જુદા જુદા દેશોના બોગસ વિઝા અને પાસપોર્ટ બનાવી આપતા સુરતના માસ્ટર માઈન્ડ ઈસમ ની ધરપકડ કરતી ગુજરાત ATS

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)
ગુજરાત ATS ના DYSP કે. કે. પટેલ સાહેબના માર્ગદર્શન અને સૂચનાના આધારે ATS ના ઝાંબાજ અને નીડર પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવને બાતમી મળી હતી કે, સુરત શહેરમાં રહેતા મોહમ્મદ ઈરફાન ઐયુબ ઇસ્માઈલ નામનો શખ્સ વિવિધ દેશોના બોગસ પાસપોર્ટ અને વિઝા બનાવવાનો નેટવર્ક ચલાવે છે. જેથી ગુજરાત ATS ની એક ટીમ DYSP કે. કે. પટેલના માર્ગદર્શનમાં અને તેમની સચોટ માહિતીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવના નેતૃત્વમાં સુરત ખાતે ખરાઈ કરવા સુરત પહોંચી હતી. જ્યાં ATS ની ટીમ દ્વારા ગુપ્ત રાહે સમગ્ર બાબતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન ગુજરાત ATS ની ટીમને ચોકાવનારી માહિતી પ્રાપ્ત થઈ હતી. અને બાતમી મળ્યા અનુસાર એક શખ્સને ઝડપી પાડી બોગસ વિઝા અને પાસપોર્ટ બનાવવાનો કૌભાંડ ઝડપી પાડ્યો હતો.
બનાવ વિશે મળતી વધુ માહિતી પ્રમાણે સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા મોહમ્મદ ઈરફાન સ/ઓફ ઐયુબ ઇસ્માઈલ નામનો માસ્ટર માઈન્ડ શખ્સ બોગસ વિઝા અને પાસપોર્ટ બનાવી લોકોને ખોટી રીતે વિવિધ દેશોમાં મોકલે છે. જેથી ગુજરાત ATS ના પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવ અને તેમની ટીમ દ્વારા મોટા વરાછા ખાતે રહેતા મોહમ્મદ ઈરફાનના ઘરે તપાસ કરતા આરોપીના ઘરમાંથી અમેરિકા, કેનેડા મલેશિયા, નાઇજીરીયા, પેરૂ, નેપાળ, દક્ષિણ આફ્રિકા, આર્મેનિયા અને તુર્કી જેવા દેશોમા જવા માટેના નકલી પાસપોર્ટ અને બોગસ વિઝાની અનેક કોપીઓ મળી આવી હતી. ગુજરાત ATS દ્વારા માસ્ટર માઈન્ડ આરોપી મોહમ્મદ ઈરફાન ની વધુ કડક પૂછપરછ હાથ ધરતા ATS ને જાણવા મળ્યું હતું કે, આરોપી ઈરફાન મોહમ્મદનું અનેક એરપોર્ટ પર સેટિંગ છે. અને તેના આધારે તે પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ ને યુરોપ, સાઉથ આફ્રિકા, કેનેડા અને યુ. કે. જેવા દેશોમાં બનાવટી પાસપોર્ટ અને નકલી વિઝા બનાવી ઉપરોક્ત દેશોમાં મોકલવાનું નેટવર્ક ચલાવતો હતો.આ કૌભાંડમાં આરોપીએ ઘણા લોકોને ઠાણે, મુંબઈ, મહારાષ્ટ્ર, દિલ્હી સહીત ભારતના જુદા જુદા રાજ્યોની અલગ અલગ ઓફિસ ખાતેથી ખોટા નામે બોગસ પાસપોર્ટ મેળવી અપાવવામાં મદદ કરેલ છે.
તેમજ આરોપીના વોટ્સએપ ના મેસેજ તપાસ કરતા ગુજરાત ATS ની વધુ માહિતી સાંપડી હતી કે, માસ્ટર માઈન્ડ આરોપી મોહમ્મદ ઈરફાન દ્વારા સોશ્યલ મીડિયા ઉપર locan.to નામની એક એડવર્રટાઇઝિંગ વેબસાઈટ બનાવી તે વેબસાઈટ ઉપર અશલીલ પોસ્ટ પ્રસિદ્ધ કરેલ છે. જે પોસ્ટ વાંચીને મહિલાઓની નીતિ અને વિચાર ભ્રષ્ટ થાય તેવું પ્રથમ દ્રષ્ટિયે જણાઈ આવે છે.આરોપી મોહમ્મદ ઈરફાન સામે અગાઉ પણ સુરત, કોલકાતા, મુંબઈ, ભરૂચ, અને બરોડા સહીત અન્ય કુલ સાત જગ્યાએ બોગસ પાસપોર્ટ અને વિઝા બનાવી અપાવવાના ચીટિંગના ગુનાઓ નોંધાયેલા છે. જેમાં એક ગુનામાં આરોપીની ધરપકડ કરવાની બાકી હતી.
ઉપરોક્ત ગંભીર પ્રકારના ગુનાઓ આચરનાર ભેજાબાજ અને ચીટિંગ કરી અને અન્ય લોકોથી કરાવી પૈસા કમાવી લેવાની વૃત્તિ ધરાવનાર આરોપી શખ્સ મોહમ્મદ ઈરફાનની સામે ગુજરાત ATS દ્વારા ધરપકડ કરી ઇપીકો એક્ટ,તેમજ આઇટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની વધુ તપાસ હાથ ધરી પ્રસંસનીય કામગીરી કરવામાં આવી હતી.