રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર)
સુરતમાં અવારનવાર અસામાજિક તત્વોને જાણે પોલીસ કે કાયદાનો ડર ના રહ્યો હોય તેમ પોતાની મનમાની કરી બેફામ અને બિન્દાસ્ત પણે સુરતના નિર્દોષ લોકોને લૂંટી રહ્યા છે.સુરતમા છેલ્લા બે દિવસમાં ત્રણ મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ બની છે. જેના લીધે સુરતના રહીશોમાં ભયનો માહોલ પેદા થયો છે. અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઉત્રણમા પોતાના સોસાયટીની બહાર બાકડા પર બેઠેલા શખ્સના હાથમાંથી અજાણ્યા બાઈક સવારો મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઈ જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.તમે અવારનવાર ટીવી સમાચાર કે સોશ્યલ મીડિયા માધ્યમથી જોતા કે સાંભળતા હશો કે સુરતના અમુક વિસ્તારોમાં ચેઇન સ્નેચરો ધૂમ સ્ટાઈલમાં બાઈક ઉપર આવી એકલ દોકલ મહિલા કે પુરુષોના ગળામાંથી દોરાઓ ને ખિસ્સા પર્સમાંથી મોબાઈલ અથવા રોકડ રકમની ચિલઝડપ કરી ફરાર થઈ જતા હોય છે. તો અમુક લુખ્ખા તત્વો રાહદારીઓને હથિયાર વડે ઇજા પણ પહોંચાડતા હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે.
આવી જ એક ઘટના સુરત શહેરના ઉત્રણ વિસ્તારમાં બની છે. ઉત્રણ વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. સુરત શહેરમાં અવારનવાર મોબાઈલ સ્નેચીગની ઘટનાઓ સામે આવે છે. અસામાજિક તત્વો ને ખાખી વર્દીનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.ઉત્રણ વિસ્તારમાં દિન દહાડે મોબાઈલ લુંટની ઘટના સામે આવી છે.અમરોલીના ઉત્રણ વિસ્તારમાં એક સોસાયટીના ગેટે બાકડા પર બેઠેલા એક વ્યક્તિનો મોબાઈલ ફોન ઝૂંટવી બેખોફ લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. બાઈક પર એક સાથે ત્રણ અજાણ્યા ઈસમો આવ્યા હતા અને મોબાઈલ લઈને ફરાર થઇ ગયા હતા.જેની ફરીયાદ સ્થાનિક અમરોલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ દ્રશ્યમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, કેવી રીતે અજાણ્યો શખ્સ બેફામ બનીને ખુલેઆમ મોબાઈલ ફોન લઈને નીકળી જાય છે. શું પોલીસ દ્વારા આવા લુખ્ખા તત્વો પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે શું? એ પ્રશ્ન સુરતના રહીશોને સતાવી રહ્યો છે.