કોરોના મહામારીમાં લોકો આયુર્વેદિક તરફ પાછા વળ્યા….

0
કોરોના મહામારીમાં લોકો આયુર્વેદિક તરફ પાછા વળ્યા….
Views: 74
0 0
Spread the love

Read Time:6 Minute, 24 Second
Views 🔥 કોરોના મહામારીમાં લોકો આયુર્વેદિક તરફ પાછા વળ્યા….

અમદાવાદની અખંડાનદ આયુર્વેદિક કૉલેજ દ્વારા મ્યુકરમાઇકોસીસની સારવાર મેળવી રહેલ દર્દીઓનો સર્વે હાથ ધરાયો

મ્યુકરમાઇકોસીસની સારવારમાં આયુર્વેદિક ચિકિત્સા કારગર સાબિત થઇ

મ્યુકરમાઇકોસીસની સારવારમાં આયુર્વેદિકની પંચકર્મ ચિકિત્સા શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થયો

મ્યુકરમાઇકોસીસ રોગના પ્રારંભિક તબક્કામાં આયુર્વેદિક સારવાર અર્થે આવતા દર્દીઓમાં ઝડપી સુધારા જોવા મળ્યા છે- ડૉ. રામ શુક્લા

(આર્ટીકલ-1)

અમદાવાદની અખંડાનંદ આયુર્વેદિક કૉલેજમાં મ્યુકરમાઇકોસીસની સારવાર લઇ રહેલા 20 દર્દીઓ પર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, મ્યુકરમાઇકોસીસના દર્દીઓને આયુર્વેદિક ચિકિત્સા પધ્ધિ અપનાવવાના પગલે સારા પરિણામો પ્રાપ્ત થયા છે.
મ્યુકરમાઇકોસિસના અનેક દર્દીઓએ FESS(Functional endoscopic sinus surgery) કરાવ્યા બાદ સંતોષકારક પરિણામ ન મળતા તેઓએ આયુર્વેદનો સહારો લીધો હતો. ઘણાં દર્દીઓએ તો 45 થી 60 દિવસ સુધી બીજે સારવાર મેળવી હતી. પણ કોઇ ઝાઝો ફરક જણાયો ન હતો. અંતે આયુર્વેદિક ચિકિત્સા તેમના માટે આશીર્વાદરૂપ નીવડી છે.
આ 20 દર્દીઓમાં મ્યુકરમાઇકોસીસની સારવારમાં 10 થી 200 એમ્ફોટેરેસીન ઇન્જેકશનના ડોઝ આપવામાં આવ્યા બાદ પણ સંતોષકારક સુધાર જોવા મળી રહયો ન હતો.

આ 20 દર્દીઓમાં મ્યુકરમાઇકોસીસ રોગના ઘાતક પ્રસરણના કારણે દાંત, જડબા, પેઢા કાઢવાની જરૂરિયાત ઉભી થઇ હતી. જેને જેતોઆ તમામ દર્દીઓએ દાંત, જડબા, કે પેઢા કઢાવતા પહેલા આયુર્વેદિક સારવાર કરાવવાનું નક્કી કર્યું.

આ દર્દીઓ પૈકી કેટલાક સરેરાશ 5 થી 10 લાખ , જ્યારે કેટલાક દર્દીઓ 20 થી 25 લાખ સુધીની ખર્ચાળ સારવાર કરાવ્યા બાદ સંતોષકારક પરિણામ ન મળતા આયુર્વેદિક સારવાર શરૂ કરાવી હતી.

આયુર્વેદિક સારવાર પધ્ધતિમાં મ્યુકરમાઇકોસીસની સમગ્ર સારવાર નજીવા ખર્ચેની દવાઓ દ્વારા થાય છે.ગુજરાત સરકારના આયુષ વિભાગ દ્વારા સંચાલિત તમામ આયુર્વેદિક હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાય છે. આ 20 દર્દીઓમાં સરેરાશ 10-15 દિવસમાં ધાર્યા કરતા પણ વધુ સરસ પરિણામો મળ્યા છે.
આ 20 દર્દીઓમાંથી 4 દર્દીઓ એવા પણ હતા કે જેઓને મ્યુકરમાઇકોસીસનું ફંગલ ઇન્ફેક્શન મગજ સુધી પ્રસર્યુ હતુ. જેઓને આયુર્વેદિક સારવારની સાથે ન્યુરોપ્રોટેક્ટિવ ડ્ગસ અપાતા તેઓના શરીરમાં નિષ્ક્રિય થયેલ ભાગ સક્રિય થયો હતો. 

મ્યુકરમાઇકોસીસ રોગમાં આયુર્વેદિક ચિકિત્સા પ્રણાલી

અમદાવાદ અખડાનંદ આયુર્વેદિક કૉલેજના પંચકર્મ  વિભાગના વૈદ ડૉ. રામ શુક્લા વિગતે જણાવે છે કે,આયુર્વેદિક સારવાર પધ્ધતિ ગંભીર રોગોમાં પણ કારગર સાબિત થઇ છે. મ્યુકરમાઇકોસીસની આયુર્વેદિક સારવારમાં પંચકર્મ મહત્વનો ભાગ ભજવે છે. આયુર્વેદિકમાં ચિકિત્સામાં શીરોકૃમિ અને દુષ્ટપ્રતિષ્યાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પચંકર્મ ચિકિત્સામાં “નષ્ય ચિકિત્સા” એટલે કે નાક વાટે ઔષધિના ટીંપાનો મુખ અને મસ્તિષ્કના ભાગમાં વહન કરાવવામાં આવે છે. આ ઔષધીય ટીપાઓ મગજના ભાગે જઇને ફંગસને નિયંત્રિત અથવા  દૂર કરે છે.
“ધૂપન ચિકિત્સા અથવા ધુમ્રપાન ચિકિત્સા” માં સામાન્ય રીતે બીડીમાં તમાકૂની જગ્યાએ આયુર્વેદિક ઔષધિઓ ભરીને તેનું ધુમ્રપાન કરાવવામાં આવે છે. આ ઔષધિઓનો ધૂમાડો જ્યારે શરીરના ભાગમાં પ્રવેશે છે ત્યારે તે ફૂગને નિયંત્રણમાં લેવામાં મદદરૂપ બને છે.
“મુખ લેપ ચિકિત્સા” જેમાં મોઢા ઉપર વિવિધ ઔષધિઓનો લેપ કરવામાં આવે છે. જે ફૂગ થયા બાદ ચહેરા પરના સોજા , સડો, ઇન્ફલામેશનને નિયંત્રિત કરે છે.
“બિડાલકનો લેપ”  જેમાં આંખના ભાગમાં થયેલ સોજો અથવા આંખ ખૂલવાની બંધ થઇ ગઇ હોય તેને આર્યુવેદિક બિડાલકનો લેપ લગાવવામાં આવે છે.
“લીચ થેરાપી” આર્યુવેદિકની અન્ય એક વિશિષ્ટ સારવાર પધ્ધતિ લીચ થેરાપી એટલે કે “જળો” ની સારવાર જે શરીરના ભાગમાં દૂષિત થયેલ લોહીનો સ્ત્રાવ કરીને નવા રક્તનો સંચાર કરે છે.
કોરોના થયા બાદ જ્યારે શરીરમાં ડી-ડાયમર વધે એટલે કે લોહીના ગઠ્ઠા પડવાના શરૂ થાય, ટીસ્યુ એટલે કે પેશીઓના મૃત કોષોને પુર્નજીવિત કરે તે ભાગમાં આ લેપ લગાવવાથી લોહીના ગઠ્ઠા ઓગળતા હોય છે. અને નવી રક્તવાહિનીનું નિર્માણ થાય છે.
આ તમામ પ્રક્રિયાથી જડબુ કાળુ પડી ગયુ હોય તે આ સારવાર બાદ લાલ રંગનું પૂર્વવત થઇ જાય છે. દાંત હલતા હોય અથવા જેને દાંત કઢાવવાની સલાહ આપવાં આવી હોય તે પણ આ સારવારથી સાજા થતા જોવા મળ્યા છે.
(વધુ વાંચો આવતા આર્ટીકલમાં )

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *