રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)
રાજકોટમાં વીસીના વિષ ચક્ર અને સ્કીમમાં ફસાવી પરણીતાને તેના પ્રેમી અને ત્રણ મહિલાએ આશરે 11 કરોડ રૂપિયામાં ફસાવી દેતા મહિલાએ આપઘાત કરી લીધો હતો બે માસ પૂર્વેના આ બનાવમાં પરણીતાના આપઘાત કેસમાં તેના પ્રેમી અને ત્રણ મહિલા સામે એ-ડીવીઝન પોલીસમાં ગુનો
નોંધાયો છે.
રાજકોટના ભવાનીનગર શેરી નંબર 6 રામનાથ પરામાં રહેતા રંજનબેન માવજીભાઇ સવાભાઇ રાઠોડ (ઉવ 60)ની ફર્રીયાદને આધારે એ-ડીવીઝન પોલીસે ઘાંચીવાડમાં રહેતી અસ્માબેન કસમાણી, ભવાનીનગર રામનાથ પરામાં રહેતી સબાનાબેન,નુતનબેન ચૌહાણ અને આશાપુરા હુડકો માં રહેતા કેતન ઉર્ફે ટીનો ભાટીનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ રંજનબેનની પુત્રી દેવીબેન ઉર્ફે હષાબેન ઉર્ફે હકીબેને બે માસ પૂર્વે પોતના ઘરે ઉપરના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આપઘાત પાછળનું કારણ દેવીબેન ઉર્ફે હષાબેન ઉર્ફે હકીબેનના મોબાઈલમાં કોલ રેકોડીંગના આધારે બહાર આવ્યું હતું જેમાં દેવીબેન ઉર્ફે હષાબેન ઉર્ફે હકીબેનના પ્રેમી કેતન અને તેની સાથેની અસ્માબેન કસમાણી, ભવાનીનગર રામનાથ પરામાં રહેતી સબાનાબેન,નુતનબેન ચૌહાણે વીસી અને લોભામણી સ્કીમમાં અનેક રોકાણકારોનું આશરે 11 કરોડ જેટલી રકમની છેતરપીંડી કરતા દેવીબેને ફસાવી દેતા લાગી આવતા તેણીએ આપઘાત કરી લીધો હતો.
રંજનબેને ફરિયાદમાં વધુમાં જણાંવ્યું હતું કે તેમના પ્રથમ લગ્ન પાટણવાવના ચુડવાના ટપુભાઈ સાથે થયા હતા.જેના થકી સંતાનમાં એક પુત્ર વિક્રમ છે જે હાલ આજીડેમ ચોકડી પાસે પરિવાર સાથે રહે છે.પતિ ટપુભાઈનું અવસાન થયા બાદ બીજા લગ્ન રાજકોટના માવજી ભાઇ રાઠોડ સાથે કરેલ તે થકી સંતાનમા એક દીકરો અજયભાઇ હતો જે સાત વષે પૂવે તેની પત્ની સાથે મનમેળ ન હોય જેથી દવા પી આપઘાત કરી લીધો હતો. જેની પત્ની એ બીજા લગ્ન કરી લીધેલ છે.
રંજનબેનને સંતાનમાં એક પુત્રી દેવીબેન ઉર્ફે હષાબેન ઉર્ફે હકીબેન છે. જેના લગ્ન ધર્મેશભાઇ મેઘજીભાઇ ડોડીયા સાથે થય હતા તેનો ધરસંસાર આશરે અગીયારેક વર્ષે ચાલેલ હ્કીબેનને સંતાનમા બે દીકરા અનિરુધ્ધભાઇ તથા અભયભાઇ છે, જે બન્ને ને તેના પીતા ધર્મેશભા ઇ સાથે રહે છે. તેની સાથે રંજનબેન અને પુત્રી દેવીને કોઇ વ્યવહાર નથી દેવીબેન ના છૂટાછેડા થઇ જતા તે દેવીબેન ઉર્ફે હષોબેન ઉર્ફે હકી માતા રંજનબેન સાથે રહેતી અને રોકાણની સ્કીમનુ કામ કરતી હતી.
દીકરી દેવીબેન ઉર્ફે હષોબેન ઉર્ફે હકીને આપઘાત કરી લેનાર તેના ભાઈ અજયભાઇ ના મીત્ર કેતન ઉર્ફે ટીનો સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. ગઇ તા.01/06/2021 ના સવારના દશેક વાગ્યે રંજનબેન તથા દીકરી દેવીબેન ઉર્ફે ઉર્ફે હકી ધરે ભવાનીનગરમા હતા ત્યારે દીકરી દેવીબેન ઉર્ફે હર્ષાબેન ઉર્ફે હકી ઘરમાં ઉપરના માળે ન્હાવા જવાનું કહી ઉપરના રૂમમાં ગઈ હતી બાદમાં સાડા દશેક વાગ્યાની આસપાસ પિતરાઈ ભાઇ પરેશભાઇ ઘરે આવ્યો હતો. દીકરીને નીચે આવતા વાર લાગતા માતાએ ઉપર રૂમમાં જઇ જોયું તો રૂમનો દરવાજો અંદરથી બંધ હોય અને શંકા જતા તરત પરેશભાઇને ઉપર બોલાવેલ અને પરેશભાઇ એ રૂમનો દરવાજો ખખડાવતા ખોલેલ નહી અને અંદર થી જવાબ મળેલ નહી જેથી પરેશે દરવાજો તોડી ખોલીને જોયુ તો દેવીબેને ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
દેવીનું મોત થયા બાદ આઠ દશ દીવસ પછી માતા રંજનબેને દીકરી દેવીબેન ઉર્ફે હર્ષાબેન નો મોબાઇલ ચેક કરતા પ્રેમી કેતન ઉફે ટીનાએ ફોન કરેલ જેનુ રેકોડીંગ ચેક કરી સાંભળતા જેમાં દીકરી દેવીબેન ઉર્ફે હષોબેનને કેતન ઉર્ફે ટીનો કહેતો હોય કે તેં મને ત્રણ મહીના થી રૂપીયા આપેલ નથી અને મારે હવે શું કરવું મારે મરવું પડશે અને હવે કોઇ બીજો રસ્તો નથી અને આ કેતન ઉર્ફે ટીનો એવી વાત કરતો હોય કે બન્ને સાથે દારૂ પી કાર ચલાવી એકસીડન્ટ કરી અથવા તો જેતપુ2 થી દવા મંગાવી પી જઇ સાથે મરી જઇએ તેવુ જણાવતો હોવાનું રેગેંડીગ હોય અને દીકરી દેવીબેન ઉર્ફે હકી તથા અસ્માબેન તથા સબાનાબેન ડ્રો કરી બધા ના રૂપીયા ઉઘરાવતા જે રૂપીયા અસ્માબેન તથા સબાના બેન તથા નુતનબેન તેની પાસે રાખેલ હોય જે રૂપીયા બધા ડ્રો ના થઇ કુલ 11 કરોડ જેટલાં આ બધાને આપવાના થતા હોય અને આ ડ્રો ના જે રૂપીયા આવે છે તેના હીસાબની માહીતી અસ્માળબેનકાસમાણી, સબાનાબેન, નુતનબેન ચૌહાણ તથા કેતન ઉર્ફે ટીનો ભટ્ટીએ છેતરપીંડી કરી પડાવી લીધી હોય આ ચારેય વીસી ચાલવતા હોય જેમાં દેવીને ફસાવી દેતા દેવીબેન ઉર્ફે હર્ષાબેન છેલ્લા વીસેક દિવસથી સાવ ગુમસુમ રહેતી અને નીદર આવતી નથી તેવી ફરીયાદ કરતી અને નીદર ની દવા લેતી હતી.
તે દરમ્યાન એકવાર માતા રંજનબેનને દેવીએ વાત કરેલ હતી કે ઇનામી ડ્રોના ઉઘરાવેલ રૂપીયા નો હિસાબ અસ્માબેન કાસમાણી રહે.ઘાંચીવાડ રાજકોટ તથા સબાનાબેન રહે. ભવાનીનગર રાજકોટ તથા નુતનબેન ચૌહાણ રહે. ભવાનીનગર રામનાથપરા રાજકોટ વાળા પાસે હોય અને ઇનામી ડ્રો ની ટીકીટ લેનાર માણસો ને પૈસા ચુકવવાના થાય છે. આ ઉપર ના લોકો પાસે હીસાબ માગતા આપતા નથી અને કેતન ઉર્ફે ટીનો ભટ્ટી રહે.આશાપુર નગર હુડકો કોઠા રીયા રોડ રાજકોટ વાળા એ મારા દાગીના બેન્ક મા મુકી તેના પર લોન લઇ રૂપીયા લઇ ગયેલ હોય એવી વાત દીકરી દેવીબેને કરેલ હતી. દિકરી એ એવી પણ વાત કરેલ કે આ ચારેય જણા પૈસા આપતા ન હોય અને દેવી હસ્તક ઇનામી ડ્રો મા પૈસા રોકવા વાળા માણસો પૈસા માંગતા હોય જે ચુકવી શકાય તેમ ન હોય જેથી હું કંટાળી ગઇ છું જેના કારણે જ દેવીએ આપઘાત કરી લેતા આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.