહાસ દર્શવાશે કે પછી પાછું પુનરાવર્તન

આખરે ભ્રષ્ટ અધિકારીઓ ઉપર ક્યારે લગામ લગાવાશે

રાજ્યસરકારના દારૂ જુગારના દાવાઓ  કેટલા સાચા

● પોલીસ પોતે મીલીભગત કરી આપી રહી છે દારૂ જુગારની પરમિશન

● એક તરફ અમુક પ્રામાણિક પોલીસ અધિકારીઓ ભારત સરકારથી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મેડલ મેળવી રહ્યા છે

● બીજીતરફ અમુક ભ્રષ્ટ અને લાંચિયા પોલીસના પાપે સમગ્ર ગુજરાત પોલીસને મળી રહી છે બદનામી

         અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર ચાલતા મનપસંદ જીમખાના (જુગારધામ) કે જે દરિયાપુર પોલીસની સીધી રહેમ નજર હેઠળ ચાલતું હતું. આ જુગારધામ ઉપર ગાંધીનગરની વિજિલન્સે રેડ કરી 150 થી વધુ જુગારીઓને રંગે હાથ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. વિજિલન્સની આ રેડમાં રોકડ રકમ,વાહનો, અને અન્ય વસ્તુઓ સહીત અઢી કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે.આશ્ચર્યની બાબત છે કે દરિયાપુર પોલીસની નાક નીચે રમાતા આટલા મોટા જુગારધામ ઉપર સ્થાનિક પોલીસની નજર કેમ નથી પડી. સૂત્રોની માનીએ તો મનપસંદ જીમખાના નામનો જુગારધામ દરિયાપુર પોલીસ અને ત્યાંના ઉચ્ચ અધિકારીઓ ના આશીર્વાદ થીજ ધમધમતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

              તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં રથયાત્રા લઈને હાલમાંજ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ સાહેબ દ્વારા એક ક્રાઈમ કોન્ફ્રન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ઝોનના ડિસિપીઓ, એસીપી,અને પીઆઈઓ ને હાજર રાખી શહેરમાં ચાલતી તમામ ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર ચાંપતી નજર રાખી અસામાજિક તત્વો, દારૂના અડ્ડાઓ, જુગારધામો, ગાંજા, અફીણ, અને અન્ય બીજા નશીલા પદાર્થોના દુષણો ડામવા સલાહ સૂચનો આપ્યા હતા. જેના લીધે શહેરમાં કાયદા અને વ્યવ્યસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે. અને કોઈ અનિચ્છનીય બનાવો ના બને તેની ખાસ નોંધ કરાવી હતી. તેમ છતાં અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓની મીલીભગતના કારણે હજુય કેટલાય મોટા જુગારધામો અને દેશી -વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.

         જેના ભાગરૂપે ગતરોજ અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જુગારના નામી મોટા સંચાલક ગોવિંદ પટેલ ઉર્ફે ગામા નામના જુગારધામ મનપસંદ જીમખાના ઉપર ગાંધીનગરની ડીજી વિજિલન્સની ટીમે અચાનક રેડ પાડતા નાસભાગ મચી ગઈ હતી.વિજિલન્સની રેડમાં 150 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આ રેડમાં જુગારીઓ પાસેથી રોકડ રકમ અને મુદ્દામાલ સહીત અઢી કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયો હોવાનો સૂત્રો જણાવી રહ્યા છે. દરિયાપુર પોલીસ સ્ટેશન થી સંલગ્ન તંબુ પોલીસ ચોકીથી માત્ર 200 મીટર દૂર ચાલતા મનપસંદ જીમખાના આખા અમદાવાદમાં ચાલતો મોટો જુગારધામ છે. અગાઉ પણ મનપસંદ જીમખાના ઉપર રેડો કરવામાં આવી છે. તેમ છતાં આ જુગારધામ ફરી ધમધમવા લાગી જાય છે તેના ઉપર કોના આશીર્વાદ છે તે નથી સમજાતું. જો સૂત્રોની વાત કરીએ તો મનપસંદ જીમખાના જુગારના ક્લબની તો તેના માલિક ગોવિંદ પટેલ ઉર્ફે ગામા પોલીસ તંત્રમાં અને મોટા નેતાઓ સાથે ધરોબો ધરાવે છે. અને તમામને મસમોટા હપ્તાઓ પહોંચતા કરે છે. જેથી અમુક ભ્રષ્ટ મોટા પોલીસના અધિકારીઓના અને સ્થાનિક વહીવટદારોના સીધા આશીર્વાદથી આ જુગારની કલબ ચાલે છે? જેવી રીતે માધવપુરામાં દાઉદ ઈબ્રાહીમ મિયાણા નો વરલી મટકાનો જુગાર ધમધમે છે.

         ભૂતકાળમાં પણ ડીજી વિજિલન્સની રેડના કારણે સ્થાનિક પી.આઈ. સસ્પેન્ડ થયાં હતા.

  આમની અગાઉ વિજિલન્સ દ્વારા માધવપુરામાં પણ રેડ કરી હતી. જેમાં 20 થી વધુ જુગારીયાઓ અને 2 લાખ થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. વિજિલન્સ દ્વારા કરાયેલી રેડમાં તપાસ હાથ ધરાતા માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. બી. બારડ અને માધવપુરા પોલીસની સંડોવણી બહાર આવી હતી. જેથી કરીને પીઆઈ એમ. બી. બારડને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરી દેવાયા હતા. ભૂતકાળમાં પણ માધવપુરા વિસ્તારમાં દરીયાખાન ધુમ્મટ પાસે ચાલતા ગની અને દાઉદ ઈબ્રાહીમ મિયાણા નામના જુગાર સંચાલકો સામે માધવપુરા પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં સ્થાનિક પોલીસ અને જુગારના સંચાલકોની મીલીભગતના કારણે કોઈ સચોટ કાર્યવાહી કરાતી ના હોવાના કારણે માધવપુરા વિસ્તારની જાગૃત મહિલાઓ દ્વારા સ્વયંમ રેડ કરી જુગારીઓના વાહન સળગાવી દેવામાં આવ્યા હતા. જે મામલો વધુ બીચકાતા ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર બાબતે ધ્યાન દોરતા માધવપુરા પોલીસની સીધી સંડોવણી હોવાનું જાણવા મળતા જે તે સમયના પીઆઈ ખીલેરીને પણ સસ્પેન્ડ કરાયા હતા.

  ડીજી વિજિલન્સની રેડમાં અગાઉ સરદારનગર પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શેખ ને પણ સસ્પેન્ડ કરાયા હતા.
          અમદાવાદના સરદારનગર વિસ્તારમાં પણ અગાઉ ડીજી વિજિલન્સ દ્વારા રેડ કરી મોટો જુગારધામ ઝડપી પાડ્યો હતો. જેમાં વિજિલન્સ ટીમે 58 જુગારીયાઓ ને ઝડપી પાડી તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં સરદારનગર પોલીસની મીલીભગત સામે આવતા તાત્કાલિક અસરથી સરદારનગરના સેકન્ડ પી.આઈ. શેખને સસ્પેન્ડ કરી દેવાયા હતા. ગુજરાતની રાજ્ય સરકાર દારૂ જુગારની ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ પણે ડામી દેવા કટીબદ્ધ છે.

રાજ્યસરકાર દ્વારા આ દારૂ જુગારની બદીઓનું દુષણ ડામવાની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસને સોંપ્યું હોવા છતાં અમુક મોટા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અમુક નાના મોટા પોલીસકર્મીઓ અને પોલીસ સ્ટેશનનો ના વહીવટદારો દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિઓ ચલાવતા બુટલેગરો અને જુગારના અડ્ડા ચલાવતા અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠ કરી સમગ્ર ગુજરાત પોલીસ ઉપર લાંછન લગાડવાની કોઈ કસર નથી છોડતાં.

            ડીજી વિજિલન્સે કરેલી અચાનક રેડમાં સ્થાનિક દરિયાપુર પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. જો આટલો મોટો જુગારધામ ગાંધીનગરની ડીજી વિજિલન્સ ઝડપી પાડતી હોય તો શુ અમદાવાદની અન્ય પોલીસ એજન્સીઓને આ જુગારધામ વિશે કોઈ જાણ નહી હોય? એ વિચારવા જેવો પ્રશ્ન છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદની પીસીબી ટીમ દ્વારા હાલમાંજ સરદારનગર વિસ્તારમાં એક ઘરમાં રમતા 5 જુગારીઓને બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસને 40 હજારનો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જો નાના જુગારીઓ ની માહિતી મેળવી રેડ કરી નાના જુગારીઓને ઝડપી પાડતી પીસીબી પોલીસને આટલા મોટા જુગારધામની જાણ કેવી રીતે ના પડી તે પણ એક વિચારવા જેવો પ્રશ્ન ઉઠવા પામે છે! જેથી હવે આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ વિરુદ્ધ કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તપાસમાં સામે આવશે.

          દરિયાપુરમાં પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા મનપસંદ જીમખાના જુગારની કલબમાં ડીજી વિજિલન્સ દ્વારા રેડના લીધે સમગ્ર અમદાવાદ પોલીસતંત્ર માં હાહાકાર મચી ગયો છે. કારણકે 150 થી વધુ જુગારીઓ અને અઢી કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયો હોવાની સૂત્રો દ્વારા જાણકારી સામે આવી રહી છે! હવે જોવાનું રહ્યું કે દરિયાપુર પોલીસની ભૂમિકા શુ છે? આટલા મોટા જુગારધામને ચલાવવાની પરમિશન કોણે આપી? શુ આ સમગ્ર ઘટનામાં સ્થાનિક પી. આઈ. અને વહીવટદારોની સીધી સંડોવણી છે? આ જુગારધામ ઉપર અગાઉ પણ રેડો પડી હોવા છતાં કોના આશીર્વાદ થી આ જુગારધામને શરુ કરવાની મંજૂરી આપવામાં આવી?

જયારે કોઈ બહારની એજન્સી દારૂ -જુગારના અડ્ડાઓ ઉપર રેડ કરતી હોય છે ત્યારે સ્થાનિક પી. આઈ. સામે તપાસ સોંપવામાં આવે છે, જેમાં અમુક પી. આઈ. ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો શુ દરિયાપુરના પી. આઈ. સામે પણ કડક તપાસ હાથ ધરવામાં આવશે? આવા અનેક સવાલો લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે. ચોક્કસ પણે કહી શકાય કે ડીજી વિજિલન્સ દ્વારા દરિયાપુર વિસ્તારમાં રેડ કરી મોટો જુગારધામ ઝડપી પાડી ખુબજ પ્રસંસનીય કાર્યવાહી કરી હતી. પરંતુ આ રેડના લીધે સ્થાનિક દરિયાપુર પોલીસ અને અમદાવાદની અન્ય પોલીસ એજન્સીઓની ભૂમિકા ઉપર જરૂર થી સવાલ ઉત્પન્ન થયો છે. ત્યારે અધિકારીઓ દ્વારા જુગારધામ સંચાલક અને સાંઠગાંઠ ધરાવતા અધિકારીઓ ઉપર કેવા પ્રકારના આકરા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

દરિયાપુર પોલીસ કમિશનરના હુકમને ઘોળી પી ગઈ, અંદરખાને પરમિશન આપીને ચલાવતા જુગારધામ ઉપર વિજિલન્સની રેડ! કરોડોનો મુદ્દામાલ ઝડપાયો?

મનપસંદ જીમખાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો! અઢી કરોડથી વધુનો મુદ્દામાલ સાથે 150થી વધુ લોકો જુગાર રમતા રંગે હાથે ઝડપાયા

સુરતમાં મોબાઈલ સ્નેચરોનો ત્રાસ વધ્યો, બેજ દિવસમાં ત્રણ મોબાઈલ લૂંટની ઘટના! ખાખી વર્દીનો ડર ગાયબ! બેફામ લૂંટ

સુરતમાં મોબાઈલ સ્નેચરોનો ત્રાસ વધ્યો, બેજ દિવસમાં ત્રણ મોબાઈલ લૂંટની ઘટના! ખાખી વર્દીનો ડર ગાયબ! બેફામ લૂંટ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.