GSTR 2Aમાં દર્શાવેલ ITC કરતાં વધારે ITC મેળવતા વેપારીઓ વિરુદ્ધ GST વિભાગ દ્વારા કડક કાર્યવાહી

GSTR 2Aમાં દર્શાવેલ ITC કરતાં વધારે ITC મેળવતા વેપારીઓ વિરુદ્ધ GST વિભાગ દ્વારા કડક કાર્યવાહી

0 0
Spread the love

Read Time:2 Minute, 10 Second
Views 🔥 GSTR 2Aમાં દર્શાવેલ ITC કરતાં વધારે ITC મેળવતા વેપારીઓ વિરુદ્ધ GST વિભાગ દ્વારા કડક કાર્યવાહી

વેપારીઓ દ્વારા રૂ.171 કરોડની ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડિટ(ITC) લેતા  મુખ્ય રાજ્ય વેરા કમિશનર કચેરી દ્વારા કડક કાર્યવાહી

મુખ્ય રાજ્ય વેરા કમિશનર દ્વારા ચાલુ ક્વાર્ટર દરમિયાન રૂ. 171 કરોડ જેટલી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડિટ ભોગવનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ITC અંગેની સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતા અમુક વેપારીઓ સરકારી વેરો પૂરેપૂરો ન ભરવાના હેતુથી તેમને ઉપ્લબ્ધ ITC કરતા GSTR- 3Bમાં વધારે ITC ક્લેઈમ કરે છે. આવું કરીને તેમના દ્વારા ભરવાપાત્ર વેરા કરતા ઓછી રકમ ભરવામાં આવે છે અને તેના કારણે સરકારી તિજોરીને નુકશાન થાય છે. આ નુકશાન અટકાવવા માટે વિભાગ દ્વારા ખાસ સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેરની મદદથી વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરના આંકડાઓનું વિશ્લેષણના આધારે ITCનો ખોટો ક્લેઈમ કરનાર 99 વેપારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન 99 પૈકી 78 વેપારીઓ મળ્યા નથી. જેથી તેમના વ્યવહારો શંકાસ્પદ જણાયછે અને તેઓ બીલીંગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોઈ તેમના અગાઉના વ્યવહારોની પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અધિક રાજ્ય વેરા કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ(વહીવટ) એ એક યાદીમાં જણાવ્યું છે.

આવી રીતે ખોટી રીતે ક્રેડિટ લેતા વેપારીઓ સામે વેરાની વસુલાતની કાર્યવાહી હાથ ધરવા માટે એકાઉન્ટ સીઝ કરવાથી સહિતના બીજા કાયદાકીય પગલા લેવામાં આવી રહ્યા હોવાનું યાદીમાં વધુમાં જણાવાયુ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

GSTR 2Aમાં દર્શાવેલ ITC કરતાં વધારે ITC મેળવતા વેપારીઓ વિરુદ્ધ GST વિભાગ દ્વારા કડક કાર્યવાહી

UNFSS પ્રી-સમિટ રાઉન્ડટેબલમાં બિનઆરોગ્યપ્રદ આહાર પર ચેતવણી આપતાં ચિહ્નો છાપવા સીઈઆરસીની માંગ!

GSTR 2Aમાં દર્શાવેલ ITC કરતાં વધારે ITC મેળવતા વેપારીઓ વિરુદ્ધ GST વિભાગ દ્વારા કડક કાર્યવાહી

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મહત્વની જાહેરાત, સાવચેતી રાખીને ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લઈશુ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.