Read Time:53 Second
સુરત: આજે વહેલી સવારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ એક હોસ્પિટલની બહાર અચાનક એક કારમાં આગ લાગતા ભયનો માહોલ સર્જાઈ ગયો. એક દર્દીના સગા દર્દીની ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે અચાનક કારમાં આગ લાગી.
કારમાં લાગેલી આગના દ્રશ્ય જોતા સ્થાનિક દુકાણદારોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી. ત્યારે ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો સદનસીબે કારમાં લાગેલ આગમાં કોઈ જાનહાની થઈ નથી. જ્યારે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે કારમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોય તેવું લાગી રહ્યું છે.