રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)
*પોલીસ કોન્સ્ટેબલે મહિલાને બનાવી હવસનો શિકાર
*દુષ્કર્મ આચરીને મહિલાનો અશ્લિલ વીડિયો બનાવ્યો
*મદદ માટે આવેલી મહિલા સાથે આચર્યું દુષ્કર્મ
રાજ્ય સરકાર મહિલા તથા બાળકીઓ પર થતાં અત્યાચાર અટકાવવા માટે પ્રયત્નો કરે છે. તો બીજી તરફ સાસરીયા સામે પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવવા ગયેલી પરિણીતાના પ્રેમમાં ગુજરાત યુનિર્વિસટી પોલીસ સ્ટેશનમાં રાઇટર તરીકે ફરજ બજાવતાં તત્કાલિન પોલીસકર્મચારી મહેન્દ્રસિંહ ડોડીયાએ મહિલાને હુંફ જતાવી મદદ કરવાના બહાને પ્રેમમાં ફસાવી હતી. પરિણીતા સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહીને તેની સાથે અનેકવાર દુષ્કર્મ કર્યુ હોવાનો આક્ષેપ પરિણીતાએ કર્યો છે.
થોડા સમય પહેલા એલીસબ્રીજની એક હોટલમાં પોલીસ કર્મચારીએ પરિણીતા સાથે ફરીથી દુષ્કર્મ આચરતાં મહિલાએ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના બનાવો એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે વધુંમાં ફરી અમદાવાદમાં એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. સાંભળીને આપને નવાઈ લાગશે કે દુષ્કર્મ આચરનાર શખ્સ કોઈ બીજુ નહી પરંતું બોટાદનો પોલીસ કોન્સ્ટેબલ છે.
મહિલાએ ઘરેલું હિંસાનો કેસ નોંધાવ્યો હતો, જેની મદદને બહાને કોન્સ્ટેબલે તેને પોતાની હવસનો શિકાર બનાવી છે. આ મામલે મહિલાએ અગાઉ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તેને ન્યાય ન મળ્યો.
કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ડોડીયા
જે કોન્સ્ટેબલ સામે પીડિતાએ ફરીયાદ નોંધાવી છે. તે કોન્સ્ટેબલનું નામ મહેન્દ્રસિંહ ડોડીયા હોવાનું સામે આવ્યું છે.
લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું
પીડિતાનું કહેવું છે કે કોન્સ્ટેબલ પહેલાથી પરિણીત હતો. તેમ છતા તેણે લગ્નની લાલચ આપી હતી. લગ્નની લાલચ આપીને તેણે દુષ્કર્મ આચર્યું અને બાદમાં પીડિતાનો અશ્લિલ વીડિયો બનાવી લીધો હતો તેવું પીડિતાનું કહેવું છે. સમગ્ર મામલે પીડિતાએ કંટાળીને કોન્સ્ટેબલ સામે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તોડકાંડમા સંડોવાયેલા મહિલા PSI સ્વેતા જાડેજા ઉપર વધુ એક તોડ કર્યાનો ગંભીર આક્ષેપ
પોલીસે પીડિતાની ફરિયાદ નોંધીને સમગ્ર મામલે તપાસ આરંભી છે. પીડિતાએ આ મામલે મહિલા PSI શ્વેતા જાડેજા ઉપર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેનું કહેવું છે કે તેણે અગાઉ મહીલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ સામે અરજી કરી હતી. પરંતુ તેમણે કોન્સ્ટેબલ પાસેથી રૂપિયા લઈને આ મામલો રફેદફે કરી દીધો હતો.
પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી
ઉલ્લેખનીય છે કે પીડિતાએ એવો આક્ષેપ કર્યો છે કે આરોપી કોન્સ્ટેબલે તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. સાથેજ અગાઉ તેણે પીડિતાને માર પણ માર્યો હતો. જેથી સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે.