અમદાવાદ: ટીવી9 અને ન્યુઝ 18 ગુજરાતી જેવી ચેનલોમાં પોતાના ધારદાર એન્કરીંગ બાદ લોકપ્રિય ન્યુઝ એન્કર અક્ષય શ્રોફની કાર્ય પ્રણાલીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. સફળતા પૂર્વક પત્રકારત્વ બાદ હવે અક્ષય શ્રોફ આપના મોબાઈલમાં ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જોવા મળશે.
કોરોના કાળમાં ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. વર્ક ફ્રોમ હોમ, કે સ્ટડી ફોર્મ હોમની સાથે સાથે ઓટીટી જેવા ડિજિટલ પ્લેટફોર્મ પણ લોકપ્રિય થયા છે. કેટલાક વિવાદોને છોડી ને મોટા ભાગે ફિલ્મો, શોર્ટ ફિલ્મ કે ગીતોનું આલ્બમ હવે ડિજિટલ સ્વરૂપે આપના મોબાઈલમાં મનગમતી ક્ષણે મનગમતા વિડિયોઝ કે ગીતોથી આપનું મનોરંજન પૂરું પાડી રહ્યા છે.
ફિલ્મ અને સિનેમાના મંદ ગતિના દૌરમાં છેલ્લા થોડા સમયથી ડિઝીટલ પ્લેટફોર્મનું ચલણ વધ્યું છે. મ્યુઝિક ક્ષેત્રમાં પણ ડિઝીટલ પ્લેટફોર્મ પર ઘણું કામ થઈ રહ્યું છે. અમદાવાદમાં એક એક હિન્દી આલ્બમ ગીત કસૂરનુ શૂટ થયું હતું. બસ કૂછ યુંહી તથા સિનેમા પ્રોડક્શન્સ હેઠળ બનેલા આ ગીતમાં શહેરના કલાકાર અક્ષય કે જે લાંબા સમય સુધી ટીવી એન્કર રહ્યા બાદ નવી કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે અને તેમની સાથે મોડેલ ખુશ્બુ જોવા મળશે.
ગીતને ધ્રુવ ગોસ્વામી દ્વારા ડાયરેક્ટ કરાયુ છે અને જેમાં શહેરના પોપ્યુલર સિંગર ફૈઝાન તથા સ્વાતિએ અવાજ આપ્યો છે. આ રોમેન્ટીક ગીત યુવાઓને પસંદ આવે તે સ્ટોરીલાઈન પર બનાવવાનાં આવ્યું છે. જેને દર્શન ગોહિલ દ્વારા લખવામાં આવ્યું છે. ૨૭ કલાકના મેરેથોન શૂટ બાદ ગીત રિલીઝ થવા માટે તૈયાર છે.
મહત્વનું છે કે આ ગીતને શહેરના એક જાણીતા રિસોર્ટમાં શર્ટ કરાયું હતું જે દરમિયાન કોરોનાના તમામ પ્રોટોકોલનુ પણ પાલન કરવામાં આવ્યું હતું. આ ગીત યુટ્યુબ પર આગામી ૨૪ તારીખે લોન્ચ કરવામાં આવશે.