અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી ને હવે ઘરમાં જ ડખ્ખો ઉભો થયો છે અને તેમના પત્ની રેશ્મા પટેલ પોતાને હેરાન કરી રહ્યા નું જણાવી રહયા છે. તેઓ એ પોતાના વકીલ મારફતે એક જાહેર નોટિસ પાઠવી છે કે તેમનાં પત્ની રેશ્મા પટેલ છેલ્લાં ચાર વર્ષથી તેમની સાથે રહેતાં નથી અને તેમના કહ્યામાં નથી. ભરતસિંહ સોલંકીએ નોટિસમાં જણાવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિએ તેમના નામનો ઉપયોગ કરે તો તેમના પત્ની સાથે કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં. જો આમ થશે તો ભરતસિંહ તે માટે જવાબદાર રહેશે નહીં.
તેમણે કહ્યું, ‘અમારી વચ્ચે લાંબા સમયથી મનમેળ નથી અને તેઓ મનસ્વી વર્તન કરતાં હતાં. મારા ઘરે આવીને રહે તો પણ કોઈ વાતચીત કરતાં નહીં. શરૂઆતમાં મેં સમજાવટથી સમાધાન લાવવા પ્રયાસ કર્યો, પરંતુ તેમ થયું નથી. તે પછી તેમના કુટુંબીઓની મધ્યસ્થી કરાવી છતાં પરિણામ ન મળ્યું. મને ખ્યાલ નથી કે તેઓ ભવિષ્યમાં શું કરવા માગે છે.
સોલંકીએ કહ્યું કે, મેં છૂટાછેડા લેવા પણ કહ્યું હતું, પરંતુ તે અંગે તેમણે સંમતિ આપી ન હતી. મેં તેમને રહેવા માટે બંગલો, ગાડી, માસિક એકથી દોઢ લાખની આવક થતી રહે તેવી સગવડ કરી આપી છે, પરંતુ તેમના પર કોઈ હકારાત્મક અસર થઈ ન હતી. અમારા સંબંધોની તિરાડ વધુ મોટી થતી જતી હતી તેથી મેં આમાંથી બહાર નીકળવા કોઈ રસ્તો શોધવા પ્રયત્ન શરૂ કર્યો. આ વાતથી મને વ્યક્તિગતરીતે નુકસાન થવાનો ભય હોવાથી નોટિસ મોકલી છે.
આમ એક તરફ ભાજપ-કોંગ્રેસ અને આપ એમ ત્રણેય પાર્ટીઓ ઈલેક્શન ની તૈયારીઓ કરી રહયા છે ત્યારે બીજી તરફ ભરત સિંહ સોલંકી ના ઘર માં પરવારીક ડખ્ખો ઘૂસતા રાજકારણ માં આ મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો છે.